Home /News /lifestyle /

આપણે ઈચ્છીએ કે મચ્છરોનો થાય ખાતમો પરંતુ વૈજ્ઞાનિકો મચ્છરોને બચાવવા કરી રહ્યા છે મથામણ, જાણો કેમ?

આપણે ઈચ્છીએ કે મચ્છરોનો થાય ખાતમો પરંતુ વૈજ્ઞાનિકો મચ્છરોને બચાવવા કરી રહ્યા છે મથામણ, જાણો કેમ?

મચ્છરનો પ્રતિકાત્મક ફોટો

know how mosquitoes are useful: શું તમે જાણો છો કે મચ્છરો પણ વિશ્વ માટે અન્ય જીવો જેટલા જ જરૂરી અને લાભકારી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જો મચ્છરોનો દુનિયામાંથી કાતમો થઈ જાય તો વિશ્વ અને પર્યાવરન માટે ઘણું નુકસાન થઈ શકે છે. આખરે એવું તો શું કે મચ્છરોને બચાવવા માટે વિયજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
  મચ્છરો (Mosquitoes) ની વાત આવે એટ્લે દરેકને તેવી ઈચ્છા થાય કે મચ્છરોનો નાશ જ થઈ જવો જોઈએ જેથી તેને કરડવાની તકલીફથી બચી શકાય. વૈજ્ઞાનિકો પણ તેવું જ કઈક ઈચ્છી રહ્યા છે કે મચ્છરજન્ય રોગોનો વિશ્વમાંથી નાશ થાય. પરંતુ શું તમે જાણો છો કે મચ્છરો પણ વિશ્વ માટે અન્ય જીવો જેટલા જ જરૂરી અને લાભકારી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જો મચ્છરોનો દુનિયામાંથી કાતમો થઈ જાય તો વિશ્વ અને પર્યાવરન માટે ઘણું નુકસાન થઈ શકે છે. આખરે એવું તો શું કે મચ્છરોને બચાવવા માટે વિયજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે.

  વેબ દુનિયાના એક અહેવાલ પ્રમાણે 'ધ કાનવરસેશન' ના રિપોર્ટ અનુસાર ,મચ્છર એ જંતુની એક મોટી પ્રજાતિ છે (Species of mosquitoes).મચ્છરોને ઉડતા જંતુઓની શ્રેણીમાં રાખવામા આવ્યા છે. આપને જણાવી દઈએ કે મચ્છર અને તેના બચ્ચા લારવા બન્નેથી એક બીજાથી તદ્દન વિપરીત છે. મચ્છરોને માત્ર બે જ પાંખ હોય છે જ્યારે મધમાખી જેવા જંતુઓને 4 પાંખો હોય છે. ઘણી ફલાય માત્ર ચટકા ભરવા વાળી જ હોય છે. જેમાં હોર્સફલાય પણ આવી જાય છે પરંતુ મચ્છર આ બધામાં સામાન્ય છે.

  આ પણ વાંચો: Tips and Tricks: કબૂતરના ચરકથી બાલ્કની થાય છે ગંદી? અજમાવો આ ટ્રિક, ચપટીમાં થઈ જશે સાફ

  મચ્છરોને બચાવવા જરૂરી


  વૈજ્ઞાનિકો મચ્છરોને વિશ્વ માટે આવશ્યક માને છે, તેમ છતાં તેમને નાબૂદ કરવાને બદલે તેને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કારણ કે મચ્છર પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકો અનુસાર વિશ્વમાં મચ્છરોની લગભગ 3500 પ્રજાતિઓ છે અને તે બધા એક બીજાથી ખૂબ જ અલગ છે. કેટલાક રાત્રિ દરમિયાન વધુ એક્ટિવ હોય છે જ્યારે કેટલાક દિવસ દરમિયાન વધુ સક્રિય રહેતા હોય છે.

  'માદા' મચ્છર સૌથી ખતરનાક


  આપને જાણીને નવાઈ લાગશે કે માત્ર માદા મચ્છર જ મનુષ્યનું લોહી ચૂસે છે કારણ કે તેના દ્વારા તેઓ ઈંડા મૂકી શકે છે. નર મચ્છર જીવિત રહેવા માટે ફૂલોનો રસ ચૂસી લે છે. જો માદા મચ્છર કોઈ માનવ કે પ્રાણીનું લોહી ચૂસે જેના શરીરમાં કોઈ ગંભીર રોગ કે વાયરસ હોય તો જ્યારે માદા મચ્છર બીજા માણસને કરડે તો તે વાયરસ ફેલાવી શકે છે. મચ્છરની આટલી બધી પ્રજાતિઓમાંથી માત્ર 40 પ્રજાતિઓની માદાઓ અત્યંત જોખમી હોઈ શકે છે, જેનાથી મેલેરિયા જેવા જીવલેણ રોગો થાય છે.

  જો મચ્છર ન હોત તો દુનિયામાં શું થાત?


  હવે આપણે જાણીએ છીએ કે શા માટે મચ્છર વિશ્વ માટે જરૂરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મચ્છરોના અદ્રશ્ય થવાને કારણે પર્યાવરણ અને ઈકોસિસ્ટમ વચ્ચેનું સંતુલન ખોરવાઈ શકે છે. આવા અનેક જીવો છે જે આ મચ્છરોને ખાય છે. મચ્છર અથવા તેમના લાર્વા દેડકા, ડ્રેગનફ્લાય, કીડી, કરોળિયા, ગરોળી, ચામાચીડિયા વગેરે જેવા જીવોનો ખોરાક છે. તેથી જો મચ્છર અદૃશ્ય થઈ જાય, તો ઘણા જીવો પાસે ખાવા માટે ખૂબ જ ઓછો ખોરાક હશે. આ તેમના અસ્તિત્વને જોખમમાં મૂકી શકે છે.

  આ પણ વાંચો: Health: સાવધાન! ભૂલથી પણ ત્રણ વસ્તુઓનું સેવન દહીંની સાથે ન કરશો, નહીં તો ખરાબ તબિયતનો કરવો પડશે સામનો

  આ સિવાય ઘણા મચ્છર પરાગનયન (pollination) માં મદદ કરે છે. આ પ્રોસેસ હેઠળ, તેઓ છોડના પરાગને લે છે અને તેને અલગ-અલગ જગ્યાએ છોડે છે, જેના કારણે અલગ-અલગ જગ્યાએ નવા છોડ ઉગે છે. તેઓ મધમાખીઓની જેમ પરાગનયન કરી શકતા નથી પરંતુ તે જરૂરી છે. એટલા માટે ઘણા વૈજ્ઞાનિકો એવા મચ્છર તૈયાર કરવામાં લાગેલા છે જે મચ્છર જેવા હોય, અન્ય જીવો તેને ખાઈ શકે. જેથી પર્યાવરણની ઈકો સિસ્ટમ જળવાઈ રહે. પરંતુ તેના કરડવાથી માણસોને અથવા જેમને કોઈ રોગ થતો નથી તેને કોઈ નુકસાન થતું નથી.
  Published by:Rahul Vegda
  First published:

  આગામી સમાચાર