સવારે નાસ્તો કરવાથી થાય છે Magical ફાયદા

રોજ સવારે નિયમિત રીતે હળવો નહીં પરંતુ ભારે નાસ્તાની શરીરને જરૂર પડે છે

  • Share this:
    આપણા આહારમાં સવારના નાસ્તાનું ખુબ જ મહત્વ છે. બપોરે અને રાત્રે તો આપણે નિયમિત ભોજન કરી લેતા હોઈએ છીએ. જે સૌથી મહત્વનું છે તે સવારનો નાસ્તો મોટા ભાગના લોકો છોડી દેતા હોય છે. કદાચ કરે તો પણ જે નાસ્તો મળે તે કરી લે છે. સવારે તમે જે નાસ્તો કરો છો તેની ઉપર તમારા આખા દિવસની ઉર્જા અને શરીરની તંદુરસ્તીનો આધાર રહેલો છે. રોજ સવારે નિયમિત રીતે હળવો નહીં પરંતુ ભારે નાસ્તાની શરીરને જરૂર પડે છે. નાસ્તામાં પૌષ્ટીક અને તરોતાજા ખોરાક લેવો આવશ્યક છે. તો આજે આપણે જોઇએ કે સવારનાં નાસ્તાથી કયા કયા ફાયદા છે.

    શરીરનું મેટાબોલિઝમ જળવાશે

    રોજ પૌષ્ટિક નાસ્તો કરવાથી શરીરનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચનની ક્રિયા વ્યવસ્થિત રહે છે.

    સુગર સંતુલિત રહે છે

    સવારનો નાસ્તો શરીરમાં સુગર એટલે કે સાકરના પ્રમાણને સપ્રમાણ રાખે છે. જે લોકોને ડાયાબિટીસ (મધુ પ્રમેહ) હોય છે તેમના માટે સવારનો નાસ્તો ખુબ જ જરૂરી હોય છે. જો તેઓ નાસ્તો ન કરે તો તેમના શરીરમાં સુગર લેવલ વધવાની સમસ્યા જોવા મળે છે.

    વધારે ખાવાની આદતથી છૂટકારો મળે છે

    જે લોકો સવારે નાસ્તો નથી કરતા તેમને દિવસમાં કઈક ને કઈક ખાવાની આદત રહે છે. નાસ્તો ન કરે એટલે કમજોરી પણ રહે છે. જો સવારે ભર પેટ નાસ્તો કરી લો તો તમને કમજોરી પણ ન લાગે અને આખો દિવસ ખાધા કરવાની આદતમાંથી પણ બચી શકો.

    વજન ઉતારવા માટે મહત્વનું

    સવારે ભરપેટ નાસ્તો કરી લેવાથી તમને દિવસ ભરની ઉર્જાનો સંચાર થઈ જાય છે. જે લોકોને વજન વધવાની સમસ્યા હોય તેમણે સવારે નાસ્તો પેટ ભરીને કરવો જોઈએ. જેમ જેમ દિવસ આથમે તેમ તેમ વધુ ખોરાક લેવાથી બચવું જોઈએ.

    શરીરમાં ઉર્જા રહે છે

    દિવસભરની શરીરની ઉર્જાનો આધાર નાસ્તા પર રહેલો છે. જો તમે યોગ્ય નાસ્તો ન કરો તો આખો દિવસ તમને સુસ્તી રહેશે અને બિલકુલ ઉર્જા નહીં અનુભવાય.

    એકાગ્રતા

    રાત્રે આઠ કલાકની ઊંંઘ પછી મગજ એકદમ રીલેક્સ થઈ જાય છે અને જો સવારે યોગ્ય નાસ્તો લેવામાં આવે તો તેમાથી પ્રાપ્ત થયેલી ઉર્જાથી એકાગ્રતા પણ વધે છે.

    મૂડ સ્વિંગ નથી થતો

    જો તમારો વારંવાર મૂડ બદલાઈ જતો હોય તો તેની પાછળનું એક કારણ સવારે નાસ્તો ન કરવો પણ હોઈ શકે. જો તમે નાસ્તો કરો તો તમારા મૂડ બદલાઈ જવાની સમસ્યામાં હકારાત્મક વલણ જોવા મળશે.

    મેમરી પણ વધારે

    સવારે યોગ્ય નાસ્તો કરવાથી શરીરમાં ભરપૂર ઉર્જાનો સંચાર થવાથી મેમરી પાવર પણ વધે છે.

    હ્રદયનું સ્વાસ્થ્ય સુધરે

    સવારે જે નાસ્તો કરો તેનાથી શરીરમાં જે ઉર્જાનો સંચય થાય છે તે આખા દિવસ તમને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને હ્રદય પણ સ્વસ્થ રહે છે.
    Published by:Kaushal Pancholi
    First published: