વરઘોડો નીકળે ત્યારે વરરાજાને ઘોડી પર જ કેમ બેસાડવામાં આવે છે?

  • Share this:
    વરરાજા સજી ધજીને વરઘોડામાં ઘોડી પર બેસે છે.  પણ કેમ વરરાજા ઘોડી પર જ બેસે છે, અન્ય કોઈ જાનવર પર નહીં? દુનિયામાં એવા ઘણાં જાનવર છે જેમની સવારી કરી શકાય. તો પણ ઘોડી જ કેમ?

    આવો જાણીએ ઘોડી પર જ કેમ?
    ઘોડાને શોર્ય અને વીરતાનુ પ્રતિક માનવામાં આવે છે. ઘોડીને ઉત્પત્તિનો કારક પણ કહેવાય છે. કહેવાય છે કે શ્રીરામ અને શ્રી કૃષ્ણ પણ પોતાના લગ્નના દિવસે ઘોડી પર જ આવ્યા હતા. કદાચ આ જ કારણે વરરાજાને ઘોડી પર બેસાડી નવા જીવનની શરૂઆત કરાવાય છે.

    માન્યતા મુજબ ઘોડીને બુદ્ધિમાન અને ચતુર હોય છે. ઘોડીને ફક્ત સ્વસ્થ અને ચતુર વ્યક્તિ જ નિયંત્રિત કરી શકે છે. તેમજ અન્ય જાનવરો કરતા ઘોડો શક્તિશાળી પણ મનાય છે.

    વરરાજાનું ઘોડી પર આવવું એ વાતનું પ્રતિક છે કે ઘોડીની બાગડોર સાચવનારો પુરૂષ સંસારની બાગડોર પણ સારી રીતે સંભાળી શકે છે.
    Published by:Bansari Shah
    First published: