ધર્મ, વિજ્ઞાન, આયુર્વેદ પ્રમાણે તર્ક : આ માટે ઉપવાસમાં નથી ખવાતું અનાજ

News18 Gujarati
Updated: April 5, 2019, 4:14 PM IST
ધર્મ, વિજ્ઞાન, આયુર્વેદ પ્રમાણે તર્ક : આ માટે ઉપવાસમાં નથી ખવાતું અનાજ
પ્રતિકાત્મક તસવીર

Chaitra navratri 2019 આવતી કાલથી શરૂ થાય છે. જેમાં દેવી પૂજન અને વ્રત કરવામાં આવે છે.

  • Share this:
ભારતીય પરંપરાઓમાં આખો દિવસ કંઇપણ ખાધા વગર રહેવુ તેને વ્રત કહેવાય છે. હિંદૂ ધર્મમાં વ્રત રાખવું ઘણું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. Chaitra navratri 2019 આવતી કાલથી શરૂ થાય છે. જેમાં દેવી પૂજન અને વ્રત કરવામાં આવે છે. આ નવ દિવસમાં કરાયેલ વ્રતનાં કેટલાક નિયમ પણ હોય છે. મહત્વપૂર્ણ નિયમોમાંથી એક છે કે નવ દિવસ સુધી અન્ન ખાવુ નહીં. સાથે જ ડુંગળી, લસણ અને નોનવેજ પણ ખાવા ન જોઇએ.

નવરાત્રીમાં માત્ર ફળાહાર જ કેમ?

Chaitra navratri 2019માં કેટલાક લોકો માત્ર ફળ ખાઇને જ નવ દિવસનાં વ્રત રાખે છે. તમે ફળ, જૂસ, દૂધ અને માવાની મીઠાઇ પણ ખાઇ શકો છો. પરંતુ અનાજનું સેવન નથી કરતા. તેની પાછળ પણ કારણ છે.

આ પણ વાંચો: આવતીકાલથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી, જાણો ઘટ સ્થાપનનું મુહૂર્ત

શું કહે છે ધર્મ?

ધાર્મિક માન્યતાઓની માનીએ તો વ્રત કરવાથી શરીર શુદ્ધ અને મન સાફ થાય છે. આ જ કારણે વ્યક્તિ ભગવાનની સાધના શાંતિથી કરી શકે છે. આવું કરવાથી તેની ઇચ્છાશક્તિ પ્રબળ થાય છે. કહેવામાં આવે છે કે જે લોકો વ્રત કરે છે તે ઇશ્વરની વધારે નજીક થાય છે. જ્યોતિષોનું કહેવું છે કે વ્રત કરવાથી દેવી દેવતાઓ ખુશ થાય છે.
Loading...

શું કહે છે વિજ્ઞાન?

Chaitra navratri માટે વ્રત રાખવામાં ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક કારણો પણ છે. માત્ર ધર્મ જ નહીં, વ્રત ઉપવાસનાં મહત્વને વિજ્ઞાન પણ માને છે. વર્ષમાં બે વાર આવતી નવરાત્રી દરમિયાન મોસમ બદલાતો હોય છે અને બદલાતા મોસમમાં શરીરને રોગમુક્ત રાખવા માટે નવ દિવસનાં વ્રત લાભકારી હોય છે.

શું કહે છે આયુર્વેદ?

પ્રાચીન સમયમાં તપસ્વી અને મુનિ કઠોર તપ કરે છે અને આ દરમિયાન તેઓ માત્ર ફૂલ, ફળ અને પ્રવાહી વસ્તુઓનું જ સેવન કરે છે. આ કારણે તેમનું શરીર ઝેરી તત્વોથી દૂર રહે છે. આયુર્વેદ પ્રમાણે જ્યારે મોસમ બદલાય છે તો માંસાહાર, લસણ, ડુંગળી વગેરેનું સેવન કરવું હિતાવહ નથી. આ બદલાતી મોસમમાં રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય છે. એટલા માટે હલકુ ભોજન સ્વાસ્થ્ય માટે સારૂં હોય છે. આયુર્વેદ પ્રમાણે વ્રત રાખવાથી પાચન તંત્ર સારૂ રહે છે.
First published: April 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...