#કામની વાત: બાળકના જન્મ પછી, સ્ત્રીઓમાં સેક્સની ઈચ્છા ઘટી જાય છે?

News18 Gujarati
Updated: May 29, 2018, 3:30 PM IST
#કામની વાત: બાળકના જન્મ પછી, સ્ત્રીઓમાં સેક્સની ઈચ્છા ઘટી જાય છે?

  • Share this:
એક સંશોધનમાં આ વાત પ્રકાશમાં આવી હતી કે બાળક નાનું હોય તેવી સ્ત્રીઓમાં કોમોત્તેજના ઓછી જોવા મળી.

બાળકના જન્મ પછી, સ્ત્રીઓમાં સેક્સની ઇચ્છા ઘટી જાય છે?
વાંચો સેક્સોલોજિસ્ટનો જવાબ

 
પ્રશ્ન: શું એક-બે બાળકોનાં જન્મ પછી મહિલાઓમાં કોમોત્તેજના ઉત્તેજના ઓછી થાય છે?
# સેક્સોલોજિસ્ટ ડી. પારસ શાહજવાબ:
લગ્નના શરૂઆતના બે-પાંચ વર્ષ વચ્ચેનું આકર્ષણ બંને વચ્ચે પ્રેમ અને સેક્સને તાજો રાખે છે. એવું માનવામાં આવે છે કે એક કે બે બાળકોના જન્મ પછી, સ્ત્રીઓનો લૈંગિક ઉત્તેજના ઘટી જાય છે. એક સંશોધનમાં એ વાત સામે આવી છે કે બાળકના જન્મ પછી લૈંગિક ઉત્તેજના સ્ત્રીઓમાં ઓછી જોવા મળી હતી. નાના બાળકની માતામાં અપરિણીત સ્ત્રી અથવા વિવાહિત માણસ કરતાં પણ ઓછી સેક્સની ઇચ્છા જોવા મળી હતી.અમદાવાદના ગાયનેકોલોજિસ્ટ અને ઈન્ફર્ટિલીટી સ્પેશલિસ્ટ ડૉ. અર્ચના શાહે 16 થી 20 વર્ષની કુલ 1269 મહિલા અને પુરુષોની સેક્સ લાઈફ પર સર્વે કર્યો, જેમાં પાછળના કેટલાક વર્ષોમાં પોતાની સેક્સલાઈફમાં મોટી સમસ્યામાં ફસાયેલા પુરુષો કરતા વધુ સંખ્યા મહિલાઓની હતી. 41% મહિલાઓએ જણાવ્યું કે ગયા વર્ષમાં એકાદ મહિના એવા હતા જેમાં તેમને સેક્સલાઈફમાં રસ ઓછો થી ગયો હતો. જ્યારે દસમાંથી એક મહિલાએ જણાવ્યું કે તેમની સેક્સ ઈચ્છા પાછળના 6 મહિના કરતાં ઓછી થઈ ગઈ છે. તે લાંબા સમયથી આ સમસ્યાથી પીડાતા હતા.

મોટા ભાગે નાનાં બાળકો વાળી માઁ લાંબા અથવા ટૂંકા ગાળા માટે સેક્સની ઇચ્છા ઘટી જવાની સમસ્યાથી પીડાય છે. અપરિણીત પુરુષોની તુલનામાં, વિવાહિત પુરુષોમાં સેક્સની સમસ્યા ઘણી ઓછી જોવા મળી.

પ્રથમ સેક્સ
સંશોધન માં સામે આવ્યું કે પહેલી વાર સેક્સ સમયના કડવા અનુભવોથી પસાર થનાર મહિલા કે પુરુષ પોતાની સેક્સ લાઈફમાં અન્ય લોકો કરતા વધુ સમસ્યાઓથી પીડાતા હતા. તેઓ સેક્સક્ષમતા દેખાડવાની આતુરતા, પરાકાષ્ઠા સુધી પહોંયવાની અક્ષમતા, ઝડપથી સ્ખલીત થઈ જવા જેવી સમસ્યાઓથી પીડિત હતા.

જેમ જેમ સ્ત્રી અને પુરુષની ઉંમર વધતી જાય છે તેમ તેમ સેક્સની સમસ્યાઓ પણ વધી જાય છે. નાદુરસ્ત લોકોની તુલનામાં સ્વસ્થ લોકોમાં સેક્સની સમસ્યાઓ ઓછી હોય છે. જેઓ પોતાની સેક્સ સમસ્યાઓ પાર્ટનર સાથે શેર કરે છે તેમની સમસ્યાઓ શેર નહીં કરનારા કપલ કરતા અડધી ઘટી જતી હતી.

સેક્સ દરમિયાન વધુ થાકી જવું
સ્ત્રી હોય કે પુરુષ, 20 થી 40 વર્ષની ઉંમરે આ સમસ્યા જોવા મળતી હોય છે. નાની ઉંમરના બાળકો ધરાવતી મહિલાની જવાબદારી વધુ હોય છે. બાળકના જન્મથી શરીર આવેલી નબળાઇમાંથી તેઓ જલ્દી પ્રાપ્ત નથી કરી શકતા. સાથે નોકરીનું દબાણ પણ રહેલું હોય છે. તેથી તેઓ વધુ થાકેલા લાગે છે. અને આ સમય દરમિયાન તેઓ સેક્સ વિશે વિચારતા નથી.

પતિ-પત્ની એકબીજાને ખુલ્લા મને નથી કહી શકતા કે સેક્સ એ જીવનની સૌથી મહત્વની વસ્તુ છે. જો તેઓ એકબીજા સાથે મુક્ત રીતે વાત કરે અને સાથીની જરૂરિયાતને ધ્યાનમાં રાખે તો જીવન વધુ ખુશ અને સંતુષ્ટ બનશે.

(ડૉ. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કન્સલ્ટન્ટ સેક્સોલોજિસ્ટ છે.)

જો તમારા મનમાં કોઈ પ્રશ્નો અથવા જિજ્ઞાસા હોય તો તમે આ સરનામા પર અમને એક ઇમેઇલ મોકલી શકો છો. ડૉ. શાહ તમારા બધા પ્રશ્નોના જવાબ આપશે.
First published: May 29, 2018, 2:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading