શું તમને મોડી રાતે જમવાની ટેવ છે ? તો થઇ જાવ સાવધાન

News18 Gujarati
Updated: August 13, 2019, 3:33 PM IST
શું તમને મોડી રાતે જમવાની ટેવ છે ? તો થઇ જાવ સાવધાન
પ્રતિકાત્મક તસવીર

રાત્રે મોડેથી ભોજન લેવું ઘણા લોકોની મજબૂરી પણ હોય છે. ઘણા લોકોને આદત હોય છે અને ઘણા લોકો ફેશન સ્ટેટસ તરીકે લેતા હોય છે.

  • Share this:
અંકિત કારીઆ, (HOD, Yog) ફ્રેનીબેન દેસાઇ ફાઉન્ડેશન

આ ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો જાણે-અજાણે, મને કે કમને મોડી રાત્રે ભોજન લેતા હોય છે. રાત્રે મોડેથી ભોજન લેવું ઘણા લોકોની મજબૂરી પણ હોય છે. ઘણા લોકોને આદત હોય છે અને ઘણા લોકો ફેશન સ્ટેટસ તરીકે લેતા હોય છે.
કારણ ગમે તે હોય પણ તે શરીર માટે હાનિકારક છે. જે લોકો મોડેથી ભોજન લે છે તે લોકો અન્ય વ્યક્તિની સરખામણીમાં સામાન્ય રીતે વધુ ભોજન લે છે.

વહેલા જમવાનો સમય નથી

ઘણા લોકો પોતાના કામમાં એટલા બધા પરોવાયેલા હોય છે કે સમય - સમય ઉપર ભોજન કરવું તે પણ તેમની માટે એક કામ બની જાય છે. સમયની વ્યસ્તતાને કારણે ઝડપથી ભોજન ગ્રહણ કરી લે છે. ઘણા લોકો પોતાના રોજિંદા કામને એટલું બધું મહત્વ આપે છે કે સમયસર ભોજન ગ્રહણ કરતા નથી અને સુવાના થોડા સમય પહેલાં જ ભોજન ગ્રહણ કરે છે, જ્યારે કે સૌ કોઈને ખબર છે રાત્રિ ભોજન ગ્રહણ કરવાને અને રાત્રી વિશ્રામ વચ્ચે ત્રણ કલાક નું અંતર હોવું જરૂરી છે.

મોડી રાતે જમવું રોગને આમંત્રણ આપે છે
Loading...

હકીકતમાં, રાત્રિના સમયે શરીરમાં પાચનક્રિયા અને મેટાબોલિઝમ પ્રોસેસ મંદ પડી જાય છે. જેને કારણે ભોજન ને પચતા ઘણી વાર લાગે છે. ન પચેલો ખોરાક પેટમાં ફેટ રૂપે જમા થાય છે. આ રોગને આમંત્રણ આપવાનું પ્રમુખ કારણ છે. રાત્રિ વિશ્રામની થોડી મિનિટો પહેલા જ ભોજન ગ્રહણ કરવાના કારણે સ્થુળતા આવે છે.

"જલ્દી ખાવા અને જલદી સુવાથી આયુષ્ય વધે છે"

આપણે વડીલોએ આપણને કહ્યું હતું કે "જલ્દી ખાવા અને જલદી સુવાથી આયુષ્ય વધે છે" આ વાત બિલકુલ સાચી છે. ગ્રામીણ વિસ્તારમાં આજે પણ જોવા જઈએ તો તે લોકો વધુ તંદુરસ્ત દેખાય છે. જેનું પ્રમુખ કારણ "જલ્દી ખાવા અને જલદી સુવાની" આ ટેવ છે. જૈન માં પણ ચોવિહારની વ્યવસ્થા છે. જેમાં સૂર્યાસ્ત એટલે કે સાંજના છ વાગ્યા પહેલા ભોજન ગ્રહણ કરી લેવાનું હોય છે. એક સુંદર પ્રથા છે.

ઘણા લોકો માટે રાતનું ભોજન તેમનું મુખ્ય ભોજન જેવું હોય છે તેઓ તેનું કારણ તેવું બતાવે છે કે તેમની પાસે ભોજન લેવાનો સમય જ નથી. આ ભોજનમાં તેઓ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે લે છે. મતલબ કે રોટલી ભાત વગેરે જે કોલેસ્ટ્રોલને વધારે છે. આ પ્રકારનું ભોજન હૃદયના રોગો માટે આમંત્રણ છે.


શહેરી જીવનમાં જીવતા ઘણા લોકોને રાત્રીની નોકરી હોય છે. તેઓને માટે સવાર રાત્રી અને રાત્રી સવાર હોય છે. આવા લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે તેમનાં ભોજનમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય અને ભોજન પચવામાં બિલકુલ હલ્કો હોવો જોઈએ. આવા લોકોએ રાત્રે ભૂખ્યા રહેવું તે પણ હાનીકારક છે. રાત્રે ઓછુ ખાવું, પરંતુ અમુક અમુક સમયના અંતરાલે થોડું ખાતા રહેવું જોઈએ.

કેવુ ભોજન લેવું?

બને ત્યાં સુધી ભોજન શાકાહારી હોવું જોઈએ, પચવામાં હલકો હોવો જોઈએ અને તેની માત્રા યથોચિત હોવી જોઈએ. જે લોકોને રાત્રે મોડેથી ભોજન લેવાની આદત હોય છે તેમને સ્થુળતા, અલ્સર, અનિદ્રા, ઉચ્ચ રક્તચાપ, મધુમેહ,‌ તનાવ,‌ હ્રદયનાં રોગ, માનસિક રોગ, માંસપેશીઓમાં દર્દ વગેરે રોગો થઇ શકે છે.

રાત્રીમાં વધારે તૈલી, જંક ફુડ, મસાલેદાર, આઈસક્રીમ જેવી ચરબી વાળી અને કાર્બોહાઇડ્રેટ વાળી વસ્તુઓથી બચવુ જોઈએ. સ્વાદની ચિંતા ઓછી અને સ્વાસ્થ્યની ચિંતા વધુ રાખવી. રાત્રે લીલા શાકભાજી, સલાડ આહાર તરીકે લો. રાત્રે ખીચડી અને દુધ લઈ શકતા હો તો જરૂરથી લો કે જેથી પચવામાં વાંધો ના આવે. ભુખ કરતા થોડું ઓછું ભોજન ગ્રહણ કરો. હલકો અને સુપાચ્ય શાકાહારી ભોજન પસંદ કરો. બની શકે તો રાત્રી ભોજનનો સમય નિશ્ચિત રાખવો અને ભોજન ઉપરાંત દાંતની સફાઈ જરૂરથી કરી લેવી.

 આ પણ વાંચો : જો આ વાતોનું રાખશો ધ્યાન તો નહીં પડે દવાઓની પણ જરૂર

તમે જ્યારે રાત્રિભોજન અને નિંદ્રા વચ્ચે ત્રણ કલાક કે તેથી વધુનો સમય રાખો છો તો બની શકે છે કે રાત્રે સુતા પહેલા અથવા તો અડધી રાતે તમને થોડીક ભૂખ લાગે, તો આની માટે રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ દૂધ જરૂરથી લેવાનું રાખો. જેથી અડધી રાતે આપને ભૂખ ન લાગે અને વધુ ફાયદો તે થશે કે આપને નિંદ્રા સારી આવશે.

 આ પણ વાંચો : જાણો પ્રાણાયમ એટલે શું? તે કઇ રીતે કરવું જોઇએ

જીવનમાં પૈસા જ બધું નથી, આપણું શરીર અને મન જો સ્વસ્થ નહીં હોય તો પૈસા શું કામ આવશે, પુરી દુનિયા માં રહેલા સુખના સાધનો સુખ ક્યાંથી આપશે. કર્મઠ બન્યા રહેવું, વ્યસ્ત રહેવું, જવાબદારીપૂર્વક જીવનનિર્વાહ કરવું તે સારી વાત છે પરંતુ પોતાના શરીર અને મનના સ્વાસ્થ્યની કિંમત ઉપર કાર્ય કરવું તે ડહાપણ ભર્યું તો નથી જ. આપની નાની-નાની આદતોમાં થોડો ઘણો સુધારો કરી જીવનમાંથી બીમારીઓને દૂર રાખો. શરીર અને મન તંદુરસ્ત રહે તેની માટે ભરપૂર પ્રયાસ કરો. (મો.) ૯૪૨૮૩૫૩૬૨૩
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...