Home /News /lifestyle /કફવાળી ખાંસીમાંથી તરત છૂટકારો અપાવે છે તુલસીનો આ જાદુઇ ઉકાળો, જાણો ફાયદાઓ અને બનાવવાની સાચી રીત

કફવાળી ખાંસીમાંથી તરત છૂટકારો અપાવે છે તુલસીનો આ જાદુઇ ઉકાળો, જાણો ફાયદાઓ અને બનાવવાની સાચી રીત

તુલસીનો ઉકાળો ઘરે બનાવવાની રીત

make ayurvedic tulsi kadha at home: તુલસીનો ઉકાળો તમે ઠંડીમાં પીઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તુલસીનો ઉકાળો તમને જીદ્દી કફ અને શરદીમાંથી રાહત અપાવવાનું કામ કરે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝન શરૂ થતાની સાથે જ લોકોને સૌથી પહેલાં શરદી-ખાંસી જેવી સમસ્યાઓ થતી હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો આ સમસ્યામાં તમે શરૂઆતમાં ધ્યાન રાખો છો તો સામાન્ય છે, પરંતુ જો તમે આ બાબતને ઇગ્નોર કરો છો તો તકલીફ વધતી જાય છે. ઠંડીની જેમ-જેમ વધે એમ અનેક લોકો શરદી-ખાંસીની ઝપેટમાં આવી જતા હોય છે. જો કે તકલીફમાં તમે સામાન્ય દેસી દવા કરો છો તો તમને અનેક ઘણી રાહત થઇ જાય છે. શરદી-ખાંસીમાંથી તમે જલદી રિકવર થવા માટે તુલસીનો ઉકાળો પીઓ છો તો સૌથી બેસ્ટ છે. તુલસીનો ઉકાળો તમને આ તકલીફમાંથી જલદી રાહત અપાવે છે.

આ પણ વાંચો:આ ઘરેલું ઉપાયોથી ઠંડીમાં ઇમ્યુનિટી વઘારો

તુલસીમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે જે પેટ સંબંધિત તકલીફો પાચનમાં મુશ્કેલી, પેટમાં બળતરા તેમજ એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તો જાણી લો તમે પણ કેવી રીતે તુલસીનો ઉકાળો ઘરે બનાવશો.

તુલસીનો ઉકાળો બનાવવાની રીત



  • તુલસીનો ઉકાળો બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં બે ગ્લાસ પાણી નાંખો અને એમાં તુલસી, તજનો પાવડર, કાળા મરી, આદુ જેવી બધી જ વસ્તુઓ એક સાથે નાંખીને મિક્સ કરી લો.


આ પણ વાંચો:એક્સેસાઇઝ બોલ પર ના કરો આ ભૂલો



    • ત્યારબાદ 15 મિનિટ માટે ઉકાળો.

    • હવે આ ઉકાળાને થોડી વાર માટે ઠંડો થવા દો.

    • પછી ગળણીથી ગાળી લો અને એક ગ્લાસમાં લઇ લો.

    • હવે આ ઉકાળો પી લો. ધ્યાન રહે કે આ ઉકાળો તમારે એકદમ ઠંડો પીવાનો નથી. હુંફાળો ગરમ પીવાનો છે.

    • તમે ઉકાળાનો સ્વાદ વધારવા માટે આમાં ગોળ, મધ અને લીંબુનો રસ મિક્સ કરી શકો છો.






  • રોજ તમે ઠંડીમાં આ ઉકાળો પીઓ છો તો ગળાની ખારાશ, ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે અને સાથે શરદીમાંથી રાહત મળે છે.

  • ખાંસીમાંથી રાહત અપાવે છે આ વસ્તુઓ


આદુનો ઉકાળો


તમને કફની સમસ્યા છે તો તમારા માટે આદુનો ઉકાળો સૌથી બેસ્ટ છે. આદુ અને મીઠું કફને દૂર કરવાનું કામ કરે છે. આદુમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વ હોય છે જે ગળા અને શ્વાસ નળીમાં જમા ટોક્સિનને સાફ કરીને કફને બહાર નિકાળે છે.
First published:

Tags: Cough, Health care, Life style