બકરી ઈદ પર કેમ આપવામાં આવે છે જાનવરોની કુરબાની?

News18 Gujarati
Updated: August 12, 2019, 1:38 PM IST
બકરી ઈદ પર કેમ આપવામાં આવે છે જાનવરોની કુરબાની?
ઇબ્રાહીમે ખુદાના હુકમ સામે પુત્ર માટેની લાગણી દબાવી અને તેની કુરબાની આપવાનો નિર્ણય લીધો. તેણીએ તેની પત્નીને કહ્યું કે આપણે એક લગ્નમાં જવાનું છે, દીકરાને તૈયાર કર. તે બાદ દોરડા અને છરી લીધી.

ઇબ્રાહીમે ખુદાના હુકમ સામે પુત્ર માટેની લાગણી દબાવી અને તેની કુરબાની આપવાનો નિર્ણય લીધો. તેણીએ તેની પત્નીને કહ્યું કે આપણે એક લગ્નમાં જવાનું છે, દીકરાને તૈયાર કર. તે બાદ દોરડા અને છરી લીધી.

  • Share this:
માન્યતા

બકરી ઈદ ઉજવવા પાછળની માન્યતા એ છે કે, અલ્લાહે પણ ઇબ્રાહીમની કસોટી લેવા માટે તેમના પુત્ર ઈસ્માઈલને કુર્બાન કરવાનો હુકમ કર્યો હતો. ઇબ્રાહીમે ખુદાના હુકમ સામે પુત્ર માટેની લાગણી દબાવી અને તેની કુરબાની આપવાનો નિર્ણય લીધો. તેણીએ તેની પત્નીને કહ્યું કે આપણે એક લગ્નમાં જવાનું છે, દીકરાને તૈયાર કર. તે બાદ દોરડા અને છરી લીધી. પત્નીએ કહ્યું કે લગ્નમાં આ બધી વસ્તુઓનું શું કામ છે? જેનો તેમણે જવાબ આપ્યો કે લગ્નમાં કુર્બાની આપવામાં સહાય કરવી પડી શકે છે.

તે પછી તે દીકરાને લઈને ઘરથી દૂર ગયો. તેમણે દીકરાને ખુદાનો હુકમ જણાવ્યો. દીકરો ઈસ્માઈલ પિતાની વાત સાંભળીને કુરબાની આપવા તૈયાર થઈ ગયો. તેણે પિતાને એક કપડું આપતા કહ્યું કે, તમે આ કપડાંને તમારી આંખો પર બાંધી દો. કારણ કે તમે એક પિતા છો. પોતાના પુત્રને કરબાન નહીં કરી શકો. ઇબ્રાહીમે પોતાની આંખો પર પટ્ટી બાંધી અને દીકરાની ગરદન પર છરી ચલાવી. જ્યારે આંખોથી પટ્ટી ઉતારી તો તેણે દીકરાને જીવતા ઉભઓ જોયો. અને તેની જગ્યાએ એક દુમ્બા (સાઉદીમાં દેખાતી ઘેટાંની જાતિ) કરબાન થઈ ગયું છે.

ત્યારબાદ તે લોકો બકરાની કુર્બાની આપે છે. તેથી દરેક મુસલમાન કુર્બાનીના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા બકરો ખરીદીને પોતાના ઘરે લાવે છે. જેથી એ જાનવરથી લાગણી થાય, જેને કુર્બાન કરવાના હોય.

તહેવાર પર શું થાય છે?

કુર્બાનીનું ગોશ્ત ત્રણ ભાગોમાં વહેંચાય છે. જેનો એક ભાગ પોતાના માટે, બીજો ગરીબો અને ત્રીજો સંબંધીઓ/ પાડોશીઓ માટે હોય છે. આ તહેવારનો સંદેશો, આપણાથી નજીકની ચીજ બીજાને અને અલ્લાહને કુર્બાન કરવું છે. કુર્બાની માટે બકરો ઓછામાં ઓછો બે-ચાર દાંત વાળો એટલે કે એક-દોઢ વર્ષનો હોવો જોઈએ.#કામની વાતઃ સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય?
First published: August 12, 2019
વધુ વાંચો
अगली ख़बर