Home /News /lifestyle /

હનીમૂન દરમિયાન પતિ જ્યારે રૂમની બહાર હતો ત્યારે પત્ની વેઈટર સાથે શાવર લઈ રહી હતી

હનીમૂન દરમિયાન પતિ જ્યારે રૂમની બહાર હતો ત્યારે પત્ની વેઈટર સાથે શાવર લઈ રહી હતી

પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

honeymoon experience share: એક મહિલાએ લખ્યું હતું કે, બીમારીના કારણે મારૂ આખું હનીમૂન તબાહ થઈ ગયું. પહેલા દિવસે હું બીમાર પડી પણ બીજા દિવસે સાજી થઈ ગઈ તો દુર્ભાગ્યવશ મારા પતિ બીમાર પડ્યા.

  Relationship: લગ્ન બાદ લોકો એક રોમેન્ટિક અને યાદગાર હનીમૂન (honeymoon after marriage) પર જવાનું સપનું જોતા હોય છે પણ તેની હકીકત ખૂબ અલગ જ હોય છે. Whisper નામની 'સીક્રેટ ટેલિંગ એપ' દ્વારા સમગ્ર વિશ્વના લોકોએ પોતાના હનીમૂનની આપવીતી દુનિયા (honeymoon experience share) સામે રજૂ કરી હતી. સમગ્ર ટ્રિપ દરમિયાન પાર્ટનરની ઉલ્ટીઓથી પરેશાન લોકોથી લઈને સાસરિયાઓ સાથે ચોંટીને ચાલનારાઓએ હનીમૂન વખતે પોતાના સાથે થયેલી ટ્રેજેડીને શેર (tragedy on honeymoon) કરી હતી. તેમાં સેક્સને લઈ આવતી અડચણો સૌથી કોમન હતી.

  એક મહિલાએ લખ્યું હતું કે, બીમારીના કારણે મારૂ આખું હનીમૂન તબાહ થઈ ગયું. પહેલા દિવસે હું બીમાર પડી પણ બીજા દિવસે સાજી થઈ ગઈ તો દુર્ભાગ્યવશ મારા પતિ બીમાર પડ્યા. ઘરે પહોંચતા પહેલા અમે ફક્ત એક જ વખત સેક્સ કર્યું. અન્ય એક મહિલાએ લખ્યું કે, હનીમૂન પર પતિ ઉપરાંત સાસુ-સસરા પણ આવેલા. જોકે તેમનો સંબંધ લાંબો ન ચાલ્યો.

  એક મહિલાએ તો ખૂબ ચોંકાવનારી વાત જણાવી કે, હનીમૂન વખતે તેણે ભોજન પીરસનારા વેઈટરના ચક્કરમાં પોતાના પતિને દગો આપેલો. પતિ જ્યારે રૂમની બહાર હતો ત્યારે તે વેઈટર સાથે શાવર લઈ રહી હતી. પતિને તેણે નાહી રહી હોવાથી રૂમ લોક હોવાનું જણાવ્યું હતું.

  પુરૂષો પણ પોતાનું દુખ વ્યક્ત કરવામાં પાછા નહોતા પડ્યા. એક વ્યક્તિએ લખ્યું કે, ગર્લફ્રેન્ડ સાથે સહશયન માટે મેં વર્ષો સુધી રાહ જોઈ પણ હનીમૂન વખતે બંને વચ્ચે કશું ન થઈ શક્યું. તેને વિશ્વાસ જ નથી બેસતો કે તેમના લગ્ન થઈ ગયા છે. એક મહિલાએ જણાવ્યું કે, હવાઈ ખાતે હનીમૂન ટ્રિપ વખતે તેને ફુડ પોઈઝનિંગ થઈ ગયું હોવાથી દરિયા કિનારે રોમાન્સ કરવાના બદલે તે ઉલ્ટીઓ કરી રહી હતી. અન્ય એક મહિલાએ જણાવ્યું કે, તેનો પતિ હનિમૂન વખતે કોન્ડોમ પેક કરવું ભૂલી ગયેલો. પ્રેગ્નેન્સી અને ટેસ્ટના કારણે તેની ચિંતા વધી ગઈ હતી કારણ કે, તે બેબી પ્લાનિંગ માટે તૈયાર નહોતી.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિના જાતકો માટે સપ્તાહ છે આકરી મહેનતવાળું, જાણો રાશિફળ

  એક પુરૂષે પોતાનું દુખ વ્યક્ત કરતા લખ્યું કે, મારે નોકરી ફક્ત એટલા માટે છોડવી પડી કે, આખી ઓફિસમાં એ વાત ફેલાઈ ગઈ કે હું એક 'ગે' છું. મારૂ આખું હનીમૂન બગડ્યું અને હું પરેશાન હતો સાથે જ રડી પણ રહ્યો હતો. એક લવ ટ્રાયેન્ગલમાં ફસાયેલા વ્યક્તિએ લખ્યું કે, હું અને મારી પત્ની અલગ થઈ રહ્યા છીએ અને બહું જલ્દી તે મારી એક્સ વાઈફ બની જશે. અમે બંને અલગ થઈએ તે પહેલા જ તે પરાયા મર્દ સાથે હનીમૂન માટે રવાના થઈ ગઈ છે.

  આ પણ વાંચોઃ-વડોદરાઃ મંગેતરને મળીને આવતી યુવતીને કારે અડફેટે લેતા મોત, લગ્ન પહેલા પુત્રીના મોતથી પરિવારનું હૈયાફાટ રુદન

  એક મહિલાએ જણાવ્યું કે, લગ્ન બાદ સૌથી પહેલા તેણે એક પોલીસ રિપોર્ટ પર હસ્તાક્ષર કરવા પડ્યા કારણ કે, તેમના હનીમૂન માટે વાપરવાના પૈસા ચોરાઈ ગયા હતા. અન્ય એક મહિલાએ પોતાના પતિનો મિત્ર હંમેશા સાથે હોય છે જેથી તે પતિ સાથે એકલી નથી જઈ શકતી અને તેના પ્લાન બગડે છે તેવી ફરિયાદ કરી હતી.. હનીમૂન વખતે પણ પતિના મિત્રના કહેવાથી ટ્રિપમાં તેનું સાથે જવાનું કેન્સલ થયું હતું. એક નવવિવાહિત પુરૂષે પોતે ગે હોવાના કારણે હનીમૂન દરમિયાન પત્ની સાથે એક પણ વખત ઈન્ટીમેટ ન થઈ શક્યો હોવાનો અનુભવ વર્ણવ્યો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકની આત્મહત્યા, કાળુ- રાજુ-ભગા રબારી સહિત પાંચ લોકોના ત્રાસનો આક્ષેપ

  એક મહિલાએ પોતાના પતિનો મિત્ર હંમેશા સાથે હોય છે જેથી તે પતિ સાથે એકલી નથી જઈ શકતી અને તેના પ્લાન બગડે છે તેવી ફરિયાદ કરી હતી.. હનીમૂન વખતે પણ પતિના મિત્રના કહેવાથી ટ્રિપમાં તેનું સાથે જવાનું કેન્સલ થયું હતું.
  Published by:ankit patel
  First published:

  Tags: Honeymoon, Relationship, પતિ-પત્ની

  આગામી સમાચાર