પલાળેલી મગફળીમાં મેથીનાં દાણા અને અજમો નાંખીને કેમ ખાવા જોઇએ?

News18 Gujarati
Updated: December 12, 2019, 1:54 PM IST
પલાળેલી મગફળીમાં મેથીનાં દાણા અને અજમો નાંખીને કેમ ખાવા જોઇએ?
પ્રતિકાત્મક તસવીર

સ્વસ્થ રહેવા લોકોએ સવારે પૌષ્ટિક નાસ્તો જરૂરથી કરવો જોઈએ.

  • Share this:
અંકિત કારીઆ
(HOD, Yog ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન)

લાઇફસ્ટાઇલ ડેસ્ક : જ્યારથી આપણે જન્મ લઈએ ત્યારથી શરીરને શક્તિ ની જરૂરિયાત રહે છે. આ શક્તિ આપણને બે સ્ત્રોતમાંથી મળે છે. એક ઊંઘ અને બીજું ભોજન. ઊંઘ સૌ કોઈને લેવી જ પડે છે. દિવસમાં છ થી આઠ કલાકની પૂરતી ઊંઘ લેવી જ જોઈએ. ભોજન આપણે બે કારણોથી કરીએ છે એક શક્તિ પ્રાપ્ત કરવા માટે અને બીજું સ્વાદની આશા પૂરી કરવા માટે.

પેટ અડધું ભરાય તેટલું ખાવું જોઇએ

એક સામાન્ય વ્યક્તિએ દરરોજ સરેરાશ ૨૦૦૦ કેલરી નું ભોજન કરવું જોઇએ. જે વ્યક્તિને શારીરિક શ્રમ વધારે રહેતો હોય તેને 10થી 20 ટકા વધારે એટલે કે ૨૨૦૦ થી ૨૪૦૦ કેલેરી ભોજન લેવું જોઈએ. જેનું શારીરિક શ્રમ ઓછો રહેતો હોય એ 10થી 20 ટકા ઓછું એટલે કે ૧૬૦૦ થી ૧૮૦૦ કેલેરી ભોજન લેવું જોઈએ. પરંતુ કેલેરી ને ધ્યાનમાં રાખી ભોજન લેવું તે ઉચિત પણ નથી. સામાન્ય રીતે તેમ કહી શકાય કે જેટલી ભૂખ હોય તેનાથી ઓછું ખાવું જોઈએ અને પેટ ભારે લાગે તેવું ખાવું ના જોઇએ. ભૂખથી થોડું ઓછુ ખાવ અથવા તો પેટ અડધું ભરાય તેટલું, ચોથો ભાગ પાણી માટે અને ચોથો ભાગ હવા માટે ખાલી રાખવો જોઈએ.

સારા સ્વાસ્થ્ય માટે ત્રણ કઇ વસ્તુઓ જરૂરી? દિવસમાં પર્યાપ્ત ભોજન લેવું જોઇએ. સ્વસ્થ લોકોએ સવારે પૌષ્ટિક નાસ્તો જરૂરથી કરવો જોઈએ. એના લગભગ ચારથી પાંચ કલાક પછી બપોરનું ભોજન અને તેના ૩ થી ૪ કલાક પછી સુપાચ્ય નાસ્તો જેમાં ફળ હોવું જોઈએ અને સાંજે સૂર્યાસ્ત ની આજુ બાજુ ના બે કે ત્રણ કલાક પહેલા ભોજન લેવું જરૂરી બને છે. રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ લેવામાં આવે તો તે ખુબ સારું રહે છે. સારું સ્વાસ્થ્ય રાખવા માટે 3 ચીજ મહત્વની બને છે એક ભોજન બીજું વ્યાયામ ત્રીજું આરામ.

દરરોજ વહેલું ઊઠવું જોઈએ મોડામાં મોડું ૭ વાગ્યા સુધીમાં અને ૩ થી ૪ કિ.મી જેટલું ચાલવું જોઈએ. જરૂર પડે તો સાંજે પણ થોડું ચાલવા જવું જોઈએ. ચાલવા જઈએ ત્યારે ઊંડા શ્વાસ લેવા છોડવા ની પ્રવૃત્તિ કરવી જોઈએ. સાથે સાથે વિચાર સાથે રાખો કે મારા સ્વાસ્થ્યમાં સુધાર આવી રહ્યો છે. ચાલવા જાવ તે સિવાય દોડવું, સાયકલ ચલાવવી, કોઈપણ પ્રકારનો ખેલકૂદ, યોગ વગેરે સારા ઉપાય છે‌. સવારે ચાલવા જઈએ તો ભૂખ પણ સારી લાગે છે.

આ પણ વાંચો : 7 દિવસમાં ઉતારશે 3-5 કિલો વજન અજમાવી જુઓ આ ડાયટ પ્લાન

પલાળેલી મગફળી અને એમાં થોડા મેથીના દાણા અને થોડોક અજમો

આ સમયે પૌષ્ટિક પદાર્થોનું સેવન કરવું જોઇએ. જેમકે, અંકુરિત મગ, પલાળેલી મગફળી, આમળા, સંતરા મોસંબીનો રસ વગેરે લેવાં જોઈએ. ભોજનમાં રોજ અંકુરિત અન્ન જરૂરથી લેવું જોઈએ. અંકુરિત અન્ન પૌષ્ટિકતા અને ખનીજ લવણ ની માત્રા વધારે છે, એમાં પણ મગ સર્વોત્તમ છે. ચણા, અંકુરિત અથવા પલાળેલી મગફળી અને એમાં થોડા મેથીના દાણા અને થોડોક અજમો નાખીએ તો પણ ઘણા રોગોની સામે પ્રભાવી ઈલાજ કરે છે.

મોસમી તાજા લીલા શાકભાજી, ફળ વગેરે ખૂબ જ ખાવા જોઇએ. જેટલું બની શકે તેટલું કાચુ ખાવ અથવા તો અડધું બાફેલું અને ઓછા મસાલા સાથેનું ખાઓ. એક રોટલી ખાઓ તો તેની ચાર ગણી શાકભાજી પોતાના ભોજનમાં લ્યો. ભોજન બિલકુલ સાદું લેવું જોઈએ. પ્રસાદના રુપમાં ગ્રહણ કરવું જોઇએ. શાંત પ્રસન્ન અને નિશ્ચિંતતા પૂર્વક લેવું જોઈએ. તેને બરાબર ચાવી-ચાવીને ખાવું જોઈએ. ખાતી વખતે વાત ન કરવી જોઈએ અને ના તો હસવું જોઈએ. એકાગ્રચિત થઈ ભોજન કરવું જોઇએ. ભોજનની સાથે પાણી ઓછામાં ઓછું પીવો. ભોજન જો કડક અને લુખ્ખું હોય તો બેથી ચાર ઘુંટ અવશ્ય પીવો. પણ યાદ રહે દિવસમાં ઓછામાં ઓછું બે લીટર પાણી તો અવશ્ય પીવું જોઈએ. સવારે ઉઠીને 2 થી 4 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. બપોરે ભોજન કર્યાના થોડા સમય પછી છાસ અને રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ જરૂરથી લેવું જોઈએ. ભોજનમાં સ્વાદ વધારે તેવી વસ્તુ જેમ કે, મરચું, ડુંગળી, લસણ, ખાટી વસ્તુઓ વગેરેનો પ્રયોગ ઓછામાં ઓછાં કરવાં અને બની શકે તો ના કરો. ત્રણ સફેદ વસ્તુઓ મીઠું, મેદો અને ખાંડ બને તેટલો વધુ ત્યાગ કરો અને ન લો તો વધુ સારું. રોજ સાંજે નિવૃત્ત થઈ ગયા પછી રાત્રે દસ વાગ્યાની આસપાસ સુઈ જવાનો આગ્રહ રાખવો.

 
First published: December 12, 2019
વધુ વાંચો
अगली ख़बर