Recipe : શિયાળાની ઠંડીમાં બનાવો સ્વાસ્થ્યવર્ધક "લીલી હળદરનું ગ્રેવીવાળું શાક"

News18 Gujarati
Updated: November 16, 2019, 10:06 PM IST
Recipe : શિયાળાની ઠંડીમાં બનાવો સ્વાસ્થ્યવર્ધક
બાજરીના રોટલા સાથે લીલી હળદરનું શાક

શિયાળામાં ઠંડીની શરૂઆત થતા જ લોકોના ઘરમાં લીલી હળદરનું શાક બને છે. લોકો આ શાકને બાજરીના રોટલા સાથે ખાય છે. જેના ફાયદા પણ અનેક છે. તમે પણ આ સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું ગ્રેવીવાળું શાક બનાવાવની Recipe નોંધી લો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ શિયાળાની શરુઆત થઈ ગઈ છે. લોકો સ્વાસ્થ્યને શારુ બનાવવા માટે સવારમાં ચાલવાનું પણ શરૂ કરી દીધું છે. સાથે સાથે હેલ્દી ખોરાક (Healthy food) ઉપર પણ ભાર મુકવા લાગ્યા છે. અનેક એવા શાક અને વાનગીઓ છે જે શિયાળામાં ખાવાથી વધારે અસરકારક બને છે. હળદરને ઔષધિય ગુણોથી ભરપુર માનવામાં આવે છે.

શિયાળામાં (winter) પુષ્કળ પ્રમાણમાં લીલી હળદર મળે છે. લીલી હળદર (Green turmeric) પણ એટલી જ ગુણકારી છે જેટલી સુકી હળદર. શિયાળામાં ઠંડીની શરૂઆત થતા જ લોકોના ઘરમાં લીલી હળદરનું શાક બને છે. લોકો આ શાકને બાજરીના રોટલા સાથે ખાય છે. જેના ફાયદા પણ અનેક છે. તમે પણ આ સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું ગ્રેવીવાળું શાક બનાવાવની Recipe નોંધીલો.

આ પણ વાંચોઃ-રોજીંદા જીવનની આ 5 આદતો બદલો, બીમારીઓને હંમેશા માટે દૂર ભગાડો

સામગ્રી:-

350 ગ્રામ લીલી હળદર
250 ગ્રામ ડુંગળીની પેસ્ટ250 ગ્રામ ટમેટાની અધધકચરી ગ્રેવી
150 ગ્રામ લીલા વટાણા
20 કળી લસણ
250 ગ્રામ ઘી
400 ગ્રામ દહીં
4 ચમચી આદુંની પેસ્ટ
5 ચમચી મરચાની પેસ્ટ
200 ગ્રામ કોથમીર
150 ગ્રામ ગોળ
મીઠું
લાલ મરચું

આ પણ વાંચોઃ-શું પાર્ટનર સામે ખોલવા જોઈએ પોતાના ભૂતકાળના રહસ્યો?

આ પણ વાંચોઃ-કરણ જોહરે હૉલિવૂડની આ હસીના માટે રાખી પાર્ટી, બોલિવૂડ ઉમટ્યું

બનાવવાની રીત:-

સૌ પ્રથમ ઘીમાં લીલી હળદર લાલ થાય ત્યાં સુધી બળી ન જાય તેમ સાંતળી લેવી. પછી લસણ ઉમેરી સાંતળવું. ત્યારબાદ સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ સાંતળી લેવી. પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી. ઘી છૂટું પડે એટલે આદું ભભરાવી 2 મિનિટ ચઢવા દો. પછી મરચાની પેસ્ટ, મીઠુ, લાલ મરચું ઉમેરવું. પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.
કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું. લો. તો હવે તૈયાર છે હળદરનું તીખું અને સ્વાદિષ્ટ શાક. તેને રોટલા જોડે સર્વ કરો.
First published: November 16, 2019, 9:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading