Home /News /lifestyle /ન્હાતી વખતે ના કરો આ ભૂલો, નહીં તો હોસ્પિટલ ભેગા થવું પડશે, જાણો ઠંડીમાં સ્નાન કરવાની સાચી રીત
ન્હાતી વખતે ના કરો આ ભૂલો, નહીં તો હોસ્પિટલ ભેગા થવું પડશે, જાણો ઠંડીમાં સ્નાન કરવાની સાચી રીત
વધારે ઠંડા પાણીથી સ્નાન ના કરો.
Winter bath: ઠંડીની સિઝનમાં ખાસ કરીને અનેક લોકો ઠંડા પાણીથી દૂર ભાગતા હોય છે. એમાં પણ જ્યારે ખાસ કરીને ઠંડીનો ચમકારો વધારે હોય ત્યારે ન્હાવાથી લઇને અનેક પ્રકારના કામ કરવાનો કંટાળો આવતો હોય છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં અનેક લોકો ઠંડા પાણીથી દૂર રહેતા હોય છે. હાલમાં ઠંડીનો ચમકારો વધારે છે. આ ઠંડીમાં સ્કિન અને હેલ્થનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. ખાસ કરીને આ ઠંડીમાં બાળકોને ન્હાવાનો પણ કંટાળો આવતો હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો અનેક લોકો વધારે ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે. તમને પણ આવી આદત છે તો તમારે સુધારવાની જરૂર છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન દિલ્હીના નિદેશક અને આર્યુવેદ ચિકિત્સક ડો. તનુજા નેસરી કહે છે કે..આર્યુવેદ અનુસાર ઠંડી હોય કે ગરમી..રોજ ન્હાવું ખૂબ જરૂરી છે.
સ્વસ્થ રહેવા માટે અને સ્વાસ્થ્યને સુધારવા માટે આર્યુવેદનો આ નિયમ મહત્વપૂર્ણ છે. જો કે શિયાળાની સિઝનમાં ન્હાતી વખતે લોકો અનેક ભૂલો કરી બેસતા હોય છે, જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો જાણો ઠંડીમાં ન્હાતી વખતે શું ખાસ ધ્યાન રાખશો.
AIIAનાં વિશેષજ્ઞ કહે છે કે શિયાળાની સિઝનમાં ન્હાવા માટે વધારે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઇએ નહીં. ખાસ કરીને મહિલાઓ વધારે ગરમ પાણીનો ઉપયોગ કરતી હોય છે. ઘણી વાર આ પાણી એટલું ગરમ હોય છે કે ત્વચા બળવા લાગે છે અને ન્હાયા પછી પૂરા બાથરૂમમાં વરાળ થઇ જાય છે. આમ, કરવાથી થોડી વાર માટે ગરમાવો રહે છે પરંતુ આ સ્વાસ્થ્ય માટે અનેક રીતે હાનિકારક છે. આનાથી સ્કિન ઇન્ફેક્શન, બળતરા અને કરચલીઓ જલદી પડી શકે છે.
ગરમ પાણી માથા પર નાખવું
ઠંડીમાં સામાન્ય રીતે ગરમ પાણી લોકો સીધું જ માથા પર નાખતા હોય છે. આ વિશે એક્સપર્ટનું કહેવું છે કે ગમે તેટલી ઠંડી હોય તો પણ માથામાં ગરમ પાણી નાખવું જોઇએ નહીં. કોશિશ કરો કે સાદુ અને હુંફાળું પાણી માથા પર નાંખો. આમ કરવાથી ઘણી વાર હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓનું બીપી અચાનકથી વધી શકે છે અને હોસ્પિટલ જવાનો વારો આવે છે. આ સાથે જ વાળ ડ્રાય થવા લાગે છે અને ખરે છે. આંખોની રોશની પર પણ અસર પડે છે.
ઠંડીની સિઝનમાં ઘણાં લોકો ઠંડા પાણીના નળ નીચે બેસીને ન્હાતા હોય છે. આ પણ એક નુકસાનકારક પક્રિયા છે. માથા પર અચાનક ઠંડુ પાણી નાંખવાથી રક્ત કોશિકાઓ સંકોચાઇ શકે છે અને શરીરમાં બ્લડ સર્કુલેશન પર અસર પડે છે.
ઠંડીમાં ન્હાવાની સાચી રીત
એઆઇઆઇએના એક્સપર્ટ કહે છે કે ઠંડીની સિઝનમાં ન્હાવાની બેસ્ટ રીત એ છે કે સાદા ઠંડા પાણીથી માથુ ધોવો અને હુંફાળા પાણીથી સ્નાન કરો. હંમેશા અભિષેક કરીએ એ રીતે સ્નાન કરો જેમાં માથાથી લઇને પગની પાની સુધી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર