Home /News /lifestyle /

સ્ટડી: મહિલાઓની સરખામણીએ પુરુષોને કેન્સર થવાનું વધુ જોખમ

સ્ટડી: મહિલાઓની સરખામણીએ પુરુષોને કેન્સર થવાનું વધુ જોખમ

મહિલાઓની સરખામણીએ પુરુષોને સૌથી વધુ કેન્સરનું જોખમ

જો કોઈ વ્યક્તિને કેન્સર થાય છે તે વ્યક્તિને ખુબ સંઘર્ષ કરવો પડે છે. હાલના સમયમાં કેન્સર સૌથી મોટી બિમારી બની ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર સમગ્ર વિશ્વમાં કેન્સરના કારણે સૌથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે.

Who is More Vulnerable To Cancer: જો કોઈ વ્યક્તિને કેન્સર થાય છે તે વ્યક્તિને ખુબ સંઘર્ષ કરવો પડે છે. હાલના સમયમાં કેન્સર સૌથી મોટી બિમારી બની ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર સમગ્ર વિશ્વમાં કેન્સરના કારણે સૌથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે. વર્ષ 2020ના આંકડા પર નજર નાખવામાં આવે તો વર્ષ 2020માં અંદાજે 1 કરોડ લોકોના કેન્સરના કારણે મૃત્યુ થયા હતા. અન્ય બાબતે જોવા જઈએ તો દર 6 વ્યક્તિઓમાંથી 1 વ્યક્તિનું કેન્સરના કારણે મૃત્યુ થયું છે. સૌથી વધુ લંગ્સ, એનલ, પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરના કારણે મૃત્યુ થઈ રહ્યા છે.

કેન્સર શેના કારણે થાય છે?

આપણા શરીરમાં સેલ્સનું સતત નિર્માણ થાય છે અને સેલ્સ તૂટતા રહે છે. નવી કોશિકાઓ જૂના સેલ્સની જગ્યા લે છે. જ્યારે કોઈ વ્યક્તિને કેન્સર (Cancer) થાય છે, ત્યારે આ પ્રોસેસમાં બગાડ આવી જાય છે. જે સેલ્સ તૂટે છે તે સેલ્સની સંખ્યા વધી જાય છે અને તે ટ્યૂમર બની જાય છે. આગળ જતા ટ્યૂમરના કારણે જીવલેણ કેન્સર થાય છે. એક રિસર્ચ પરથી આ જીવલેણ બિમારીથી કોને સૌથી વધુ અસર થાય છે, તે જાણવાની કોશિશ કરવામાં આવી છે.

પુરુષો અને મહિલાઓમાંથી કોને સૌથી વધુ કેન્સરનું જોખમ હોય છે

અમેરિકન કેન્સર સોસાયટી (American Cancer Society)ની એક નવી સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, મહિલાઓની સરખામણીએ પુરુષોને સૌથી વધુ કેન્સરનું જોખમ હોય છે. પુરુષ શરાબ, સિગારેટ, બિડી અને ગુટખા જેવી વસ્તુઓનું વધુ સેવન કરે છે. જે માટે 2,94,100 દર્દીઓની ટ્રેકિંગ કરવામાં આવી છે. જેના પરથી આ પરિણામ સામે આવ્યું છે.

પુરુષોને સૌથી વધુ કેન્સરનું જોખમ

મહિલાઓને બ્રેસ્ટ અને સર્વાઈકલ કેન્સર થવાનું જોખમ વધુ હોય છે. આ બિમારી પુરુષોને ના થઈ શકે છે. પુરુષોને એસોફેગલ કેન્સર (10.8 ગણું વધુ જોખમ), લેરિક્સ (3.5 ગણું વધુ જોખમ), ગેસ્ટ્રિક કાર્ડિયા (3.5 ગણું વધુ જોખમ), બ્લેડર કેન્સર (3.3 ગણું વધુ જોખમ) થાય છે. રિસર્ચર્સે જણાવ્યું છે કે, મહિલાઓને પુરુષોની સરખામણીએ ગોલ બ્લેડર અને થાઈરોઈડનું કેન્સર થવાનું જોખમ વધુ હોય છે. જેથી મહિલાઓ અને પુરુષોએ પોતાના સ્વાસ્થ્યની ખુબ કાળજી લેવી જોઈએ.
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन