જાણો છો, ૨૧ જૂનનાં દિવસે જ 'વિશ્વ યોગ દિવસ' કેમ ઉજવાય છે

જાણો છો, ૨૧ જૂનનાં દિવસે જ 'વિશ્વ યોગ દિવસ' કેમ ઉજવાય છે
યોગ દિવસની પ્રતિકાત્માક તસવીર

સંયુક્ત રાષ્ટ્ર સભામાં આની ગંભીરતાથી નોંધ લેવામાં આવી અને આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો,

 • Share this:
  અંકિત કારીઆ, (HOD, Yog) ફ્રેનીબેન દેસાઇ ફાઉન્ડેશન

  ભારતના વર્તમાન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની સભામાં સૂચન કર્યું હતું.  વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે કહ્યું હતું કે, “યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા, આરોગ્ય અને સુખાકારી માટે નો સકારાત્મક અભિગમ છે. તે ફક્ત કસરત ન રહેતા, આપણા અંતઃઅકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ બને છે. યોગ એ આપણી જીવનશૈલીમાં બદલાવ લાવી જાગૃત્તતા ઉત્પન્ન કરશે. તે આપણને આબોહવા પરિવર્તન સાથે લડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આપણે સૌ એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.”

  આ પણ વાંચો : 'રોગ' શું છે ? તે કેવી રીતે પેદા થાય છે ?

  સંયુક્ત રાષ્ટ્ર સભામાં આની ગંભીરતાથી નોંધ લેવામાં આવી અને આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ ૨૦૧૫ થી ૨૧ મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું.

  આજે આ પુરા વિશ્વમાં ઉજવવામાં આવનાર ૫મું વર્ષ હશે.

  પુરુ વિશ્વ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું આજીવન ઋણી રહેશે.પણ ઘણાં લોકોને વિચાર આવતો હશે કે ૨૧ જૂન, વિશ્વ યોગ દિવસ શેની માટે મનાવવામાં આવે છે કોઈ બીજો દિવસ કેમ નહીં. ૨૧ જૂનનાં દિવસે જ વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે તેની પાછળ ચોક્કસ કારણો છે.

  આ પણ વાંચો :  યોગ એટલે શું? આ રીતે કરવાથી થશે અઢળક ફાયદા

  ૧. ૨૧ જૂનનો દિવસએ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે. આ દિવસે સૂરજ જલ્દી ઉદય થાય છે અને જલ્દી અસ્ત થાય છે.

  ૨. આ દિવસે સૂર્યના તેજ સૌથી વધારે પ્રભાવી હોય છે અને પ્રકૃતિની ઉર્જા સૌથી વધારે સકારાત્મક હોય છે.

  ૩. આજ દિવસે ભગવાન શિવે યોગના પ્રચાર-પ્રસાર માટે સપ્તર્ષિ ઓને યોગની શિક્ષા આપી હતી.

  તો આવો આપણે સૌ કોઈ ભેગા મળી આ યજ્ઞ માં - આસપાસમાં જ્યાં પણ વિશ્વ યોગ દિવસ વિશેષ યોગાભ્યાસ આયોજન થયું હોય ત્યાં હાજરી પુરાવી કાંઈ નહીં તો એક દિવસ માટે યોગાભ્યાસ કરી આહુતિ આપીએ. જો આપ ખુદ આપની સંસ્થામાં નિઃશુલ્ક વિશ્વ યોગ દિવસ વિશેષ યોગાભ્યાસ આયોજન કરાવવા માંગતા હો તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો.

  અંકિત કારીઆ (૯૪૨૮૩૫૩૬૨૩)
  First published:June 15, 2019, 15:15 pm

  टॉप स्टोरीज