Home /News /lifestyle /ભોજન સાથે કાકડી ખાતા હોવ તો બંધ કરી દેજો, નહીં તો..જોઇ લો VIDEO
ભોજન સાથે કાકડી ખાતા હોવ તો બંધ કરી દેજો, નહીં તો..જોઇ લો VIDEO
જાણો કાકડી વિશે વધુમાં.
Avoid Cucumber With Meal: દરેક લોકો જાણે છે કે ખીરા કાકડી વજન ઉતારવા માટે સૌથી બેસ્ટ છે. ખીરા કાકડીનું સેવન કરવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે એ વાત સાચી છે પરંતુ શું તમે જાણો છો ખીરા કાકડી અને ભોજન એક સાથે ના કરવું જોઇએ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મોટાભાગના લોકો સલાડમાં કાકડી ખાતા હોય છે. આ સાથે જ વજન ઘટાડવા માટે કાકડીને સૌથી બેસ્ટ માનવામાં આવે છે. કાકડી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. જો કે આ બધી જ વાત સાચી છે પરંતુ શું તમે જાણો છો કાકડી અને ભોજન એક સાથે ના કરવું જોઇએ? આ વિશે ડો. અલકા વિજયનને પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક વાત શેર કરી છે જેમાં તેઓ જણાવે છે કે કાકડી સાથે ભોજન ખાવાનું ટાળે છે. આ સાથે જ ડો. અલકા બીજા લોકોને પણ કાકડી અને ભોજન સાથે ના ખાવાની સલાહ આપે છે.
તમને જણાવી દઇએ કે સામાન્ય રીતે કાકડીની તાસીર ઠંડી હોય છે. આ સાથે જ કાકડીમાં ભરપૂર પ્રમાણમાં પાણી રહેલું હોય છે. આ વિશે ડોક્ટર પોતાના દર્દીઓને પણ કાકડી અને ભોજન એક સાથે ખાવાની ના પાડે છે. આમ, તમને જણાવી દઇએ કે કાકડીને જ્યારે તમે ખોરાક સાથે મેચ કરીને ખાઓ છો ત્યારે તમને પાચન સંબંધિત સમસ્યાઓ ઊભી કરે છે. આ બન્નેનું કોમ્બિનેશન એવુ છે જે શરીરમાં પચવામાં વાર લાગે છે જેના કારણે ગેસ જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.
આમ, ડોક્ટર આ વિશે વધુમાં વાત કરતા જણાવે છે કે જ્યારે તમે કોઇ પણ રસોઇ તૈયાર થઇ જાય છે ત્યારે એમાં ગરમીને કારણે અનેક ઘણાં ફેરફારો થઇ ગયા છે જેના કારણે પ્રો ઇન્ફ્લામેન્ટરીની સમસ્યા થઇ શકે છે, જેના કારણે તમને શરીરમાં પીડા તેમજ સોજા આવવાના ચાન્સિસ વધી જાય છે.
આમ, જો તમે કાકડી ખાવા ઇચ્છો છો તો indianexpress.com અનુસાર નિષ્ણાંત સ્વાતિ બથવાલ આ વિશે જણાવે છે કે કાકડીમાં પાણીનું પ્રમાણ સારુ હોવાથી એ તમારું વજન ઘટાડે છે. આ સાથે જ કાકડીમાં રહેલા નાના-નાના બી તમને કબજીયાત જેવી સમસ્યામાંથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે.
આમ, જો તમે વજન ઉતારવા માટે કાકડી ખાવા ઇચ્છો છો તો ખાસ કરીને કાકડીને પહેલા ધોઇ લો અને પછી એની છાલ સાથે જ ખાઓ. તમે છાલ વગરની કાકડી ખાઓ છો તો એનાથી હેલ્થને કોઇ ફાયદો થતો નથી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર