Home /News /lifestyle /વ્હિસ્કીમાં શા માટે ઠંડું પાણી ન ઉમેરવું જોઈએ? શું કહે છે એક્સપર્ટસ? શું છે તેની પાછળનું વિજ્ઞાન?

વ્હિસ્કીમાં શા માટે ઠંડું પાણી ન ઉમેરવું જોઈએ? શું કહે છે એક્સપર્ટસ? શું છે તેની પાછળનું વિજ્ઞાન?

વ્હિસ્કીને પીવાની સાચી રીત

How to drink Whiskey: નિષ્ણાતોના મતે ખાવા પીવાની કોઈપણ ચીઝ હોય કે ડ્રિંક્સ જ્યારે તે ઠંડી હોય છે, ત્યારે આપણી સ્વાદ ગ્રંથિઓ તેના સ્વાદને બરાબર સમજી શકતી નથી. તેનો અસલી સ્વાદ ત્યારે જ ખબર પડે છે જ્યારે તે ગરમ હોય છે. એટલે જ ગરમ બિયરનો સ્વાદ કડવો હોય છે અને ઠંડી બિયર આસાનીથી પી શકાય છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: વ્હિસ્કી કે અન્ય કોઈ આલ્કોહોલમાં પાણી ઉમેરવું કે નહીં તે ભારે ચર્ચાનો વિષય છે. હકીકતમાં મોટાભાગના વાઇન નિષ્ણાતો માને છે કે, હાર્ડ ડ્રીંક એટલે કે દારૂને એના મૂળ રૂપમાં જ પીવું જોઈએ. તેમાં કંઈપણ મિક્સ કર્યાં વગર મજા માણવી જોઈએ. જોકે, ભારત અને એશિયન દેશોના લોકોના સ્વાદની પેલેટ, ત્યાં ઉપલબ્ધ પીણાંની ગુણવત્તા અને હવામાનને કારણે દારૂમાં પાણી ઉમેરવું સામાન્ય બાબત છે. લોકો દારૂમાં માત્ર પાણી જ નહીં જ્યૂસ, સોડા, એનર્જી ડ્રિંક્સ ને ખબર નહીં એવું અલગ અલગ બધું ભેળવીને પીવે છે. આલ્કોહોલના કડવા સ્વાદને સંતુલિત કરવા ઉપરાંત તે શરીરને હાઇડ્રેટ પણ કરે છે. ઘણા લોકો ઠંડા પાણીમાં વ્હિસ્કી મિક્સ કરીને પીવાનું પસંદ કરે છે.

ખાદ્ય નિષ્ણાંતોનું માનવું છે કે દારૂમાં ભળેલા પાણીના તાપમાનનું આગવું મહત્વ છે. તે દારૂના સ્વાદ અને ફ્લેવર પર ભારે અસર કરે છે. જે લોકો પાણીના તાપમાનનું મહત્વ સમજે છે, તેઓ જ હાર્ડ ડ્રિંકના સ્વાદને વધુ સારી રીતે સમજી શકે છે. ખરેખર દરેક વ્યક્તિની સ્વાદ ગ્રંથિઓ જુદા જુદા તાપમાન મુજબ જુદા જુદા સ્વાદનો અનુભવ કરે છે. નિષ્ણાતોના મતે ખાવા પીવાની કોઈપણ ચીઝ હોય કે ડ્રિંક્સ જ્યારે તે ઠંડી હોય છે, ત્યારે આપણી સ્વાદ ગ્રંથિઓ તેના સ્વાદને બરાબર સમજી શકતી નથી. તેનો અસલી સ્વાદ ત્યારે જ ખબર પડે છે જ્યારે તે ગરમ હોય છે. એટલે જ ગરમ બિયરનો સ્વાદ કડવો હોય છે અને ઠંડી બિયર આસાનીથી પી શકાય છે.

કેટલું હોવું જોઈએ પાણીનું તાપમાન?


વાઈન એક્સપર્ટ મુજબ આપણા સ્વાદની ગ્રંથિઓ 15થી 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વચ્ચે સૌથી વધુ સંવેદનશીલ હોય છે અને વધુ સારી રીતે કામ કરે છે. 35 ડિગ્રી સેલ્સિયસ પર સ્વાદની ગ્રંથિઓ સંપૂર્ણપણે ખુલેલી હોય છે અને વસ્તુ ચાખ્યા પછી આપણાં મગજ ને સ્વાદ અને ફલેવર વિશે સ્પષ્ટ સંદેશો મોકલે છે. જો પીણાં અથવા ખાદ્ય પદાર્થોનું તાપમાન 15 ડિગ્રીથી ઓછું હોય તો સ્વાદની ગ્રંથિઓ મગજને સ્પષ્ટ સંદેશ મોકલી શકતી નથી. જેના કારણે સ્વાદ વિશે જાણવું શક્ય બનતું નથી. એટલે કે જ્યારે તમે એકદમ ઠંડી બિયર પીશો, ત્યારે તેઓ અમારા સ્વાદની પૅલેટને મ્યૂટ કરી દે છે અને તેના કારણે સ્વાદ સમજાતો નથી.એવાંમાં જો કોઈ વ્યક્તિ મોંઘી માલ્ટાનો સ્વાદ એકદમ ઠંડી કરીને પીશે તો એને સ્વાદ ખબર પડશે નહીં અને તેનો કોઈ મતલબ રહેશે નહીં. એટલે જ નિષ્ણાતો મોંઘા દારુમાં મિશ્રણ કર્યા વિના પીવાની સલાહ આપે છે. નિષ્ણાતોનું માનવું છે કે વ્હિસ્કીનો સાચો સ્વાદ જાણવા માટે પાણીનું તાપમાન ઓરડાના તાપમાથી વધુ હોવું જોઈએ.

વ્હિસ્કીને ટમ્બલર ગ્લાસમાં સર્વ કરવાનું કારણ


જો તમે નોંધ્યું હોય તો વ્હિસ્કી મોટે ભાગે ટમ્બલર ગ્લાસમાં પીરસવામાં આવે છે. જેનું તળિયુ જાડું અને ભારે હોય છે. હેવી બોટમનો હેતુ વ્હિસ્કીની કુદરતી ગરમીને જાળવી રાખવાનો છે. જેથી જે સપાટી પર ગ્લાસ મૂકવામાં આવે છે તેનું તાપમાન પીરસવામાં આવતા વાઇનના તાપમાન કરતા વધારે ન હોય. વાઈનના ગ્લાસની નીચેનો ભાગ લાંબો હોય છે જેને સ્ટેમ કહેવામાં આવે છે. વાઇન નિષ્ણાતો તેને પકડીને જ પીવાની ભલામણ કરે છે. કારણ કે તેનાથી પાણીનું તાપમાન બદલાઈ ન જાય.

(ડિસ્ક્લેમર : આ માહિતી ખોરાક અને પાણીના નિષ્ણાતોની સલાહમાંથી લેવામાં આવી છે. અમારો ઉદેશ્ય માહિતી પૂરી પાડવાનો છે, અમે દારૂ પીવા માટે સમર્થન કરતા નથી.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Science, Wine, પાણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन