WHOનું અનુમાન છે કે, વૈશ્વિક સ્તરે 10 કરોડથી વધુ લોકો દર વર્ષે હેપેટાઇટિસ Aથી સંક્રમિત થાય છે

WHOનો સર્વે- વૈશ્વિક સ્તરે 1 કરોડથી વધુ લોકો દર વર્ષે હેપેટાઇટિસ A થી સંક્રમિત થાય છે

તે બધું છે જે હેપેટાઇટિસ A રોગ,નિવારણ અને રસીકરણ વિશે તમારે માહિતગાર રહેવું જોઈએ.

 • Share this:

  હિપેટાઇટિસ A એક સંક્રામક યકૃત ચેપ છે જે હેપેટાઇટિસ Aવાયરસ નાં કારણે થાય છેતેની તીવ્રતા હળવાથી લઈને ગંભીર બીમારી સુધીની હોઈ શકે છે જે થોડા અઠવાડિયાથી મહિના સુધી ચાલી શકે છે.


  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નો અંદાજ છે કે વૈશ્વિક સ્તરે 1 કરોડથી વધુ લોકો દર વર્ષે હેપેટાઇટિસ A થી સંક્રમિત થાય છે. જ્યારે યકૃતમાં  ચેપ સામાન્ય રીતે બાળકોમાં હળવો અને સામાન્ય માનવામાં આવે છેતો તે કેટલાક સંજોગોમાંગંભીર બની શકે છેમોટા બાળકોમાં અને પુખ્ત વયના લોકોમાંચેપ સામાન્યરીતે વધુ ગંભીર લક્ષણોનું કારણ બને છેએવા પૈકીના એકમાં કમળો 70% થી વધુ સંજોગોમાં  થાય છે.


  હેપેટાઇટિસ A ચેપ લાંબા વખતથી ચાલતા ચેપનું કારણ નથી, જોકે તે ગંભીર હોઈ શકે છે. જો તેને અનિયંત્રિત છોડવામાં આવે તો કેટલાક કિસ્સાઓમાં, તે ગંભીર જટિલતાનું કારણ બની શકે છે જેમકે તીવ્ર યકૃતમાં નિષ્ફળતા અને દુર્લભ કિસ્સાઓમાં મૃત્યુ જેવી પરિસ્થિતિમાં પરિણમી શકે છે. આનો પ્રકોપ વિશ્વભરમાં થાય છે, ખાસ કરીને નબળા સ્વચ્છતાવાળા6 વિસ્તારોમાં થાય છે. આજ કારણ છે કે વધુ સ્વચ્છતાના ક્ષેત્રોમાં રહેવાનાં કારણે પહેલાં આ વાયરસનાં સંપર્કમાં ન આવનાર બાળકો પ્રારંભિક બાળપણમાં હેપેટાઇટિસ A નાં ચેપથી બચી શકે છે, જેનાથી તેમને કિશોરાવસ્થા અને વયસ્કતામાં ગંભીર ચેપનું જોખમ રહે છે.

  તે કેવી રીતે ફેલાય છે?

  હેપેટાઇટિસ A હેપેટાઇટિસ A વાયરસથી દૂષિત પાણી અને ખોરાકના અંતર્ગ્રહણથી ફેલાય છે. તે મુખ્યત્વે ફીકલ-ઓરલમાર્ગ દ્વારા અથવા જ્યારે કોઈ દૂષિત પાણી, દૂધ, અથવા તે એવા ખાદ્યપદાર્થ લે છે જે સ્વચ્છ રીતે તૈયાર, સંગ્રહિત, કરેલ ન હોય. ત્યારે તે મુખ્યત્વે એક વ્યક્તિથી બીજામાં પ્રસારિત થાય છે.

  જો તમે ભૂલથી હેપેટાઇટિસA થી દૂષિત કંઈક ખાઈ લીધું હોય, જેમકે આકસ્મિક રીતે ચેપગ્રસ્ત બાળકના ડાયપરને બદલવું અને પછી તમારા હાથને સારી રીતે ન ધોવું, તો તમને હેપેટાઇટિસ A નું ચેપ થવાનું જોખમ રહે છે. જો તમે કોઈ રેસ્ટોરન્ટમાં ખોરાક અને પીણા શેર કરો છો અથવા દરવાજાના ખૂણા અથવા સપાટીને સ્પર્શ કરો છો જેમાં મળની થોડી માત્રા હોઈ શકે તો પણ તમે જોખમમાં છો.  ચિહ્નો અને લક્ષણો પર ધ્યાન આપો

  સંક્રમિત દરેક વ્યક્તિમાં લક્ષણો હોતા નથી. લક્ષણો (જો વિકસિત હોય તો) સામાન્ય રીતે ચેપ પછી 2 થી 6 અઠવાડિયાની અંદર દેખાય છે. તેમાં શામેલ હોઈ શકે છે:

  ●  તાવ

  ઉલટી

  ભૂખરા રંગનો મળ

  થાક

  પેટમાં દુખાવો

  સાંધાનો દુખાવો

  ભૂખ ઓછી થવી

  ઉબકા

  કમળો

  યાદ રાખો, દરેક ચેપ ગ્રસ્ત વ્યક્તિ બધા લક્ષણો દર્શાવશે નહીં. કેટલાક સંજોગોમાં, લક્ષણો 6 મહિના9 સુધી ચાલે છે

  હેપેટાઇટિસ A - શું તેને રોકી શકાય છે?

  હા, હેપેટાઇટિસ A ચેપને રોકી શકાય છે. સ્વયંને બચાવવા માટેની સરળ રીતો નિમ્નલિખિત છે:

  1. સ્વચ્છ પાણી પીવો અને ખોરાક સારી રીતે રાંધો. કાચા માંસ અને શેલફિશને ટાળો અને ફળો અને શાકભાજીને શુદ્ધ પાણીથી ધોઈ લો.

  2. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, બાળકનાં બાળોતિયાં બદલ્યા પછી અને ખોરાક અને ખાવાની તૈયારી કરતા પહેલાં તમારા હાથને સાબુ અને પાણીથી ધોવાનું યાદ રાખો.

  3. તમારા ઘરની આસપાસ અને તેની આસપાસના આરોગ્યપ્રદ વાતાવરણની ખાતરી કરો.

  4.  રસીકરણ તમારા બાળકને હેપેટાઇટિસ A સામે સુરક્ષિત કરવામાં મદદ કરે છે

  હેપેટાઇટિસ A માટે ઉપચાર?

  હેપેટાઇટિસ A માટે કોઈ વિશિષ્ટ ઉપચાર નથી તેથી પગલાં નિવારક ઉપાય લઈને રોગને રોકવું તે એક હોશિયારી છે. રસીકરણ એ હેપેટાઇટિસ A ને રોકવાનો એક વિશ્વસનીય માર્ગ છે.

  ક્યારે હેપેટાઇટિસ A રસી આપી શકાય?

  એક વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને હેપેટાઇટિસ A સામે રસીકરણ આપી શકાય છે. આથીજ, વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અધિકારીઓ જેમકે WHO અને ભારતીય બાળ એકેડમીના બાળચિકિત્સાનાં તમામ પાત્ર બાળકોને હેપેટાઇટિસ A રસીકરણની ભલામણ કરે છે. તમારા બાળક માટે હેપેટાઇટિસ A અને રસીકરણ વિશે વધુ માહિતી માટે તમારા બાળચિકિત્સકની સલાહ લો.

  રેફરન્સ:

  1.  https://www.who.int/immunization/position_papers/PP_hep_A_july2012_summary.pdf, Accessed on 24thJuly 2021

  2.  https://www.cdc.gov/hepatitis/Hepatitis%20A/afaq.html , Accessed on 24th July 2021

  3.  Castaneda D, Gonzalez AJ, Alomari M, Tandon K, Zervos XB. From hepatitis A to E: A critical review of viral hepatitis. World J Gastroenterol. 2021;27(16):1691-1715

  4. https://www.cdc.gov/vaccines/pubs/pinkbook/hepa.html, Accessed on 24th July 2021

  5.  https://www.who.int/news-room/fact-sheets/detail/hepatitis-a, Accessed on 24th July 2021

  6.  https://www.iamat.org /country/india/risk/hepatitis-a, Accessed on 24th July 2021

  7.      124587-IAP-GUIDE-BOOK-ON-IMMUNIZATION-18-19.pdf (iapindia.org), Accessed on 29th July 2021

  અસ્વીકરણ: GlaxoSmithKline Pharmaceuticals Limited દ્વારા જાહેર હિતમાં જારીકરાયેલ. ડૉ. એનીબેસંટ રોડ, વર્લી, મુંબઇ 400 030, ભારત. આ સામગ્રીમાં દેખાતી માહિતી માત્ર સામાન્ય જાગરૂકતા માટે છે. આ સામગ્રીમાં સમાયેલ કંઈપણ તબીબી સલાહને ધ્યાનમાં રાખતું નથી. કૃપા કરીને તબીબી પ્રશ્નો માટે તમારા ચિકિત્સકની સલાહ લો, જો કોઈ હોય તો, અથવા તમારી સ્થિતિ વિશે હેપેટાઇટિસ A નાં કોઈ પ્રશ્ન અથવા ચિંતા હોય તો કૃપા કરીને રસી રોકી શકાય તેવા રોગોની સંપૂર્ણ સૂચિ અને દરેક રોગ માટેના રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે તમારા બાળચિકિત્સકની સલાહ લો . કૃપા કરીને કોઈપણ GSK પ્રોડક્ટ સાથેની પ્રતિકૂળ ઘટનાઓને કંપનીને india.pharmacovigilance@gsk.com પર રિપોર્ટ કરો.

  This article has been created by the Studio18 team on behalf of GSK

  CL code: NP-IN-HAV-OGM-210004, DoP Jul 2021
  Published by:kuldipsinh barot
  First published: