Home /News /lifestyle /Benefits of Mustard Greens: શિયાળામાં ઇમ્યુનિટી મજબૂત કરવી હોય તો ખાઓ સરસવનું શાક, આ ફાયદા પણ થશે
Benefits of Mustard Greens: શિયાળામાં ઇમ્યુનિટી મજબૂત કરવી હોય તો ખાઓ સરસવનું શાક, આ ફાયદા પણ થશે
સરસવનું શાક ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે.
Benefits of Mustard Greens: સરસવના શાકમાં પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, શુગર, વિટામિન A, C, D, B12, મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
Benefits of Mustard Greens: શિયાળાની ઋતુમાં બીમારીથી દૂર રહેવું હોય તો ઇમ્યુનિટી (Immunity) એટલે કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી અનિવાર્ય છે. કોરોનાની મહામારી શરુ થયા બાદ લોકો ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવી રાખવા માટે વધુ જાગૃત થયા છે. રોગપ્રતિકારક શક્તિ માટે આમ તો ઘણી એવી વસ્તુ છે જેને ડાયેટમાં સામેલ કરી શકાય છે. પણ ઓછા ખર્ચે અને સ્વાદ ધરાવતી કોઈ વસ્તુની વાત કરીએ તો સરસવનું શાક (Mustard Greens) ઉત્તમ વિકલ્પ છે. સરસવનું શાક ઇમ્યુનિટીને વધારવા ઉપરાંત સ્વાસ્થ્યને અન્ય ફાયદા (Benefits) પણ કરશે.
સરસવનું શાક મોટાભાગના લોકોને પસંદ હોય છે. ઉપરાંત, શિયાળાની ઋતુમાં આ શાક બહુ સરળતાથી, ઓછી કિંમતે મળી રહે છે. તેનું સેવન તમે મકાઈની રોટલી, ઘઉંની રોટલી અથવા તમારી પસંદગી મુજબ અન્ય કોઈપણ રીતે કરી શકો છો. તો ચાલો જાણીએ કે સરસવના શાકના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સ્વાસ્થ્યને અન્ય કયા કયા ફાયદા મળી શકે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
મસ્ટર્ડ ગ્રીન્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં સારી ભૂમિકા ભજવે છે. સરસવના શાકમાં પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, શુગર, વિટામિન A, C, D, B12, મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
સરસવનું શાક ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે, જેના કારણે હૃદય પણ સ્વસ્થ રહે છે. જંક અને ફાસ્ટ ફૂડ ખાવાથી ઘણીવાર કોલેસ્ટ્રોલ વધે છે. જેને આહારમાં સરસવના શાકનો સમાવેશ કરીને અમુક અંશે સુધારી શકાય છે. તેથી શિયાળાની ઋતુમાં સરસવના શાકને આહારમાં સામેલ કરવું જોઈએ.
આયર્નની ઉણપ દૂર કરે છે
શરીરમાં આયર્નની ઉણપથી લોહીની ઉણપ એટલે કે એનિમિયા થાય છે. સરસવનું શાક ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે. સગર્ભા સ્ત્રીઓએ તેમના આહારમાં સરસવના શાકનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે મોટાભાગની ગર્ભવતી મહિલાઓના શરીરમાં આયર્નની ઉણપ જોવા મળે છે.
સરસવનું શાકનો ડાયેટમાં સમાવેશ કરવાથી તમામ પ્રકારના રોગો થવાનું જોખમ પણ ઘટી જાય છે. સરસવના શાકમાં ઘણા બધા એન્ટીઓકિસડન્ટ ગુણ જોવા મળે છે. જે રોગોને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર