દેખાવડા બાળક માટે પત્નીએ લીધો અનોખો નિર્ણય, પતિ પણ થયો સ્તબ્ધ

News18 Gujarati
Updated: December 17, 2018, 4:16 PM IST
દેખાવડા બાળક માટે પત્નીએ લીધો અનોખો નિર્ણય, પતિ પણ થયો સ્તબ્ધ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
એક પત્ની માટે તનો પતિ જ બધાથી હેન્ડસમ અને દેખાવડો હોય છે, પરંતુ એક મહિલા એવી પણ છે જેને લગ્નના ત્રણ વર્ષ પછી નથી લાગતું કે તેનો પતિ દેખાવડો છે. આટલા સુધી તો ઠીક પણ મહિલાએ હદ તો ત્યારે કરી જ્યારે તેણીએ સ્પર્મ ડોનરની શોધખોળ શરૂ કરી. મહિલાનું કહેવું છે કે સુંદર બાળક માટે તે કોઇ દેખાવડા પુરુષનું સ્પર્મ જરૂરી છે. આ વાત ટૂંક સમયમાં જ ઇન્ટરનેટ પર ફેલાઇ ગઇ અને હાલ મહિલા ફેમશ થઇ ગઇ છે.

અહીં ક્લિક કરી વાંચો આલા ખાચરના 'જસદણ' ની આબરૂ રાખજો, મતદારો!

દુનિયાભરમાં ફેમશ થયા બાદ મહિલાના પતિએ Reddit પર આપવીતી જણાવી, જેમાં તેણે લખ્યું કે અમે ફેમિલી પ્લાનિંગ કરવાનું નક્કી કર્યું. તો મારી પત્નીએ કહ્યું કે તે સ્પર્મ ડોનરની મદદથી બાળક ઇચ્છે છે. આ પાછળનો તર્ક એવું હતું કે આવું કરવાથી બાળકનું જીવન ભવિષ્યમાં સારું રહેશે.

જ્યારે પતિને પત્નીની આ વાત સમજ ન આવી તો તેણે સમગ્ર વિગત વિસ્તારથી જાણવાનો પ્રયાસ કર્યો. જે અંગે પત્નીએ જણાવ્યું કે જો અટ્રેક્ટિવ અને સમજદાર વ્યક્તિના જીન્સથી બાળકને જન્મ આપશે તો બાળકનું જીવન સારું રહેશે. તે ખુશીથી જીવન વિતાવી શરશે.

30 વર્ષિય પતિ પોતાની પત્નીની આ વાત સાંભળી ને જ સ્તબ્ધ થઇ ગયો. તે દુઃખમાં ગરકાવ થઇ ગયો, પરંતુ તેણે પત્નીની આનોખી ઇચ્છા ઇન્ટરનેટ યૂઝર્સ સાથે શેર કરી. પતિએ લખ્યું કે હું ખુબ જ દુખ અનુભવી રહ્યો છું. મારી પત્ની નથી સમજતી કે મારા સ્પર્મથી પણ બાળકનો જન્મ થઇ શકે છે. પતિએ જણાવ્યું કે તેની પત્ની એટલા માટે આવું કરી રહી છે કારણ કે તેણીને લાગે છે કે તે દેખાવડો નથી.

પતિએ લખ્યું કે મારી પત્ની સ્માર્ટ છે, પરંતુ એટલી સુંદર પણ નથી, તેનો ચહેરો પણ ઠીક છે, જવાનીના દિવસોમાં પણ તે અટ્રેક્ટિવ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દુખી પતિએ બાદમાં આ પોસ્ટને અપડેટ કરી અને પછી જે લખ્યં તે વાંચીને લોકો પણ હેરાન થઇ ગયા અને ગુસ્સે પણ. પતિએ પોસ્ટ અપડેટ કર્યા બાદ લખ્યું કે તેની પત્નીને સ્પર્મ ડોનર મળી ગયો છે અને એ શખ્સ સાથે તેણીનું અફેર પણ શરૂ થઇ ગયું છે.આ પણ વાંચો 20 ડિસેમ્બર સુધી પતાવી લો જરુરી કામ, સતત પાંચ દિવસ બેંક રહેશે બંધ

પતિની અપડેટેડ પોસ્ટ પ્રમાણે પત્ની મને દગો આપી રહી છે, તેણે બાળક માટે સુંદર ડોનર પસંદ કર્યો છે, જેની સાથે તે મળી બાળકને જન્મ આપશે. શખ્સે છેલ્લે લખ્યું કે ટૂંક સમયમાં જ તલાક આપી રહ્યો છું, પત્નીનું જીવન કોર્ટમાં બરબાદ કરી નાખીશ.
First published: December 17, 2018, 4:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading