શા માટે અમુક લોકોને મચ્છર વધુ કરડે છે? અહીં જાણો રસપ્રદ તથ્ય

(પ્રતીકાત્મક તસવીરઃ Shutterstock)

મેલેરિયા સહિત ઘણા પ્રકારના વેક્ટર-જન્યરોગ મૃત્યુનું કારણ બને છે. વિશ્વના સૌથી ખતરનાક પ્રાણીઓની યાદીમાં મચ્છર ટોચ પર છે

  • Share this:
મચ્છરજન્ય રોગ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસ મનાવવામાં આવે છે. સર રોનાલ્ડ રોસે માદા મચ્છર અને મેલેરિયા વચ્ચેની કડીની શોધ કરી તે દિવસની ઉજવણીના ભાગરૂપે વિશ્વ મચ્છર દિવસ ઉજવાય છે. મેલેરિયા સહિત ઘણા પ્રકારના વેક્ટર-જન્યરોગ મૃત્યુનું કારણ બને છે. વિશ્વના સૌથી ખતરનાક પ્રાણીઓની યાદીમાં મચ્છર ટોચ પર છે. ત્યારે અહીં મચ્છર અમુક લોકોને શા માટે વધુ અને અમુક લોકોને શા માટે ઓછા કરડે છે તે અંગે જાણકારી આપવામાં આવી છે

મચ્છર માણસો સુધી પહોંચે છે કઈ રીતે?

માણસો સુધી પહોંચવા માટે મચ્છર કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. શ્વાસોશ્વાસમાં કાઢવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડના માધ્યમથી મચ્છર માણસો સુધી પહોંચી જાય છે. 10થી 50 મીટરના અંતરે તે માણસને શોધી કાઢે છે અને 5થી 15 મીટરના અંતરે તેને માણસ દેખાવા લાગે છે. ત્યારબાદ વિઝ્યુઅલ્સના માધ્યમથી તે માણસ નજીક પહોંચે છે અને 1 મીટર જેટલા અંતર બાદ તે માણસને કરડવું કે નહીં તે નક્કી કરે છે.

આ પણ વાંચો : લોહીના ગઠ્ઠા જામવાથી થઈ શકે છે લોન્ગ કોવિડ, જો થોડી થોડી વારે થાક લાગે તો કરાવી લો તપાસ

શા માટે અમુક લોકોને મચ્છર વધુ કરડે છે?

અમુક લોકોના શરીરમાંથી લૈક્ટિક એસિડ જેવા કેમિકલ્સ વધુ નીકળે છે. મચ્છર આવા લોકોને વધુ શિકાર બનાવે છે. વિજ્ઞાનિકોના અધ્યયન મુજબ O બ્લડ ગ્રુપ લોહી ધરાવતા લોકોને મચ્છર વધુ કરડે છે.

આ પણ વાંચો: Rakshabandhan 2021: ગણેશજીની સાથે આ દેવતાઓને પણ અર્પિત કરો રાખડી, પૂરી થશે મનોકામના

માનવ શરીરની રચના અને પ્રવૃત્તિઓ પણ મચ્છરોને આકર્ષે છે. ઉદાહરણ તરીકે, મેદસ્વી લોકો અને શારીરિક શ્રમ ઓછો કરતા લોકો મચ્છરનો વધુ શિકાર બને છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોમાં ઝડપી વધારો થાય છે. ભરાયેલા પાણી મચ્છરો માટે સંવર્ધન સ્થળ તરીકે કામ કરે છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ પણ મચ્છરોના પ્રજનનને વેગ આપે છે. જેથી ચોમાસાની ૠતુમાં મચ્છર કરડવાથી બચવા માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ.

ફુલ સ્લીવ્ઝ અને ઢીલા કપડા પહેરવાથી મચ્છરના કરડવાથી બચવામાં મદદ મળી શકે છે. મચ્છરના કરડવાથી બચવા માટે તમે ઘરે કીટ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત મચ્છરોને કુદરતી રીતે ભગાડવા માટે લેમન બામ, તુલસીનો છોડ, લવંડર અને રોઝમેરી જેવા છોડનો ઉપયોગ કરી શકાય છે.
Published by:Kaushal Pancholi
First published: