પેરેન્ટ્સને લાગે છે કે, તેમને અમારી સેક્સુઆલિટીમાં દખલ દેવાનો અધિકાર છે?

સામાજ ફક્ત વિપરીત લિંગથી સંબંધિત 'તથ્યો'ને સ્વીકાર કરે છે. અને વિવાહને પ્રેમનું એક માત્ર પ્રદર્શન અને સેક્સની અનુમતિ પ્રાપ્ત કર્યાનું લાયસન્સ માને ચે. આ મુદ્દા હમેશા જ અંગત નજરિયા કે સામાન્ય સમજણનાં આધારે ન જોવા જોઇએ.

સામાજ ફક્ત વિપરીત લિંગથી સંબંધિત 'તથ્યો'ને સ્વીકાર કરે છે. અને વિવાહને પ્રેમનું એક માત્ર પ્રદર્શન અને સેક્સની અનુમતિ પ્રાપ્ત કર્યાનું લાયસન્સ માને ચે. આ મુદ્દા હમેશા જ અંગત નજરિયા કે સામાન્ય સમજણનાં આધારે ન જોવા જોઇએ.

  • Share this:
દરેક પરેન્ટ્સ તો નહીં , પણ અધિકાંશ ભારતીય પેરેન્ટ્સ એવું કરે છે. આ માટે આપણાં દેશની પરિવાર વ્યવસ્થાની પ્રકૃતિ જવાબદાર છે. આપને આ મુદ્દે સામાજિક દ્રષ્ટિકોણથી જોવાનું હશે નહીં તો અમે આ સમસ્યાનું હલ નહીં કાઢી શકો.

સામાજ ફક્ત વિપરીત લિંગથી સંબંધિત 'તથ્યો'ને સ્વીકાર કરે છે. અને વિવાહને પ્રેમનું એક માત્ર પ્રદર્શન અને સેક્સની અનુમતિ પ્રાપ્ત કર્યાનું લાયસન્સ માને છે. આ મુદ્દા હમેશા જ અંગત નજરિયા કે સામાન્ય સમજણનાં આધારે ન જોવા જોઇએ.

પેરેન્ટ્સ જો એમ માને છે કે, તેમને તેમનાં બાળકોની સેક્સુઆલિટીમાં દખલ દેવાનો અધિકાર છે તો, તેનું કારણ એ છે કે, તેઓ સમાજનો ભાગ છે. અને તેનું પાલન- પોષણ સાવ સામાન્ય ચવાયેલાં રીતિ રવાજની વચ્ચે થાય છે. આ પરંપરાગત પરિવારિક સંરચનામાં સ્વતંત્રતા અને સ્વીકાર્યતાનું હોવું ખુબજ મુશ્કેલ હોય છે. પેરેન્ટ્સ તેનાં બાળકોની સેક્સુઆલિટી અંગે ખુબજ રુઢીવાદી (rigid) હોય છે. કારણ કે તે તેમનાં બાળકો માટે આ જ પ્રકારની સામાજિક સ્વીકાર્યતા પ્રાપ્ત કરવાનાં પક્ષમાં હોય છે. જે તેને પ્રાપ્ત થઇ ગઇ છે. અને જે તેને લાભ થયું છે. પરંપરાગત સામાજિક નિયમ તે સમાજમાં રહેનારા માટે એક સુરક્ષાનું કામ કરે છે. અને આ કારણ છે કે, લોકો વગર કોઇ સવાલ પુછે તેને માને છે. પણ હવે જ્યારે સમય બદલાઇ રહ્યો છે. અને આપણાં જીવવની રિત ભાત પણ બદલાઇ રહી છે આ સામાજિક નિયમોમાં બદલાવ આવી રહ્યો છે.

ઉદહારણ તરીકે, આજે જો કોઇ કપલ લગ્ન કરે છે અને તેમને લાગે છે કે, તેઓ સાથે ખુશ નથી રહી શકતા તો તેઓ આપસી રજામંદીથી અલગ થઇ શકે છે. જો કોઇ જોડાને લાગે છે કે, લગ્ન પહેલાં તેઓ એકબીજાને ઓળખી લેવાં ઇચ્છે છે અને આ માટે સાથે રહેવાં માંગે છે તો, લગ્ન પહેલાં તેઓ સાથે રહી શકે છે. જો કોઇ મહિલા બાળક દત્તક લેવા ઇચ્છે છે પણ લગ્ન કરવાં નથી માંગતી તો જો તે માતા પિતાનું કર્તવ્ય પૂર્ણ કરવાની જવાબદારી અદા કરે છે તો તેને સિંગલ પેરેન્ટ્સ રહેવાનો અધિકાર છે. પ્રેમ પ્રેમ છે ભલે તે વિપરીત લિંગની વચ્ચે હોય કે સમલૈગિકો વચ્ચે. આ અંગે સુપ્રીમ કોર્ટે કલમ 377 પર આવેલો નિર્ણય અસંવૈધાનિક છે. પરિવારની નવી સંરચના પણ સામે આવી રહી છે. સિંગલ પેરેન્ટ, સમલૈગિંક, લેસબિયન, લિવ ઇન રિલેશનશિપ, બેચલર તમામ.

જો આપ સેક્સુઆલિટી પર લાગનારા પ્રતિબંધાત્મક સમાજિક નિયમો પણ ગંભીરતાથી વિચારો તો આ મુદ્દાઓ પર આપને આલોચનાત્મક દ્રષ્ટિએ વિચાર કરવો પડે. કેટલાંક પેરેન્ટ્સ તેમનાં બાળકો માટે ઉત્તમથી ઉત્તમ વસ્તુઓ મેળવવાં ઇચ્છે છે. પણ આવું તેઓ તેમની રીતે કરવાં ઇચ્છે છે. જે તેમને તે સમયનાં સામાજિક નિયમોનાં અનુરૂપ લાગે છે. જો આપનાં વિચાર તેમનાં વિચારોથી મેળ નથી ખાતા તો આફ તેમને આ વિશે સમજાવવાનો પ્રયાસ કરો. અને જો તે સંભવન થી તો આપ મનમુજબ મિત્રો, સામાજિક ગ્રૂપની તલાશ કરો. જ્યા આપ આપની વાતો શેર કરી શકો. અને એકબીજાની મદદ કરી શકો. આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરી શકો.

સારી વાત તો એ છે કે, એવાં ઘણાં માતા પિતા છે જે આખરે આ વાતનો સ્વીકાર કરી લે છે કે તેમનાં બાળકોને આ મામલે આઝાદીની જરૂર છે. અને તે તેમને મળવી જોઇએ. તે લગ્ન પહેલાં પાર્ટનર રાખી શકે છે. અને તેમની સાથે રહી શકે છે. તે સમલૈગિક સાથે લગ્ન કરી શકે છે. બાઇસેક્સુઅલ હોઇ શકે છે. અને જન્મથી તેને જે જણાવવામાં આવી છે તે ઉપરાંત તે કોઇ અન્ય જેન્ડરમાં પોતાની ઓળખ જણાવી શકે છે. પેરેન્ટ્સ તેમનાં બાળકોની સેક્સુઆલિટીને નિયંત્રિત કરવા ફક્ત એટલે પ્રયાસ કરે છે કારણ કે તેમને સમાજમાં કોઇ પણ કિંમતે ચર્ચા અને ઉપહાસનું પાત્ર નથી બનવું હોતું. આ એક જટિલ મુદ્દો છે અને તેનો કોઇ સામાન્ય નિષ્કર્ષ નથી. પણ આ પ્રાકરનાં મુદ્દાથી બહાર આવતા પહેલાં તે અંગે આલોચનાત્મક નજર રાખવી પણ જરૂરી છે. ન કે પોતાનાં અંગત અનુભવમાં ગુચવાયેલાં રહેવું જોઇએ.
Published by:Margi Pandya
First published: