Home /News /lifestyle /

નિયમિત યોગથી થતા ફાયદાઓ જાણીને તમને પણ થશે આશ્ચર્ય

નિયમિત યોગથી થતા ફાયદાઓ જાણીને તમને પણ થશે આશ્ચર્ય

જો તમે શિયાળામાં કસરત કરવા માટે બહાર નથી જવા માંગતા તો ઘરની અંદર જ વ્યાયામ કરી શકો છો. અને તેના માટે તમારે મોંઘા ઉપકરણો વસાવવા પણ જરૂરી નથી. તમે યોગ કરીને તમારા ઘરમાં જ પોતાની કેલરી બર્ન કરી શકો છો.

હકીકતમાં યોગને સર્વાંગી રૂપે જોવામાં આવે તો યોગ સંસારી ઓ માટે વધારે પ્રસ્તુત છે.

  અંકિત કારીઆ, (HOD, Yog) ફ્રેનીબેન દેસાઇ ફાઉન્ડેશન

  થોડા વર્ષો પહેલા યોગને ફક્ત સાધુ- સંન્યાસીઓ પૂરતી એક આધ્યાત્મિક પ્રવૃત્તિ રૂપે જોવામાં આવતી હતી. હકીકતમાં યોગને સર્વાંગી રૂપે જોવામાં આવે તો યોગ સંસારી ઓ માટે વધારે પ્રસ્તુત છે. યોગનાં અભ્યાસથી શરીરની નસ અને નાડીઓ, અંતઃ સ્ત્રાવી ગ્રંથી, માંસપેશીઓ લચિલા, પુષ્ટ, સુદૃઢ બને છે. શરીર સ્ફુર્તિવાન, તાજગીભર્યુ, હલકાપણું અનુભવ કરે છે. દરેક ઉંમરના બાળક, જુવાન, આબાલવૃદ્ધ સ્ત્રી અને પુરુષ પોતાની જરૂરિયાત અને અભિરુચિ મુજબ યોગનાં વિવિધ અંગોનો અભ્યાસ કરી શકે છે.

  યોગની દરેક ઉંમરના લોકો પર થતી અલગ-અલગ અસરો જોઇએ

  બાળક (ઉંમર 8 થી 18)

  યોગ શીખવાની સાચી ઉંમર આઠ વર્ષની છે, જ્યારે હાડકાં અને સ્નાયુઓ નરમ હોય છે, તેમને જે તરફ વાળવા હોય તે તરફ વાળી શકાય છે. યોગાસનો, પ્રાણાયમ અને મંત્ર યોગનાં અભ્યાસથી બાળકોની માનસિક શક્તિમાં વધારો થાય છે અને સાથે સાથે શારીરિક લાભ પણ થાય છે.
  જીવનનાં આ તબક્કે કફની વૃદ્ધિ થાય છે.

  આ પણ વાંચો : પ્લાસ્ટિકનાં કપ આપણા સ્વાસ્થ્ય માટે કેમ હાનિકારક છે?

  યુવાન સ્ત્રી અને પુરુષ (ઉંમર 19થી 60)

  આ ઉંમરમાં સ્ટ્રેસ, વધુ વજન, અનિયમિત-અયોગ્ય ખોરાકનાં પરિણામે વિવિધ રોગો ઘર કરી જાય છે. જીવનનાં આ તબક્કે પિત્તની વૃદ્ધિ થાય છે. તેનાથી તેમને બચાવવા માટે યોગનો અભ્યાસ ખૂબ કામમાં આવે છે. આ સમયે યોગ ફક્ત આસન પૂરતો જ સિમિત રહે તે ઠીક નથી. યોગવિદ્યાના આઠ અંગ પૈકી યમ, નિયમ, પ્રાણાયમ, આસન, ધ્યાન પણ જરૂરી બને છે.

  વૃદ્ધ સ્ત્રી અને પુરુષ (ઉંમર 61 અને વધુ)

  જીવનનાં આ તબક્કે ઢીંચણનો દુખાવો, કરોડરજ્જુની તકલીફો, ગરદન, ખભાનાં સ્ટિફ સ્નાયુઓ, ઉપરાંત અયોગ્ય રીતે બેસવા-ઊઠવાની રીતને કારણે વાસ્કયુલર ઇન્સફીશ્યન્સી જેમ કે વર્ટીગો, ગીડ્ડીનેસ, ક્યારેક ટીનીટસ, (કાનના ઇનર કોરમાં રીન્ગીંગ સેન્સેશન), શરીરમાં દુખાવો જેવા ઓર્થોપેડિક રોગ વધુ આવે છે. તેનો મુખ્ય કારણ શરીરમાં વાત પેદા થાય છે તે છે. યોગ વિદ્યા અંતર્ગત સૂક્ષ્મ વ્યાયામ જેને સરળ શબ્દોમાં કહીએ તો જોઈન્ટ મુવમેન્ટ્સ આ સમયે ખૂબ કામમાં આવે છે. તે ઉપરાંત પ્રાણાયામનો અભ્યાસ પણ ખુબ જરૂરી બને છે. મંત્રયોગ, ધ્યાન યોગ પણ ઉપયોગી બને છે.

  આ પણ વાંચો : તમને એનર્જી ડ્રીંક પીવાની ટેવ છે? જાણી લો તેનાથી શરીર પર કેવી અસર થાય છે

  રોજ કેટલા સમય કરવો જોઇએ યોગ

  દરરોજ નિયમિત 10થી 60 મિનિટ નો દ્રઢ યોગ અભ્યાસ સ્વસ્થ રહેવા માટે તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે પર્યાપ્ત છે. યોગનાં અભ્યાસની ખાસિયત તે છે કે કોઈપણ વસ્તુ, સ્થાન અથવા વ્યક્તિ વિશેષનું તેના ઉપર આવલંબન હોતું નથી. અભ્યાસુની જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તે યોગનો અભ્યાસ કરી શકે છે.

  યોગના અભ્યાસ દ્વારા શરીર મુલાયમ, લચીલુ અને સહનશીલ બને છે. બિમારી દૂર ભાગે છે અને જીવન દીર્ઘાયુ અને સ્વસ્થ બને છે. થોડા સમય માટે કોઈ કારણસર યોગનો અભ્યાસ છોડી દેવામાં આવે તો શરીરમાં દર્દનો અનુભવ થતો નથી અથવા કોઈ આડઅસર થતી નથી. હવે તો વિજ્ઞાનીઓ અને ડોક્ટરો પણ તેની અસરકારકતા માનવાનું ચૂકતા નથી. તો આવો યોગ કરીએ અને સ્વસ્થ રહીએ. (મો.) ૯૪૨૮૩૫૩૬૨૩
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Exercise, Freniben desai, Yog, યોગ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन