Parenting Tips: તમારા બાળકોની અન્ય બાળકો સાથે ક્યારેય ના કરો સરખામણી, થઈ શકે છે આવું નુકસાન

Parenting Tips: તમારા બાળકોની અન્ય બાળકો સાથે ક્યારેય ના કરો સરખામણી, થઈ શકે છે આવું નુકસાન

Good Parenting Tips: બાળકોમાં માતાપિતા પોતાનું ભવિષ્ય જુએ છે. જે વસ્તુઓ પોતે નથી મેળવી શક્યા તે બાળકો (Child) મેળવે તેવી ઈચ્છા રાખે છે

  • Share this:
Good Parenting Tips: બાળકોમાં માતાપિતા પોતાનું ભવિષ્ય જુએ છે. જે વસ્તુઓ પોતે નથી મેળવી શક્યા તે બાળકો (Child) મેળવે તેવી ઈચ્છા રાખે છે. આવી સ્થિતિમાં બાળક પાછળ રહી જાય તો માતાપિતાને ચિંતા થવા લાગે છે. જેના કારણે તેઓ લાગણીમાં આવીને બાળકની સરખામણી (Parenting Tips)કરવા લાગે છે અને તેમના પર દબાણ લાવે છે. અલબત આ પ્રયત્ન કારગર નીવડતો નથી.

માતા પિતા બાળકની વારંવાર સરખામણી (Compare) કરે તો બાળકમાં નેગેટિવ લાગણીઓ ઉત્પન્ન થવા લાગશે અને માતાપિતાનો હેતુ પણ સિદ્ધ થશે નહીં. આવી સ્થિતિમાં સમય જતાં નેગેટિવ લાગણીઓ સમસ્યાનું સ્વરૂપ લઈ શકે છે. જેથી કોઈ પણ બે બાળકો એક સમાન નથી હોતા અને સરખામણી કરવાથી બાળકના ગુણ દબાઈ જશે તે જાણવું જરૂરી છે.

સકારાત્મક રહેવું

માતા-પિતા વિચારે છે કે, પોતાના બાળકની સરખામણી અન્ય બાળક સાથે કરવામાં આવશે તો તે ઝડપથી શીખી લેશે. પણ આવું થતું નથી. બાળકને કોઈ વસ્તુ અંગે કઈ રીતે વિચારતો કરવો તે તમારા સારા પેરેન્ટિંગ (Good Parenting) પર આધારિત છે. જેથી સારા માતાપિતા બનવા પોતાની જાતને સકારાત્મક બનાવવી જરૂરી છે.

આ પણ વાંચો - 1940ના સમયમાં જીવે છે આ જુવાનજોધ કપલ, જુનવાણી જીવનશૈલીના કારણે એકબીજા માટે છે ભરપૂર સમય

સરખામણી કરવી સારી વાત નથી

બાળકનો વિકાસ આસપાસના માહોલ મુજબ થાય છે. શારીરિક, સામાજિક ક્ષમતા અને કોઈ કામ કરવાની કુશળતા સહિતની બાબતોનો વિકાસ તેના ઘર અને આસપાસના વાતાવરણ પર આધાર રાખે છે. જો કોઈ બે બાળકોનો ઉછેર અલગ અલગ વાતાવરણમાં થયો હોય તો તેમની પદ્ધતિ પણ જુદી હશે. જેથી બાળકો વચ્ચે સરખામણી કરવી યોગ્ય નથી.

સરખામણી કરવાથી થાય છે આવું નુકસાન

બાળકની સરખામણી કરવાના કારણે તમારું અને બાળક વચ્ચેનું અંતર વધી શકે છે અને અન્ય તકલીફોનો પણ સામનો કરવો પડી શકે છે. સરખામણી કરવાના કારણે બાળક પર દબાણ ઊભું થાય છે અને જ્યારે બાળકો તમારી આશાઓ પર ખરું ઉતરી શકતું નથી, ત્યારે તે તણાવમાં રહેવા લાગે છે. આટલું જ નહીં, તે પોતાની સફળતાનો આનંદ પણ માણી શકતું નથી. તેના મનમાં દર વખતે હારવાની બીક ઘર કરી જાય છે.

વિશ્વાસ રાખવો આવશ્યક

તમને તમારા બાળક પર ભરોસો છે, તેવો અનુભવ તમારા બાળકને હંમેશા કરાવો. જેના કારણે બાળકના વિકાસ પર અસર થશે. આવું કરવાથી બાળક ખોટું કામ કરવાથી દૂર રહેશે.

વખાણ કરો

બાળકોને આગળ વધવાની હિંમત મળે તે માટે તેની નાની સિદ્ધિઓની પ્રશંસા કરો.

ધીરજ જરૂરી

બાળકને લાડ લડાવવાની સાથે ધીરજ પણ જરૂરી છે. બાળકને સુધરવાની તક આપવી જોઈએ અને તેમની સાથે સમય વિતાવવો જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપેલી માહિતી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published: