શું તમે જાણો છો જિન્સમાં નાનું ખિસ્સું કેમ હોય છે?

News18 Gujarati
Updated: July 8, 2018, 2:48 PM IST
શું તમે જાણો છો જિન્સમાં નાનું ખિસ્સું કેમ હોય છે?
શું તમે જાણો છો જિન્સમાં નાનું ખિસ્સું કેમ હોય છે?

  • Share this:
જીવનમાં કેટલીક એવી વાતો હોય છે જે આપણી સામે છે, રોજ તેનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તે કેમ છે તે નથી જાણતાં. એવી જે એક મિસ્ટ્રી છે કે જિન્સમાં ખિસ્સાની અંદર આપેલું નાનું ખિસ્સું કેમ આપવામાં આવ્યું હોય છે.

આ ખિસ્સુ એટલું નાનુ હોય છે કે લોકો તેમાં સિક્કા, ચોકલેટ કે કોન્ડમ રાખતા હોય છે પરંતુ આજે આપણે જોઈએ આ ખિસ્સુ મુકવા પાછળનું કારણ શું છે.

આ કોયડાને જીન્સ અને ટેક્સટાઇલ એક્સપર્ટે લેવી સ્ટ્રોસે (જેને આપણે લિવાઇસના નામથી ઓળખીએ છીએ) ઉકેલતા કહ્યું હતું કે સૌથી પહેલા આ પોકેટની શરૂઆત તેણે જ કરી હતી. આ કોઇ સામાન્ય પોકેટ નથી પરંતુ ‘વોચ પોકેટ’ કહેવાય છે અને તેને કાઉબોયઝ માટે ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેથી તે તેમાં પોતાની ઘડીયાળ રાખી શકે.

18મી શતાબ્દીમાં કાઉબોયઝ પોતાના વેસ્ટકોટ પર ચેનવાળી ઘડીયાળ પહેરતા હતા. આપણે જાણીએ છીએ તે રીતે જીન્સ પહેલા મજૂરો અને ખેડૂતો માટે બનાવવામાં આવતા હતાં. તેમના ઘડીયાળ તૂટતાં બચાવવા માટે લિવાઇસે આ નાનું પોકેટ જીન્સમાં આપવાનું શરૂ કર્યું હતું.
First published: July 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading