Home /News /lifestyle /

શું તમે જાણો છો લેડિઝ પેન્ટીમાં કેમ હોય છે નાનું પોકેટ?

શું તમે જાણો છો લેડિઝ પેન્ટીમાં કેમ હોય છે નાનું પોકેટ?

Interesting facts information: કેટલીક વસ્તુઓ ખૂબ જ સામાન્ય હોય છે. જેમ કે જીન્સમાં નાના ખિસ્સા, બ્રામાં બો અને અન્ડરવેરમાં ખિસ્સા. શું તમે ક્યારેય નોંધ્યું છે કે મહિલાઓના અન્ડરવેરમાં વજાઈનલ એરિયાની નજીક એક નાના પોકેટ જેવો ભાગ હોય છે.

Interesting facts information: કેટલીક વસ્તુઓ ખૂબ જ સામાન્ય હોય છે. જેમ કે જીન્સમાં નાના ખિસ્સા, બ્રામાં બો અને અન્ડરવેરમાં ખિસ્સા. શું તમે ક્યારેય નોંધ્યું છે કે મહિલાઓના અન્ડરવેરમાં વજાઈનલ એરિયાની નજીક એક નાના પોકેટ જેવો ભાગ હોય છે.

વધુ જુઓ ...
મહિલાઓ માટે ડિઝાઈન કરાયેલા તમામ કપડાં ફેશન સાથે ઘણો સંબંધ ધરાવે છે. પરંતુ ફેશન સિવાય પણ ઘણી વસ્તુઓ ખૂબ જ એવી હોય છે, જે તેમના માટે ખૂબ જરૂરી છે. મહિલાઓની ફેશનની વાત કરીએ તો, જીન્સ-પેન્ટથી લઈને તેમના અંડરગારમેન્ટ્સ સુધી તમને ઘણી સ્ટાઈલ જોવા મળશે, પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ ખૂબ જ સામાન્ય હોય છે. જેમ કે જીન્સમાં નાના ખિસ્સા, બ્રામાં બો અને અન્ડરવેરમાં ખિસ્સા. શું તમે ક્યારેય નોંધ્યું છે કે મહિલાઓના અન્ડરવેરમાં વજાઈનલ એરિયાની નજીક એક નાના પોકેટ જેવો ભાગ હોય છે.

આ પાછળનો તર્ક ડિઝાઇન અને આરામ બંને સાથે સંબંધિત છે. તો ચાલો આજે અમે તમને મહિલાઓના અન્ડરવેર સાથે જોડાયેલા કેટલાક તથ્યો વિશે જણાવીએ જે ફેશન ઉપરાંત જરૂરિયાત પર પણ આધારિત છે.

આખરે કેમ હોય છે મહિલાઓની પેન્ટીમાં ખિસ્સું?

કોઈપણ અન્ડરવેર (સ્ત્રીઓ અને પુરુષો) ના નીચેના ભાગને ગસેટ કહેવામાં આવે છે. આ ક્રોચ વિસ્તાર (વેજીનલ એરિયા)ને આવરી લેવા માટે છે. તે સામાન્ય રીતે એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે સ્વચ્છતા અને એબ્જોર્વેસીનું ધ્યાન રાખે છે.

પરંતુ મહિલાઓના ગસેટમાં બીજા કપડાને એવી રીતે સિવવામાં આવે છે કે તે ખિસ્સા જેવો આકાર બને છે. ગસેટ એરિયાની વચ્ચે કોઈ સ્ટીચિંગ નથી જેથી મૂવમેન્ટમાં કોઈ તકલીફ ન પડે અને સાથે જ તેનું ફેબ્રિક પણ ખૂબ જ નરમ હોય છે અને નાયલોન, સાટિન વગેરે જેવા ઘણા અન્ડરવેરમાં અહીં સુતરાઉ એટલે કે કોટનનુ કાપડ લગાવવામાં આવે છે. જો કે તેના ગળના ભાગમાં કોઈ સિલાઈઆ જોવા મળતી નથી તે માત્ર કાપડ છે.અહીં અન્ય ખિસ્સા જેવું કાપડ લગાવવામાં આવે છે જેથી મહિલાઓને વધુ ફ્રીડમ મળી શકે.

  • તે વજાઈનલ ડિસ્ચાર્જને શોષવામાં વધુ અસરકારક છે.

  • આ ફેબ્રિક વજાઈનાને વધુ કંફર્ટ આપે છે, કારણ કે તે વધુ નરમ હોય છે અને તેનાથી કોઈપણ પ્રકારનું ઘર્ષણ થતું નથી.

  • સ્ત્રીઓની યોનિમાંથી એસિડિક સ્રાવ બહાર આવે છે, જેના કારણે પેન્ટી બ્લીચ થઈ જાય છે અને તેનો રંગ બદલાવા લાગે છે. આ કલરમાં થયેલા ફેરફાર બહાર ન દેખાય અને તે અંદરના કપડામાં જ રહે તે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

  • આ કાપડ વજાઈનામાંથી આવતા વધારાના ભેજને શોષી લે છે.


જાણો આ 5 સંકેતને જે બતાવે છે તમારી કમજોર રોગપ્રતિકારક શક્તિ

કેમ બન્ને તરફથી નથી સિવવામાં આવતુ કાપડ?

વધારાનું કાપડ લગાવવું એ વાત તો ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ બની શકે કે તમારા મગજમાં પણ આ વાત આવી રહી હોય કે બંને બાજુથી સિવેલા કેમ નથી? આના પણ બે કારણો છે.

ઘણી વખત જો અંડરવેર નબળી ગુણવત્તાના મટિરિયલથી બનાવવામાં આવે છે, તો આ કિસેસામાં સિલાઈ જલ્દી થઈ જાય અને વેજાઈનલ ડિસકમ્ફર્ટ પણ ન થાયા તે માટે આ ફેબ્રિક લગાવવામાં આવે છે. બીજું મહિલાઓના અન્ડરવેરની જે પ્રકારની ડિઝાઈન હોય છે, તેમાં વેજાઈનાને સતત હવા મળતી રહે અને તેમાં ધસારો ન થાય અને તે ભાગ સુકો રહે તે માટે પણ આ કાપડ લગાવવામાં આવે છે, જો તે બંને બાજુથી સીવેલું હોય તો તે વધુ અનકમ્ફર્ટેબલ રહેશે અને ચેપનું જોખમ પણ રહેશે.

એક એવો રોગ કે જેમાં થયા કરે છે બીજાથી જલન

કયા મટિરિયલનો કરાય છે ઉપયોગ?

આ ગસેટનો વધારાનો ભાગ હંમેશા કોટન અથવા કોટન મિક્સ કપડાથી બનાવવામાં છે. કેટલીક બ્રાન્ડ્સ સિલ્ક મિક્સ ફેબ્રિકનો પણ ઉપયોગ કરે છે, પરંતુ આ હંમેશા કુદરતી ફેબ્રિક હોય છે. જે કંફર્ટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તો હવે તમે સમજી જ ગયા હશો કે આખરે આ અન્ડરવેરનું કાપડ કેટલું મહત્વનું છે અને તેને આ રીતે કેમ રાખવામાં આવે છે. અન્ડરવેરના ફેબ્રિક વિશે વાત કરીએ તો, તે હંમેશા તે એવી રીતે પસંદ કરવું જોઈએ કે તેમાં હવા પસાર થઈ શકે. જેથી કરીને ડિસકમ્ફર્ટનો શિકાર ન બનવું પડે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Fashion, Lifestyle, Woman

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन