હોમિયોપેથિક ચિકિત્સા (Homeopathic medicine)નો મૂળ સિદ્ધાંત શરીરને જાતે જ સાજા કરવા પર ભાર મૂકે છે. હોમિયોપેથિક દવાઓમાં છોડ (Plants) અને ખનિજ પદાર્થો (Minerals) જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ વસ્તુઓમાંથી દવાઓ ખૂબ જ નાના કણોમાં તૈયાર કરવામાં આવે છે. તેઓ ખાંડના દાણા કરતા થોડા મોટા હોય છે. આ દવાઓ જીભ (tongue) પર મૂકીને ચૂસવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે હોમિયોપેથિક દવાઓ જીભ પર રાખીને જ કેમ ચૂસવામાં આવે છે. અસલમાં હોમિયોપેથિકના નિષ્ણાતો તેની પાછળના વિજ્ઞાનના તર્કનો આધાર આપે છે. તેમના મતે હોમિયોપેથિક દવાઓની સીધી અસર નર્વસ સિસ્ટમ પર થાય છે, જે જીભ દ્વારા જ ચેતાતંત્રને સક્રિય કરે છે.
હોમિયોપેથિક ડૉક્ટર રિતુ રાય સમજાવે છે કે હોમિયોપેથિક દવાઓ સીધી રીતે આપણી નર્વસ સિસ્ટમને ઉત્તેજીત કરવા માટે તૈયાર કરવામાં આવે છે. આખું ચેતાતંત્ર જીભ સાથે જોડાયેલ હોવાથી આપણે આ દવાઓ જીભ પર રાખીએ છીએ. જો આપણે તેને જીભ પર ન મૂકીએ તો આ દવાઓ બરાબર કાર્ય કરશે નહીં. જીભ પર રાખવાથી દવાની અસર એક સાથે સમગ્ર નર્વસ સિસ્ટમ પર થાય છે. જ્યાં સુધી દવા નર્વસ સિસ્ટમમાં ન જાય અથવા અન્ય કેટલીક વસ્તુઓ દવા સાથે અસર ન કરે ત્યાં સુધી જીભમાંથી બીજું કંઈપણ લેવાની મનાઈ હોય છે. તેથી જ હોમિયોપેથિક દવાઓ લીધા પછી અડધા કલાક પહેલાં અને અડધા કલાક પછી કંઈપણ ખાવા કે પીવાની મંજૂરી નથી આપવામાં આવતી.
આ મામલે ડૉ. પ્રાંજલિ શ્રીવાસ્તવે યુટ્યુબ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. ડૉ. પ્રાંજલિ કહે છે કે, હોમિયોપેથિક દવાઓનું એક્શન મોંથી શરૂ થાય છે. મોટાભાગના નર્વ્સ જીભ સાથે જોડાયેલા હોય છે. તેથી જ હોમિયોપેથિકના ડોકટરો દવાઓને જીભ પર ચૂસીને લેવાનું કહે છે, જેથી દવાઓનું રસાયણ આખી જીભમાં ફેલાય અને દરેક નર્વ સેલ્સ અંદર પ્રવેશી જાય. ડૉ. પ્રાંજલિ કહે છે કે શરીરમાં જ્યાં પણ કોઈ સમસ્યા હોય છે, ત્યાંથી દવાઓ નર્વના માધ્યમથી તે અંગો સુધી પહોંચે છે. જો કે કેટલીક હોમિયોપેથિક દવાઓ પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને જીભ દ્વારા લેવામાં આવતી નથી. તે પાણી સાથે લેવામાં આવે છે.
જ્યારે હોમિયોપેથિક દવા જીભ પર મૂકવામાં આવે છે ત્યારે દવામાં હાજર રસાયણ જીભની નીચેની મ્યુકોસ મેમ્બ્રેનના સંપર્કમાં આવે છે. આ કનેક્ટિવ ટિશ્યુ (connective tissue)માં ફેલાઈ જાય છે. આની નીચે ઈપિથેલિયમ (epithelium) સેલ્સ હોય છે, જેમાં અસંખ્ય નલિકાઓ (capillaries) હોય છે. દવામાં હાજર રસાયણો આ નળીઓ દ્વારા રક્ત પરિભ્રમણ તંત્ર (venous circulation) સુધી પહોંચે છે. હોમિયોપેથિક દવાઓનો હેતુ રસાયણને સીધા અસરગ્રસ્ત અંગો સુધી પહોંચાડવાનો છે. જ્યારે આપણે કોઈપણ અંગ્રેજી દવા ખાઈએ છીએ ત્યારે તે સૌથી પહેલા આંતરડામાં જાય છે. અહીં તે રક્ત પરિભ્રમણમાં આવતા પહેલા લીવરના સંપર્કમાં છે. તેમાં સમય પણ લાગે છે અને અન્ય અંગોને પણ આડઅસર થાય છે. પરંતુ હોમિયોપેથિક દવા સીધી બ્લડ સર્ક્યુલેશનમાં પહોંચે છે. આ જ કારણે તે વધુ ઝડપથી અસરગ્રસ્ત અંગો સુધી પહોંચે છે. અન્ય દવાઓથી વિપરીત તે માત્ર સલેવરી એંઝાઈમ (salivary enzymes) ના સંપર્કમાં આવે છે. આ કારણે અન્ય અવયવો પર તેની આડઅસર થતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર