Home /News /lifestyle /Winter Eye Care Tips: શિયાળામાં આંખો પ્રત્યે બેદરકાર ન બનો, Drynessથી બચવા આટલું ધ્યાન રાખો

Winter Eye Care Tips: શિયાળામાં આંખો પ્રત્યે બેદરકાર ન બનો, Drynessથી બચવા આટલું ધ્યાન રાખો

શનિવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો. વાતાવરમાં પલ્ટો આવતા અમદાવાદ સહિતના શહેરોમાં પવન ફૂંકાતા લોકોએ ફરી ઠંડીનો અનુભવ કર્યો છે, આગામી દિવસોમાં ઠંડીનું જોર રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યા બાદ ફરી એકવાર સૂસવાટા મારતા પવનો સાથે ઠંડી અનુભવાઈ રહી છે.

Winter Effect on Eyes: શિયાળાની ઋતુમાં લોકો ઠંડીથી (Winter Cold) બચવા સાથે ત્વચા, વાળનું પણ ધ્યાન રાખે છે. પરંતુ, આ સીઝનમાં લોકો પોતાની આંખોનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. તેમને લાગે છે કે ઠંડીની આંખો પર ખાસ અસર નથી પડતી, પરંતુ એવું નથી.

વધુ જુઓ ...
Winter Effect on Eyes: શિયાળાની ઋતુમાં લોકો ઠંડીથી (Winter Cold) બચવા સાથે પોતાના શરીરની ખાસ સંભાળ રાખે છે. લોકો પોતાના ડાયેટમાં ફેરફાર કરે છે તેમજ ત્વચા, વાળનું પણ ધ્યાન રાખે છે. પરંતુ, ઠંડીની સીઝનમાં લોકો પોતાની આંખોનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે અને તેમને લાગે છે કે ઠંડીની આંખો પર ખાસ અસર (Winter eye effect) નથી પડતી. પરંતુ એવું નથી, ઠંડીની અસર આંખ (Eye Care Tips) પર પણ થાય છે. એટલે જ જાણવું જરૂરી છે કે આખરે આંખ પર ઠંડીની અસર કઈ રીતે થાય છે અને આ ઋતુમાં પણ આંખોને સ્વસ્થ કેવી રીતે રાખવી.

આંખો પર ઠંડીની અસર કઈ રીતે થાય છે?

દિલ્હીના શાર્પ સાઇટ આઈ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડોક્ટર સૌમ્યા શર્મા કહે છે, ‘જેવી ઠંડીની ઋતુ આવે છે, લોકો આખો દિવસ હીટર, તાપણી વગેરે માધ્યમથી ગરમી પેદા કરે છે અને ઠંડીથી બચે છે. આનાથી તેમની આંખો પ્રભાવિત થાય છે. તેનાથી આંખોમાં શુષ્કતા, ખંજવાળ વગેરે ફરિયાદો રહે છે. ડ્રાય આઈની સૌથી વધુ સમસ્યા શિયાળામાં (Dry Eyes in winter) થાય છે. આ સ્થિતિમાં આંસુનું પ્રોડક્શન ઘટી જાય છે અને તેના કારણે આંખો ખરાબ થવા લાગે છે. વાસ્તવમાં આંખોને સ્મૂધ અને સ્વચ્છ રાખવા, સમાન રીતે આંસુ (પાણી) ફેલાવવા માટે આંખ પટપટાવવી મહત્વપૂર્ણ છે.’

શા માટે આંખો શુષ્ક થઈ જાય છે?

સામાન્ય રીતે, શિયાળાની ઋતુમાં આંખની ભીનાશ ઓછી થઈ જાય છે. તો કેટલાક લોકો ઠંડીથી બચવા ઘરમાં તાપમાન વધારી નાખે છે એટલે તેનાથી ભીનાશ વધારે ઘટી જાય છે. વાતવરણ ઉપરાંત શરીરમાં ભીનાશ ઓછી થવાથી તેની અસર આંખો પર પડે છે. એટલે ડ્રાયનેસ જેવી ફરિયાદ રહે છે.

આ પણ વાંચો: Health Tips: સવારે ખાલી પેટ મખાના ખાવાના છે અનેક ફાયદા, એન્ટીઓક્સિડેન્ટ અને કેલ્શિયમથી છે ભરપૂર

આ બાબતોનું ધ્યાન રાખો

- વધુમાં વધુ લિક્વિડ પીવાથી આપણું શરીર હાઈડ્રેટ રહે છે અને તેનાથી આપણી આંખોની ભીનાશ જાળવી રાખવામાં મદદ મળે છે.

- પોતાના ચહેરા પર સીધી ગરમીથી બચો, કેમકે તેનાથી પણ આંખ શુષ્ક બને છે. એટલે કાર ચલાવતી વખતે પણ કારના વેન્ટ્સને એ હિસાબે સેટ કરી લો અને સીધી ગરમી લેવાથી બચો.

આ પણ વાંચો: શિયાળામાં રાખો તમારી ત્વચાનો ખાસ ખ્યાલ, અજમાવો આ નાઇટ સ્કીનકેર રૂટિન

- જ્યારે પણ તીવ્ર ઠંડી કે શીતલહેર હોય ત્યારે તે સીધી આંખો પર ન લાગે તેનું ધ્યાન રાખો. આ માટે ઠંડીથી બચવા આંખો પર ચશ્મા પહેરો.

- તો ઠંડીમાં લેન્સ પહેરતા પહેલા અને પછી તેને વ્યવસ્થિત સાફ કરી લો. ઠંડીની ઋતુમાં આંખો વધારે વાર સાફ કરવાથી ઇન્ફેકશન (eye infection) અને ખંજવાળ (eye itching)થી બચી શકાય છે.
First published:

Tags: Eye Care, Lifestyle tips, Lifestyle જીવનશૈલી, Winter care, લાઇફ સ્ટાઇલ