Home /News /lifestyle /

એક્સરસાઇઝ કરવાથી મોટાપાની સમસ્યા દૂર થશે? શું કહે છે ફિટનેસ એક્સપર્ટ

એક્સરસાઇઝ કરવાથી મોટાપાની સમસ્યા દૂર થશે? શું કહે છે ફિટનેસ એક્સપર્ટ

વજન ઘટાડવા માટે તમાારે સતત કસરત કરવી પડશે

Reduce Obesity: શું એક્સરસાઇઝ કરવાથી મોટાપાની સમસ્યા દૂર થાય છે? હા, તો કેટલા સમય સુધી એક્સરસાઇઝ અને અન્ય ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઇએ.

    મુંબઇ: દેશ અને દુનિયામાં મોટાપા (obesity) એક મોટી સમસ્યા બની રહી છે. મોટાપાને દૂર કરવા માટે લોકો જાત-જાતના પેંતરા અજમાવી રહ્યા છે. ઘણા લોકો જોગિંગ કરે છે, અમુલ લોકો જિમમાં જઇને એક્સરસાઇઝ (excercise) કરીને પરસેવો પાડતા હોય છે. કેટલાક લોકો તો દવાો અને માર્કેટમાં મળતા પ્રોડક્ટ પણ અજમાવતા હોય છે, પરંતુ નિષ્ણાતો આની સલાાહ આપતા નથી. આજે તમને જણાવીશું કે શું એક્સરસાઇઝ કરવાથી મોટાપાની સમસ્યા દૂર થાય છે? હા, તો કેટલા સમય સુધી એક્સરસાઇઝ અને અન્ય ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઇએ.

    શું કહે છે હાર્વર્ડ યુનિવર્સિટીનો રિપોર્ટ?

    અમેરિકાની જાણીતી હાર્વર્ડ યુનિવર્સિટી (Harvard University)ના એક રિપોર્ટ અનુસાર, શારીરિક પ્રવૃત્તિ (Physical activity)વ્યક્તિના ટોટલ એનર્જી એક્સપેન્ડિચરને વધારે છે. જે તેમને ઉર્જા સંતુલનમાં રાખવા અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તેના મતે ફિઝિકલ એક્ટિવિટીથી કમરની આજુબાજુની ચરબી (Fat) અને શરીરમાં રહેલી અન્ય ચરબી ઘટે છે. જેનાથી ફાંદ વધવાની ઘટી ઘટે છે. આ સાાથે ફિઝિકલ એક્ટિવિટીથી ડિપ્રેશન અને એન્ઝાઇટી દૂર કરવામાં મદદ મળે છે અને ફિટનેસ સારી રહે છે.

    આ પણ વંચો: આ 6 પોષક તત્વો શરીર માટે છે ખૂબ જ જરૂરી, જાણો કેવી રીતે તેમની ઉણપને પૂરી કરવી

    શું કહે છે નિષ્ણાત?

    ફોર્ટિયર ફિટનેસ (નોએડા)ના ફિટનેસ ટ્રેનર દેવ સિંહનું કહેવું છે કે, મોટાપાને દૂર કરવા માટે કસરતની સાથે હેલ્થી ડાયટ લેવું પણ એટલું જ જરૂરી છે. વજન ઘટાડવા માટે તમાારે સતત કસરત કરવી પડશે. તમામ લોકોએ એક્સરસાઇઝને રોજિંદા શેડ્યુલનો ભાગ બનાવવી જોઇએ. રોજ 45 મિનિટથી લઇને એક કલાક સુધી કસરત કરવી જોઇએ. જે લોકો જિમ જતાં નથી તેઓ આસપાસમાં આવેલા પાાર્કમાં રનિંગ અને સ્ટ્રેચિંગ (Running and stretching) કરીને પણ વજનને કન્ટ્રોલમાં રાખી શકે છે. જો તમે ઓવરઈટિંગથી દૂર રહો, સૂઇ-ઉઠવાનું અને ખાવા-પીવાનું સમય સુનિશ્ચિત કરો તો મોટાપાથી રાહત મળી શકે છે.

    ફિટનેસ ટ્રેનર દેવ સિંહ અનુસાર, વજનને કન્ટ્રોલ કરવા અને સારી ફિટનેસ માટે તમારે એક નિશ્ચિત પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને અન્ય પોષક તત્વો (Nutrients)થી ભરપૂર પદાર્થ લેવા જોઇએ. નિયમિત કસરત અને રનિંગ કરવી પડશે. આની સાથે જ તમારે લાઇફસ્ટાઇલમાં સુધારો કરવો જરૂરી છે. જો આ તમામ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે ફિટ અને તંદુરસ્ત રહી શકો છો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Exercise, Heath Tips, Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन