Home /News /lifestyle /Benefits of Drinking Warm Water: વેઈટ લોસથી બ્લડ સર્ક્યુલેશન સુધી, શિયાળામાં ગરમ પાણી પીવાના આ 6 ફાયદા જાણી લો
Benefits of Drinking Warm Water: વેઈટ લોસથી બ્લડ સર્ક્યુલેશન સુધી, શિયાળામાં ગરમ પાણી પીવાના આ 6 ફાયદા જાણી લો
ગરમ પાણી પીવાથી તમારા શરીરના મેટાબોલિક રેટમાં સુધારો થાય છે જેથી ડાઈજેશનથી જોડાયેલી સમસ્યા દૂર થાય છે. (Image credit- Shutterstock)
Benefits of Drinking Warm Water: ગરમ પાણી પીવાથી તમારા શરીરના મેટાબોલિક રેટ (metabolic rate)માં સુધારો થાય છે જેથી ડાઈજેશનથી જોડાયેલી સમસ્યા દૂર થાય છે. ઠંડા પાણીની સરખામણીએ ગરમ પાણી શરીરમાં વધુ ફાયદો કરે છે.
Benefits of Drinking Warm Water: ઉનાળામાં શરીરને હાઈડ્રેટ (hydration in body) રાખવાની જરૂરિયાત સૌ સારી રીતે સમજે છે. પરંતુ શું તમે જાણો છો કે શિયાળામાં ઓછું પાણી પીવાથી બોડી ડિહાઈડ્રેટ થવાની શક્યતા વધુ હોય છે? તમે ગરમ પાણી પી ને શરીરને ડિહાઈડ્રેશનથી બચાવી શકો છો. શિયાળામાં ગરમ પાણી પીવાના અન્ય ફાયદા (Benefits of Drinking Warm Water in winter) પણ છે, જેના વિશે તમને કદાચ ખ્યાલ નહીં હોય.
1. પાચન સુધરે છે- એક સ્ટડી મુજબ, ગરમ પાણી પીવાથી તમારા શરીરના મેટાબોલિક રેટ (metabolic rate)માં સુધારો થાય છે જેથી ડાઈજેશનથી જોડાયેલી સમસ્યા દૂર થાય છે. ઠંડા પાણીની સરખામણીએ ગરમ પાણી શરીરમાં વધુ ફાયદો કરે છે. તેનાથી કબજિયાત, પાઈલ્સ અને ફિસર જેવી ખતરનાક બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. આ તમામ બીમારીઓ ઓછું પાણી પીવાને લીધે થાય છે.
2. બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો- ઠંડીમાં આપણું બ્લડ પ્રેશર (Blood Pressure) ઉનાળાની સરખામણીએ વધુ રહે છે. ઠંડીની ઋતુમાં આપણી રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે, તેથી બ્લડ પ્રેશર વધી જાય છે. ગરમ પાણી આ રક્તવાહિનીઓને ફેલાવાનું કામ કરે છે, જેથી સર્ક્યુલેશન (blood circulation)માં સુધારો થાય છે. જોકે, તેની અસર અંગે બહુ ઓછું રિસર્ચ થયું છે.
3. શરીરના દુખાવામાં રાહત- ઠંડીની ઋતુમાં ઘણાં લોકોને માંસપેશીઓ ખેંચાવાની અને દુખાવાની ફરિયાદ રહે છે. તાપમાનમાં ઘટાડો થતાં જ ઇન્જરી અને સાંધાના દુખાવાની સમસ્યા વધવા લાગે છે. આવી સ્થિતિમાં ગરમ પાણી માત્ર સ્નાયુઓમાં તાણ અને માથાના દુખાવામાં રાહત નથી આપતું, પણ પીરિયડ્સ (Benefits of drinking warm water during periods) દરમ્યાન પેટના ખેંચાણને પણ ઘટાડે છે.
4. વેઈટ લોસ (Drinking warm water for weight loss)- ઠંડીમાં મેટાબોલિઝમ રેટ ઘટવાને લીધે આપણું વજન વધવા લાગે છે. ઘણાં અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગરમ પાણી આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને શરીરમાં જમા થનારી ચરબી ઓછી (warm water for weight loss) કરે છે, જે વાસ્તવમાં મોટાપા માટે જવાબદાર છે. તેથી તેને નિયંત્રિત કરવા માટે તમારે દિવસની શરૂઆત ગરમ પાણીથી કરવી જોઈએ.
5. નાક અને ગળાની સમસ્યા- શિયાળામાં ચા જેવા ગરમાગરમ પીણાં વહેતું નાક, ઉધરસ, ગળામાં ખરાશ કે જકડાઈ જવાની સમસ્યામાં ત્વરિત રાહત આપી શકે છે. ગરમ પાણી કફ, ઉધરસ અને શરદીની સમસ્યામાં પણ રાહત આપે છે. શિયાળામાં ગરમ પાણી ઉધરસ, શરદીના ચેપની તીવ્રતા પણ ઘટાડે છે, કારણ કે તેમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા હોય છે.
6. ધ્રુજારીથી રાહત- કેટલાક લોકો ઠંડા હવામાનને બિલકુલ સહન કરી શકતા નથી. તેમનું શરીર સતત ઠંડીથી ધ્રુજતું રહે છે. આવી સ્થિતિમાં ગરમ પાણી તેમાંથી રાહત આપે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર