સવારે ખાલી પેટે હૂંફાળું પાણી કેમ પીવું જોઇએ? આ છે તેના કારણો

સવારે ખાલી પેટે હૂંફાળું પાણી કેમ પીવું જોઇએ? આ છે તેના કારણો
પ્રતિકાત્મક તસવીર

આપણી સરકારે રોગપ્રતિકારક શક્તિ વધે તેવો પૌષ્ટિક આહાર અને હૂંફાળું પાણી પીવાને વિશેષ મહત્વ આપી રહી છે.

 • Share this:
  કોરોનાના વધતા સંક્રમણને કારણે દુનિયાભરનાં લોકો તેની દવા શોધવામાં લાગ્યા છે, પરંતુ હજી કોઇને સફળતા મળી નથી. ત્યારે આપણી સરકારે રોગપ્રતિકારક શક્તિ વધે તેવો પૌષ્ટિક આહાર અને હૂંફાળું પાણી પીવાને વિશેષ મહત્વ આપી રહી છે. ત્યારે આપણે જોઇએ કે, આયુર્વેદ પ્રમાણે સવારે ઉઢીને પહેલા કેવું પાણી પીવું હિતાવહ છે અને હૂંફાળું પાણી પીવાથી શરીરને કેવા ફાયદા થાય છે. આયુર્વેદમાં સવારે ખાલી પેટે પાણી પાણી પીવાનું સૂચવવામાં આવ્યું છે. સવારે ઉઢીને પહેલાં પીવામાં આવતા પાણીને ઉષ:પાન કહે છે. રાત્રે સૂતા પહેલાં પાણી પીધું હોય તેમ છતાંપણ સાતથી આઠ કલાકનાં સમયગાળા બાદ પાણી પીવાથી ફાયદો થાય છે. ઊંઘ દરમ્યાન મેટાબોલિક રેટ, શ્વાચ્છોશ્વાસની ગતિ, પરસેવો થવાની પ્રક્રિયા ઘટે છે. તો જાણીએ આપણે સવારે ઉઢીને હૂંફાળું પાણી કેમ પીવું જોઇએ.

  • હૂંફાળું ગરમ પાણી પીવાથી મ્હોંમાં રહેલો કફ દૂર થાય છે. ગળામાં કફની છારી બાઝી ગઈ હોય તે પણ દૂર થાય છે. સરળતાથી કફ છૂટો પડે છે.  • જીભનું સ્વાદ પારખવાનું, ગળામાં રહેલી ગ્રંથિયોના લાળ વગેરે સ્ત્રાવનાં કાર્યમાં સુધારો થાય છે.

  • ગરમ પાણી પીવાથી જઠરમાં પાચનને અંતે યોગ્ય રીતે પાચન નહીં થવાથી જમા થયેલો કાચા આમનું પાચન થઇ તેની આગળ ગતિ થાય છે.

  • ગરમ પાણી પીવાથી અપચો, એસિડીટી, મંદાગ્નિ જેવા પાચનનાં રોગો દૂર થાય છે.

  • હોજરીમાં જમા થઈને રહેલા અપકવ આમને કારણે મ્હોંમાંથી દુર્ગંધ આવે છે.

  • આવી તકલીફ વારંવાર થતી હોય, ઠંડા પ્રદેશમાં રહેતા હોય, કફની બિમારીથી, વાયુની બિમારીથી પીડાતા હોય તેઓને હૂંફાળું ગરમ પાણી સવારે ખાલી પેટે પીવાથી ફાયદો થાય છે.

  • ભૂખ ન લાગતી હોય, પાચનશક્તિ નબળી હોય, આગલા દિવસે ખાધેલું ભોજન બરાબર પચ્યું નથી તેવું અનુભવાતું હોય તેઓએ સવારે નવશેકું ગરમ પાણી પીવું જોઈએ.

  • મહિલાઓને પીરિયડ્સ દરમિયાન જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે. વળી માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. જેથી માસિકનો દુખાવો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.


  આ પણ વાંચો - કોરોનાના ખતરા વચ્ચે ACનું તાપમાન કેટલું રાખવું? CPWD તરફથી ગાઇડલાઇન તૈયાર

  આ પણ જુઓ- 
  First published:April 25, 2020, 15:30 pm

  टॉप स्टोरीज