Home /News /lifestyle /અહીંયા 24 કલાકમાં 25નાં મોત, જાણો ઠંડીમાં કેમ વધારે આવે છે હાર્ટ એટેક, જાણી લો લક્ષણો અને બચવાના ઉપાયો
અહીંયા 24 કલાકમાં 25નાં મોત, જાણો ઠંડીમાં કેમ વધારે આવે છે હાર્ટ એટેક, જાણી લો લક્ષણો અને બચવાના ઉપાયો
ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતુ જાય છે.
Heart Attack Cases in Winters: સામાન્ય રીતે ઠંડીની સિઝનમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થાય છે. જો કે ઠંડીની સિઝનમાં શરીરને ગરમ રાખવા માટે હાર્ટને વધારે મહેનત કરવી પડે છે અને બ્લડને પંપ કરતી વખતે રક્ત વાહિની સંકોચાઇ જાય છે, જેના કારણે હૃદયને કામકાજ કરવામાં તકલીફ પડે છે અને હાર્ટ એટેક આવવાના ચાન્સિસ વધી જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. શીતલહેરને કારણે ઠંડી ખૂબ જ પડી રહી છે. ઠંડી વધવાની સાથે દેશના ઘણાં વિસ્તારોમાં હૃદય રોગીઓ અને હાર્ટ એટેકના કેસ વધવાના સમાચાર આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં આવેલા કાનપુરની એક હોસ્પિટલમાં એક દિવસમાં 723 હાર્ટના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી 40 થી વધારે દર્દીઓની હાલત ગંભીર હતી. હૃદય સંસ્થાનના ડોક્ટર આ વિશે જણાવે છે કે પહેલાનાં દિવસોમાં 723માંથી 39 દર્દીઓનું ઓપરેશન કરવુ પડ્યુ હતુ, જ્યારે સાત લોકોનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ સાથે જ હાર્ટ અને બ્રેન એટેકથી શહેરમાં એક દિવસમાં 25 લોકોના મોત થયા હતા. જેમાં 17 હૃદય રોગીઓને કાર્ડિયોલોજીની ઇમરજન્સી સુધી પર પહોંચી શક્યા નહોતા. એમને ચક્કર આવ્યા અને બેભાન થઇને મોત થયુ.
ઠંડીમાં દર વર્ષે હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થાય છે. ડોક્ટર્સનું આ વિશે કહેવું છે કે ઠંડીમાં અચાનક બ્લડ પ્રેશર વધવાને કારણે નસોમાં બ્લડ ક્લોટિંગ એટલે કે લોહીના થક્કા જામવા લાગે છે. આ કારણે બ્રેન એટેક અને હાર્ટ એટેક આવે છે.
આમ, જો વાત કરવામાં આવે તો આ સિઝનમાં રક્તવાહિની સંકોચાઇ જવાને કારણે શરીરમાં બ્લડ ફ્લો સારી રીતે થતુ નથી, જેના કારણે હાર્ટ પર વધારે દબાણ આવે છે અને હાર્ટ એટેક આવવાના ચાન્સિસ વધી જાય છે. ઠંડીના વાતાવરણમાં નસ વધારે સંકોચાઇ જાય છે અને હાર્ડ બની જાય છે, જેના કારણે નસોને ગરમ અને એક્ટિવ કરવા માટે બ્લડનો ફ્લો વધી જાય છે જેના કારણે બ્લડ પ્રેશર પણ વધી જાય છે. બ્લડ પ્રેશર વધવાને કારણે હાર્ટ એટેક આવવાના ચાન્સિસ વધી જાય છે.
ઠંડીની સિઝનમાં સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિની ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઇ જાય છે જે એક ખોટી અને ખરાબ બાબત છે. ખાસ કરીને હાર્ટના દર્દીઓએ ઠંડીમાં એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે. તમે દરરોજ 30 થી 40 મિનિટ વોક કરો છો તો આનાથી હાર્ટ હેલ્થ સારું થાય છે અને સાથે હાર્ટ એટેક આવવાનું જોખમ ઓછુ થઇ જાય છે.
ખાસ કરીને જે લોકોને પહેલાંથી જ હાર્ટની તકલીફ છે એમને આ સિઝનમાં હેલ્થનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. એમને એમનું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર પર ખાસ ધ્યાન આપવું જોઇએ. આ સાથે જ સ્ટ્રેસ ફ્રી રહો અને ફિઝિકલ એક્ટિવિટી કરો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર