વેક્સિનેશન બાદ પણ લોકો કેમ બની રહ્યા છે કોરોનાનો શિકાર? ડોક્ટરે જણાવ્યું મોટું કારણ...

વેક્સિનેશન બાદ પણ લોકો કેમ બની રહ્યા છે કોરોનાનો શિકાર? ડોક્ટરે જણાવ્યું મોટું કારણ...

 • Share this:
  નવી દિલ્લી: કોરોના સંક્રમણ (Coronavirus)થી બચવા માટે કોરોના વેક્સિનેશન (Corona Vaccination)ની પ્રક્રિયા ફૂલ જોશમાં ચાલી રહી છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમા 18 કરોડ 40 લાખ 53 હજાર 149 લોકોએ કોરોનાની વેક્સિન લઈ લીધી છે. પરંતુ તેને લઈને પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. કારણ કે કોરોનાની વેક્સિન લીધેલા લોકો પણ કોરોનાની ચપેટમાં ઝડપથી આવી રહ્યા છે.

  દેશના જાણીતા હ્રદય રોગના ડોક્ટર કે કે અગ્રવાલ (Dr KK Aggarwal)નું મોડી રાત્રે નિધન થતા દેશમાં વેક્સિનેશન પર સવાલો ઉભા થઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ ડોક્ટર કેકે અગ્રવાલે કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધા હતા. પરંતુ તે કોરોનાને માત આપવામાં અસફળ રહ્યા હતા. એક અઠવાડિયા સુધી તેમનો ઈલાજ એઈમ્સ, અને નવી દિલ્લીની વિશેષ ડોક્ટરોની ટીમ કરી રહી હતી. છતા પણ તેમની હાલતમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નહી અને મોડી રાત્રે 11.30 કલાકે તેમનું નિધન થયું હતું.  ત્યારબાદથી આ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું કે કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધા બાદ કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ? અથવાતો વેક્સિન લીધા બાદ પણ કોરોનાથી કેવી રીતે બચી શકાય? તેને અનુલક્ષીને ડોક્ટરની સલાહ લેવામાં આવી હતી.

  ઈન્ડિયન મેડિકલ એશોસીએશન (Indian medical Association)ના એક વરિષ્ટ અધિકારી અને ફાઈનાન્સ સેક્રેટરી ડો અનિલ ગોયલનું કહેવું છે કે, ડો અગ્રવાલના કેસમાં અનેક કોમ્પલીકેશન હોઈ શકે છે. તેમાં સૌથી મોટુ કારણ કોમોડિટી ડીજીજ (comodities Disease) પણ મહત્વનું હોઈ શકે છે. જેના કારણે રીસ્ક વધી જાય છે.

  કોમોડિટીઝ ડીજીજમાં જેવા કે, હાર્ટ, બ્લડ પ્રેશર, ડાયાબિટી, ફેફસા અને બીજી સમસ્યાઓ અથવા તો બિમારીઓ પ્રમુખ રૂપમાં સામીલ થાય છે. આ તમામ કારણે કોરોના સંક્રમિત દર્દીઓ હાઈ રિસ્ક વધી જાય છે. અને મોતનું સૌથી મોટુ કારણ બને છે. કોરોનાનો એક અથવા બંન્ને ડોઝ લેનાર ચપેટમાં નહી આવે એવું પણ નથી. તેનાથી બચવા માટે પણ સુરક્ષિત રહેવું જરૂરી છે.

  આરોગ્ય વિશેષજ્ઞ ડોક્ટર ગોયલએ જણાવ્યું કે, એવું નથી કે તમે કોરોનાના એક અથવા બંન્ને ડોઝ લીધા બાદ તમે કોરોનાની ચપેટમાં નહી આવો, તેનાથી બચવા માટે તમારે તકેદારી રાખવી પડશે તે નક્કી છે.

  વેક્સિનેશન બાદ 70 છી 90 ટકા એન્ટીબોડી બનવા જરૂરી

  ડોક્ટર ગોયલે જણાવ્યું કે કોરોના વેક્સિનેશનનો પહેલો ડોઝ લીઘા બાદ એક મહિના પછી એન્ટીબોડી ટેસ્ટ કરાવવો જરૂરી છે. અને તેમાંથી 70 થી 90 ટકા એન્ટીબોડી બનવા પણ જરૂરી છે. એ જ સૌથી મોટું કારણ હોઈ શકે છે કે વેક્સિનેશન બાદ કોરોના કઈ રીતે થાય છે. જો તમારા શરીમાં એન્ટીબોડી જ નથી બન્યા તો તમને કોરોના થઈ શકે છે. સાથે એ વાત પણ મહત્વની છે કે વેક્સિન લીધેલા વ્યક્તિની રોગ પ્રતિકાર શક્તિ કેવી છે.

  ડોક્ટર ગોયલે વધુમાં જણાવ્યું કે, એ વહેમમાં ન રહેવું કે કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધા તમને કોરોના નહી થાય આ એક વાયરસ છે જેના માટે તમારે જરૂરી તકેદાર રાખવી આવશ્યક બની જાય છે.

  અત્યાર સુધી દેશમાં 269 ડોક્ટરોના કોરોનાથી મોત

  મહત્વનું છે કે અત્યાર સુધી દેશમાં કોરોનાને કારણે 269 ડોક્ટરોના મોત થયા છે. પહેલી લહેરમાં 748 ડોક્ટરોના મોત થયા હતા. સૌથી વધારે ડોક્ટરોના મોત બિહારમાં થયા છએ ત્યા 78 ડોક્ટરોના મોત કોરોના સંક્રમણને કારણે થયા છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ 37, આંધ્ર પ્રદેશ 22, તેલંગાણામાં 19, મહારાષ્ટ્રમાં 14, વેસ્ટ બંગાળમાં 14, તમિલનાડુમાં 11, ઓડિસામાં 10 કર્નાટકમાં 8 ડોક્ટરોના મોત થયા છે.
  Published by:kuldipsinh barot
  First published:May 18, 2021, 17:48 pm

  ટૉપ ન્યૂઝ