Home /News /lifestyle /Cleaning tips: વૉશ બેસીન ચમકી ઉઠશે, વાઈટ વિનેગરનો આવી રીતે કરો ઉપર
Cleaning tips: વૉશ બેસીન ચમકી ઉઠશે, વાઈટ વિનેગરનો આવી રીતે કરો ઉપર
Cleaning tips: વૉશ બેસીન ચમકી ઉઠશે, વાઈટ વિનેગરનો આવી રીતે કરો ઉપર
દિવાળીના તહેવારો આવી રહ્યા છે. ઘર અને ઓફિસોની સાફસફાઈ શરૂ થવાની છે. મહિલાઓ થોડા દિવસોમાં સાફસફાઈમાં જોતરાઈ જશે. પણ ઘરની સફાઈનું કામ સરળ કામ નથી. આવી સ્થિતિમાં તમે ઘરના વોશ બેસિનમાંથી ડાઘ દૂર કરવા માંગતા હોવ, તો અહીં કારગર ટ્રિક આપવામાં આવી છે.
દિવાળીના તહેવારો આવી રહ્યા છે. ઘર અને ઓફિસોની સાફસફાઈ શરૂ થવાની છે. મહિલાઓ થોડા દિવસોમાં સાફસફાઈમાં જોતરાઈ જશે. પણ ઘરની સફાઈનું કામ સરળ કામ નથી. ઘરને સાફ કરવા અને સજાવવામાં ઘણો સમય અને મહેનત લાગે છે.
વોશ બેઝિનનો ઉપયોગ ઘરમાં રોજ બ્રશ કરવા કે હાથ ધોવા માટે કરવામાં આવે છે, જેના કારણે સફેદ વોશ બેઝિન થોડા જ સમયમાં પીળા પડવા લાગે છે. વોશ બેસિન પર ટૂથપેસ્ટ અને પાણીથી પડતા ડાઘને દરરોજ ઘસવામાં આવે તો પણ સાફ કરવું મુશ્કેલ બને છે.
આવી સ્થિતિમાં તમે ઘરના વોશ બેસિનમાંથી ડાઘ દૂર કરવા માંગતા હોવ, તો અહીં કારગર ટ્રિક આપવામાં આવી છે. ઘરના વોશ બેસિનને ચમકાવવા માટે સફેદ વિનેગર ખૂબ જ સસ્તો અને કારગર વિકલ્પ છે.
વોશ બેઝિનને સાફ કરવા માટે સફેદ વિનેગરનો ઉપયોગ કરો
મોટાભાગના નૂડલ્સ અને ફાસ્ટ ફૂડ આઇટમ્સમાં સફેદ વિનેગરનો ઉપયોગ થાય છે. ઘણા લોકો નહીં જાણતા હોય કે, સફેદ વિનેગરનો યુઝ સ્વાદ વધારવાની સાથે ખાદ્ય ચીજોની સફાઈ માટે પણ થઈ શકે છે. સફેદ વિનેગરમાં બેકિંગ સોડાને મિશ્રિત કરવાથી વોશ બેસિન ચમકી ઉઠે છે સાથે વોશ બેસિનમાંથી જોવા મળતી શેવાળ અને ગંધને પણ દૂર થઈ શકે છે.
અહીં ઉલ્લેખનિય છે કે, વોશ બેસિનમાંથી ડાઘ દૂર કરવા એ પૂરતું નથી. તમારે તેને જંતુરહિત પણ કરવું જોઈએ. જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. તે વોશ બેસિનમાં રહેલા તમામ સૂક્ષ્મજંતુઓને મારી નાખશે. પરંતુ સમગ્ર વોશ બેઝિન પર જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ કરતા પહેલા તેનો નાના ભાગમાં છંટકાવ કરો, જેથી વોશ બેઝિનને કોઈ નુકસાન થશે કે નહીં તે જાણી શકાશે. ત્યારબાદ વોશ બેઝિનને ધોઇ લો. બોટલ પરની સૂચનાઓ વાંચવાનું ભૂલશો નહીં. લેબલને વાંચ્યા પછી જ સ્પ્રેનો ઉપયોગ કરો.
(Disclaimer: આ લેખમાં આપેલી માહિતી અને સૂચનો સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર