Home /News /lifestyle /શું તમને પણ છે રાત્રે મોજા પહેરીને સુવાની ટેવ? તો પડી શકે છે ભારે, જાણો શું કહે છે નિષ્ણાંતો

શું તમને પણ છે રાત્રે મોજા પહેરીને સુવાની ટેવ? તો પડી શકે છે ભારે, જાણો શું કહે છે નિષ્ણાંતો

મોજા પહેરીને સુવુ કેટલું યોગ્ય?

કેટલાક લોકો પગને ગરમ રાખવા માટે રાત્રે મોજા પર પહેરીને સૂઈ (Wearing Socks while Sleeping at Night) જાય છે. પરંતુ શું મોજાં પહેરીને સૂવું યોગ્ય છે? તેની તમારા સ્વાસ્થ્ય (Health Problem) પર શું અસર થઇ શકે છે? તેની કેવી આડઅસરો (Side Effects) થઇ શકે છે? તો ચાલો જાણીએ

વધુ જુઓ ...
    ભારતમાં આ વર્ષે ઠંડી (Winter in India)એ તમામ જૂના રેકોર્ડ તોડી રહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન (Low Temperature in India) સતત ઘટી રહ્યું છે. ઠંડી અને શીતલહેર (Cold Waves)થી લોકો પરેશાન થઇ ગયા છે. પહાડી વિસ્તારોની વાત કરીએ તો વરસાદ અને હિમવર્ષા (Snow Fall in North India)ને કારણે અહીંના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે.

    પર્વતો પરનું તાપમાન પણ શૂન્ય અથવા તેનાથી નીચે જઇ રહ્યું છે. આવી સ્થિતિમાં લોકો ઠંડીથી બચવા માટે અલગ અલગ નુસખાઓ અપનાવી રહ્યા છે. આમાં ઠંડીથી બચવા ઘણા બધા કપડા પહેરવા સામાન્ય વાત છે. ત્યારે કેટલાક લોકો પગને ગરમ રાખવા માટે રાત્રે મોજા પર પહેરીને સૂઈ (Wearing Socks while Sleeping at Night) જાય છે. પરંતુ શું મોજાં પહેરીને સૂવું યોગ્ય છે? તેની તમારા સ્વાસ્થ્ય (Health Problem) પર શું અસર થઇ શકે છે? તેની કેવી આડઅસરો (Side Effects) થઇ શકે છે? તો ચાલો જાણીએ આ અંગે નિષ્ણાંતોનું શું કહેવું છે.

    આ પણ વાંચો :  તેજસ્વી પ્રકાશની ફિટનેસનું સીક્રેટ છે આ ખાસ ડ્રિંક, સ્લીમ ટ્રીમ બનવું હોય તો તમે પણ કરો ટ્રાય

    નિષ્ણાંતોનું માનવું છે કે, જો તમને અગાઉથી સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા ન હોય તો ઠંડીના દિવસોમાં મોજા પહેરવામાં કંઇ જ વાંધો નથી. પગને ઠંડીથી બચાવવો એ યોગ્ય છે. તે તમને આખા શિયાળા દરમિયાન સ્વસ્થ રાખશે. ડોક્ટરોનું કહેવું છે કે, શિયાળામાં પગમાં જલદી ઠંડી લાગી જાય છે, તેથી પગમાં મોજા પહેરવા યોગ્ય છે, ઠંડીને કારણે રક્ત વાહિનીઓ સંકોચાય છે અને તે બ્લડ પ્રેશરને અસર કરે છે.

    આછી તે તમારા પર નિર્ભર છે કે તમે મોજા પહેરીને સૂવામાં કમ્ફર્ટેબલ છો અને જો તમને મોજા પહેરીને સારી ઉંઘ આવી રહી છે, તો પછી મોજા પહેરીને સૂવામાં કોઈ સમસ્યા નથી. ઠંડીના દિવસોમાં રાત્રે મોજા પહેરવાથી પગની સારી સંભાળ રહે છે. શિયાળામાં પગની એડી ફાટવાની સમસ્યા સામાન્ય છે. મોજા પહેરવાથી પણ આ સમસ્યા દૂર થાય છે.

    આ પણ વાંચો :  સાદી અને વઘારેલી ખીચડીથી હવે કંટાળી ગયા છો તો ઘરે આ નવી ખીચડી ટ્રાય કરો, વજન પણ ઘટશે  

    એટલું જ નહીં, મોજા પહેરીને રાત્રે સૂવાથી પણ ઠંડીના દિવસોમાં તમારું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. આપને જણાવી દઇએ કે મોજાં સાફ હોવા જોઇએ. અને સાથે જ ધ્યાન રાખો કે મોજાં સિન્થેટિક નથી, તે તમારી ત્વચાને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે.



    કેટલાક નિષ્ણાંતો એમ પણ કહે છે કે, તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ટાઇટ મોજાં પહેરવાથી બ્લડ સર્ક્યુલેશન પર અસર પડી શકે છે. જો તમને ઈજા થઈ હોય તો મોજા પહેરીને સૂવું તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે. મોજા પહેરવાથી ઇજામાં ઇન્ફેક્શન લાગી શકે છે અને તેનાથી ઇજામાં રૂઝ આવવામાં પણ તકલીફ થઈ શકે છે.
    First published:

    Tags: Health care tips, Healthy lifestyle, Winter care, Winter tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन