Home /News /lifestyle /Tips for Winter: ગમે તેટલી ઠંડી હોય અપનાવો આ જુગાડ, બાઈક પર નહીં લાગે ઠંડી

Tips for Winter: ગમે તેટલી ઠંડી હોય અપનાવો આ જુગાડ, બાઈક પર નહીં લાગે ઠંડી

ઠંડીથી બચવાના ઉપાય

Bike Riding Tips For Winters: બાઈક ચલાવતા સમયે વધુ ઠંડી લાગવાનું સૌથી મોટું કારણ એ છે કે, તમારા શરીરને ઠંડો પવન અડે છે. જો આ પવનને શરીર પર લાગવાથી રોકવામાં આવે તો તમને ઓછી ઠંડી લાગે છે.

Bike Riding Tips For Winters: શિયાળો આવી ગયો છે. શિયાળામાં જે લોકો બાઈક અથવા એક્ટિવા ચલાવે છે, તે લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શિયાળામાં ટુ વ્હીલર ચલાવવું તે સરળ વાત નથી. જેમ જેમ ઠંડી વધે છે, તેમ તેમ બાઈક ચલાવવું મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં તો તમે બાઇક ચલાવવાનું બંધ કરી દો છો અથવા ઠંડી ન લાગે તેવા વિકલ્પ શોધો છો. જ્યારે બાઈક અથવા એક્ટીવા ચલાવવામાં આવે છે, ત્યારે પવન સીધો સામે જ લાગવાથી ખૂબ જ ઠંડી લાગે છે. આ કારણોસર ખૂબ જ પરેશાની થાય છે. આ કારણોસર બાઈક અને એક્ટીવા ચલાવનારે ગરમ કપડાં પહેરવા પડે છે.

શરીરને બચાવવા વિકલ્પ


શિયાળાની ઋતુમાં બાઇક ચલાવતી વખતે સામેથી ઠંડી હવા શરીર અને આંખો બંને પર પડે છે. આ દરમિયાન આપણે હેલ્મેટ કે મફલર પહેરીને આંખો બચાવીએ છીએ. પરંતુ શરીરને બચાવવા માટે આપણી પાસે બહુ વિકલ્પ નથી. જો તમારી પાસે ખૂબ જ સારી ક્વોલિટીનું લેધર જેકેટ પણ ન હોય તો ઠંડીથી કેવી રીતે બચી શકાય? સારી ક્વોલિટીનું લેધર જેકેટ હવાને સારી રીતે રોકી શકે છે, જેના કારણે ઓછી ઠંડી લાગે છે. જો તમે સારી ક્વોલિટીનું લેધર જેકેટ ખરીદો છો, તો તમારે વધારે પૈસા ખર્ચવા પડી શકે છે.

ઠંડીથી બચવા દેશી જુગાડ


જો તમે વધુ પૈસા ખર્ચવા નથી માંગતા તો ઠંડીથી કેવી રીતે બચી શકાય? આ સમસ્યા માટે અમે તમને એક જુગાડ જણાવી રહ્યા છે. જે માટે તમારે ખર્ચો કરવાની જરૂર નથી. બાઈક ચલાવતા સમયે આ જુગાડ અપનાવાથી ઠંડી અને પવનને તમે ઓછો કરી શકો છો. જે માટે તમારે એક ન્યૂઝપેપરની જરૂર રહેશે.

બાઈક ચલાવતા સમયે વધુ ઠંડી લાગવાનું સૌથી મોટું કારણ એ છે કે, તમારા શરીરને ઠંડો પવન અડે છે. જો આ પવનને શરીર પર લાગવાથી રોકવામાં આવે તો તમને ઓછી ઠંડી લાગે છે. તમે બાઈક ચલાવતા સમયે એક જેકેટ તો પહેરતા જ હશો, હવે તમારે આગળની તરફ એક ન્યૂઝપેપર લગાવવાનું છે. આ પ્રકારે કરવાથી પવન ન્યૂઝપેપરને પાર કરી શકતો નથી, જેથી તમને ઠંડી ઓછી લાગે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: COLD, Winter 2022, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन