Home /News /lifestyle /તમારા લીવરના ન્યૂટ્રિશન બાબત તમારે શા માટે સાવધાન રહેવું જોઈએ તે અહીં જાણો

તમારા લીવરના ન્યૂટ્રિશન બાબત તમારે શા માટે સાવધાન રહેવું જોઈએ તે અહીં જાણો

તમારા લીવરના ન્યૂટ્રિશન બાબત તમારે શા માટે સાવધાન રહેવું જોઈએ

વિટામિન્સ અને ખનિજોનો સંગ્રહ કરવાનું અને પાચન અને વૃદ્ધિમાં મદદ કરવાનું લીવરનું બહુપક્ષીય કાર્ય હોય છે. તેથી આ મહત્વપૂર્ણ અંગની કાળજી લેવી આપણા માટે મહત્વપૂર્ણ થઈ જાય છે! વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડેટા અનુસાર, લીવરની બીમારી 5 માંથી એક ભારતીયને પ્રભાવિત કરી શકે છે.

વધુ જુઓ ...
  તમને જૂની કહેવત ખબર છે જે સૂચવે છે, કે 'આપણે જે ખાઈએ છીએ તેથી જ આપણે છીએ'? સારું, શરીરનો એક હિસ્સો છે જે તે કહેવતને દિલ સુધી લઈ જાય છે - અને ના, તે તમારું હૃદય નથી હોતું. તે વાસ્તવમાં તમારું લીવર છે. શરીરના અન્ય 500 મહત્વના કાર્યોમાં આપણા શરીરમાંથી નકામા ઉત્પાદનોને ફિલ્ટર કરવાનું, વિટામિન્સ અને ખનિજોનો સંગ્રહ કરવાનું અને પાચન અને વૃદ્ધિમાં મદદ કરવાનું લીવરનું બહુપક્ષીય કાર્ય હોય છે. તેથી આ મહત્વપૂર્ણ અંગની કાળજી લેવી આપણા માટે મહત્વપૂર્ણ થઈ જાય છે! વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડેટા અનુસાર, લીવરની બીમારી 5 માંથી એક ભારતીયને પ્રભાવિત કરી શકે છે. વધુમાં, ડેટા એ પણ દર્શાવે છે કે ભારતમાં દર વર્ષે લીવર સિરોસિસના લગભગ 1 મિલિયન દર્દીઓનું નિદાન કરવામાં આવે છે. ભારતમાં મૃત્યુનું દસમું સૌથી સામાન્ય કારણ લીવર રોગ છે.

  તમારા લીવર માટે ઉચિત પોષણ જાણવું મહત્વપૂર્ણ છે. સાવચેત રહેવું અને નિવારક ઉપાયો કરવાનું હંમેશા બહેતર હોય છે. સ્વસ્થ લીવર માટે અહીં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની યોગ્ય છે.

  લીવરનું પોષણ અને તે શા માટે મહત્વપૂર્ણ છે -એક ગતિહીન જીવનશૈલી અને પ્રોસેસ્ડ/ફાસ્ટ ફૂડને ખાતા રહેવાથી, લીવરનાં કામને ચાલુ રાખવામાં ભારે પ્રેશર આવે છે. સંક્ષિપ્તમાં, અમે શરીરમાંથી ઝેરી પદાર્થોને સતત કાઢવા માટે લીવરથી વધુ પડતું કામ લઈએ છીએ. વધારે કામ કરવું લાંબા ગાળે નુકસાનકારક બની જાય છે. તેથી, લીવરને સારી સ્થિતિમાં રાખવા માટે, વિવિધ ગેસ્ટ્રોઇનટેસ્ટાઇનલ (GI) વિકૃતિઓના સંચાલન માટે ઉચિત પોષણ મહત્વપૂર્ણ છે.

  લીવરના દર્દીઓ માટે લક્ષણો અને કાળજી-લીવર રોગના લક્ષણો વિભિન્ન હોય છે. લીવરના રોગના કેટલાક સૌથી ઉત્તમ લક્ષણોમાં ઉબકા આવવા, ઉલટી થવી, જમણા ઉપરના ચોથા હિસ્સામાં પેટમાં દુખાવો થવો, અને કમળાની સાથે થાક લાગવો, ખંજવાળ આવવી, નબળાઇ લાગવી અને વજન ઘટવું સામેલ હોય છે.

  ડૉ. સુનીલ નારંગ, કન્સ્લટંટ ગેસ્ટ્રોનેન્ટ્રોલોજિસ્ટ, S.V.P. હોસ્પિટલ


  જ્યારે લીવરનો રોગ અંતિમ સ્ટેજ પર પહોંચી જાય છે, ત્યારે તે સામાન્ય રીતે જેમાં પરિણમે છે તેને લીવરનું સિરોસિસ કહેવામાં આવે છે. રોગની શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિને કોઈ લક્ષણો મહેસુસ થતા નથી પરંતુ જેમ જેમ રોગ વધતો જાય છે તેમ તેમ વ્યક્તિને થાક, ત્વચામાં ખંજવાળ, મૂંઝવણ અને સુસ્તી મહેસુસ થઈ શકે છે.

  સ્વસ્થ લીવરને સુનિશ્ચિત કરવા માટે, સંતુલિત આહાર અને કસરતો મદદરૂપ તરીકે જાણીતી છે, ખાસ કરીને વજન ઉપાડવાની/ટ્રેનિંગની કસરતો જે ગુમાવેલ સ્નાયુનાં સમૂહને ફરીથી મેળવવામાં મદદ કરે છે. કારણ કે જેમ જેમ લીવર રોગ વધે છે તેમ સ્નાયુનાં નિર્માણની ક્ષમતા ઘટતી જાય છે, તેથી શક્ય તેટલું વહેલું નિદાન કરવું અને ઉપાય કરવું મહત્વપૂર્ણ હોય છે. (4)

  ઉપરાંત, ખોરાક અને જીવનશૈલીની આદતોને નિયંત્રણમાં રાખવા અને દારૂ અને ધૂમ્રપાન ન કરવાની સલાહ આપવામાં આવે છે.સ્વસ્થ લીવર માટેનાં ઉપાયો -લીવરના રોગને ટાળવા માટે સૂચવેલ માર્ગ એ છે કે સ્વસ્થ જીવન તરફ સક્રિય ઉપાયો કરવા.તમારે નિયમિત કસરત, સક્રિય જીવનશૈલી, દારૂ પીવામાં સંયમ રાખવું અને ધૂમ્રપાન છોડવું આ તમામ બાબતોને પ્રાથમિકતા આપવી પડશે. તમારા ખોરાકમાં વધુ ફાઇબર અને ઓછી ચરબી હોવી જોઈએ. (3)

  તમારે તમારી ઉંમર અને લિંગ પ્રમાણે ઉચિત બોડી-માસ ઇન્ડેક્સ હાંસલ કરવાનું પણ લક્ષ્ય રાખવું જોઈએ. તેથી, ઉત્તમ વજન જાળવવાની ભલામણ કરવામાં આવે છે. તે પણ મહત્વનું છે કે વ્યક્તિ લીવર-સંબંધિત બિમારી જેમ કે હેપેટાઇટિસ અથવા વાયરલ સંક્રમણને અટકાવે છે. છેલ્લે, તમે આહાર, કસરત અને/અથવા દવાઓ વડે તમારા ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખો છો તે સુનિશ્ચિત કરો, જે લીવરને થતા નુકસાનને મર્યાદિત કરવામાં અને અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે.

  References –

  • GE Port J Gastroenterol. 2015;22(6):268---276

  • Bemeur C, et al. J NutrMetab. 2010;2010:1-12

  • J. Clin. Med. 2019, 8, 1065

  • Plauth M, et al. ClinNutr. 2019;38(2):485-521 (ESPEN/international guidelines for nutritional recommendation)

  • EASL Clinical Practice Guidelines on nutrition in chronic liver disease. J Hepatol. 2019;70(1):172-193. (EASL/international guidelines for nutritional recommendation)

  • Gottschlich MM, et al. The A.S.P.E.N. NUTRITION SUPPORT CORE CURRICULUM: A CASE-BASED APPROACH—THE ADULT PATIENT. United States of America. ASPEN. 2007 (ASPEN/international guidelines for nutritional recommendation))


  IND2214612 (v1.2)

  The information provided in this article is meant for the awareness only and this article should not be considered as a substitute for doctor’s advice. Please consult your doctor for more details. Abbott India Limited shall not be liable in any manner whatsoever for any action based on the information provided in this article and does not hold itself liable for any consequences, legal or otherwise, arising out of information in this article. This article has been produced on behalf of Abbott India’s #ULivStrong initiative, by Network18 team.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Liver

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन