કેન્સરથી માંડીને ચહેરા પરની કરચલીઓને દૂર કરે છે ડુંગળી, તમને ખબર નહીં હોય આ ઉપાયો

કેન્સરથી માંડીને ચહેરા પરની કરચલીઓને દૂર કરે છે ડુંગળી, તમને ખબર નહીં હોય આ ઉપાયો
કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે.

કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે.

 • Share this:
  ગરમીમાં ડુંગળી ખાવાના અનેક ફાયદા હોય છે. સામાન્ય રીતે કાચી ડુંગળીનું સેવન આપણે સલાડ તરીકે કરીએ છે. કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. જેમા સલ્ફર, એમિનો એસિડ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. ગરમીમાં તમે ડુંગળી અને કાચી કેરી ખમણી અથવા ઝીણી સમારી એમાં મીઠું, આખું જીરુ અને જો તીખું જોઈતું હોય તો લાલ મરચું ભભરાવી આ કચુંબર જમવાની સાથે લેઇ શકો છો. એ સિવાય ફક્ત ડુંગળીનું કચુંબર પણ ખાઈ શકાય. દિવસમાં બે વાર ખાવામાં આવે તોય વાંધો નર્હી. ડુંગળી-કેરીની આ રીતે બનાવેલી ચટણી  કે છુંદો, ફ્રિજમાં સ્ટોર કરીને પણ રાખી શકાય. તો આજે આપણે જોઈએ ડુંગળી ખાવાથી થતા ફાયદાઓ.

  • ઉનાળામાં જેમ શરીરની ગરમી વધે છે એમ શરીરમાં ઍસિડિટી અને પિત્તનું પ્રમાણ પણ વધતું જાય છે, જેના લીધે છાતીમાં બળતરા, ખાધા પછી પેટમાં અનઇઝી લાગવું, ખાટા ઓડકાર આવવા જેવી અનેક સમસ્યાઓ થાય છે, અને આ સમસ્યાઓનું નિવારણ કાંદાથી લાવી શકાય.  • ખૂબ તડકામાં જઈને આવીએ ત્યારે ક્યારેક નાકમાંથી નસકોરી ફૂટીને લોહી નીકળવાની તકલીફ થાય છે. આ તકલીફમાં પણ ડુંગળી લાભ આપે છે. નસકોરી ફૂટે ત્યારે જો કાચી ડુંગળી કાપીને એ સૂંઘવામાં આવે તો લોહી વહેતું રોકાય છે.

  • ખરાબ ખાણીપીણી અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણથી ખાસ કરીને લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પીડાય છે. જેના માટે રોજ બે ચમચી ડુંગળીનો રસ પીઓ જોઇએ. જેનાથી કિડનીમાં પથરીની સમસ્યાથી હંમેશા માટે રાહત મળે છે.

  • કેન્સર જેવી ખતરનાક બીમારીથી બચવા માટે રોજ કાચી ડુંગળીનું સેવન કરો. જેમા રહેલા સલ્ફર શરીરમાંથી કેન્સરના સેલ્સ ખતમ કરવા માટે મદદરૂપ થાય છે. કાચી ડુંગળી કેન્સર માટે બેસ્ટ માનવામાં આવે છે.

  • હેર ગ્રોથ માટે ડુંગળીનું તેલ ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે. કાંદામાં રહેલો સલ્ફર વાળને ખરતા અટકાવી નવો ગ્રોથ આપે છે. ડુંગળીનો રસ પણ વાળમાં લગાવી શકો છો.

  • કાંદામાં રહેલું સલ્ફરનું પ્રમાણ તેને ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી બનાવે છે. શરીરમાં જ્યારે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય ત્યારે ડુંગળી ખાવાથી એ ટ્રીટમેન્ટ ઝડપી થાય છે.

  • વિટામિન એ, સી અને ઈથી ભરપૂર એવી ડુંગળી નિયમિત ખાવાથી ચહેરા પર આવતી વૃદ્ધત્વની નિશાનીઓ એટલે કે કરચલીઓને પણ દૂર રાખી શકાય છે. કાંદામાં રહેલું વિટામિન સી સ્કિનને ચમકદાર બનાવવા માટે ખૂબ મહત્વનું છે.


  આ પણ વાંચો - કોરોના સામે રોગપ્રરતિકારક શક્તિ ટકાવી રાખવા આ ઉપાય અજમાવવાનું ચૂકશો નહીં

  આ પણ જુઓ - 
  Published by:News18 Gujarati
  First published:May 26, 2020, 15:39 pm