Home /News /lifestyle /માત્ર 45 મિનિટમાં વાળ હંમેશા માટે થઈ જશે કાળા, અપનાવો આ ઉપાય

માત્ર 45 મિનિટમાં વાળ હંમેશા માટે થઈ જશે કાળા, અપનાવો આ ઉપાય

હેર બ્લેક કરવાની નેચરલ રીત

વાળ સફેદ થવું એક મોટી સમસ્યા છે. કલર લગાવ્યા બાદ દર ત્રણ-ચાર દિવસે વાળ પાછા સફેદ થઈ જાય છે અને કેમિકલના કારણે સફેદી પણ વધે છે. આજે અમે તમને એવા નુસ્ખા વિશે જણાવીશું જેનાથી તમારા વાળ સફેદ થવાનું બંધ થઈ જશે.

    રાસાયણિક હેર ડાઈ અને શેમ્પૂ વાળ સફેદ થવા પાછળ મોટો ફાળો ભજવે છે. અનેક રાસાયણિક ઉત્પાદનોમાં હાનિકારક તત્ત્વ હોય છે, જે મેલેનિનનું કામ કરે છે. કેમિકલ હેર ડાઈમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ હોય છે, જેનો તમામ હેર ડાઈમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કારણોસર વાળ કાળા થવાની જગ્યાએ વધુ સફેદ થવા લાગે છે. તો ચાલો જાણીએ કે વાળને નુકસાન પહોંચાડ્યા વિના વાળની સફેદીને મૂળમાંથી ખતમ કરી વાળને હંમેશા માટે કાળા કરી દેશે. તે પણ ફક્ત 45 મિનીટમાં.

    રાસાયણિક રંગ તમારા વાળને નુકસાન પહોંચાડે છે. તેથી વાળને કાળા કરવા માટે તમારે યોગ્ય પ્રકારે મહેંદી અથવા ઈન્ડિગો પાઉડરનો ઉપયોગ કરવાનો રહેશે. ઇન્ડિગો અને મહેંદી વાળને બ્રાઉનિશ અને કાળા કરી દેશે. મહેંદી એક જૈવિક ડાઈ છે, જેમાંથી પ્રાકૃતિક ઈન્ડિગો મળે છે.

    ઇન્ડિગો શું છે

    ઈન્ડિગો એક પ્રાકૃતિક રંગ છે, જે ઈન્ડિગોફેરા ટિંકટોરિયા છોડમાંથી મેળવવામાં આવે છે. મહેંદી અને ઈન્ડિગો મિશ્ર કરીને પ્રાકૃતિક હેર ડાઈ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

    આ પણ વાંચોઃ આ 5 સંકેતો દેખાય, તો સમજવું કે ગળાના કેન્સરની શરૂઆત થઈ ગઈ છે

    ઈન્ડિગોના ફાયદા

    આ એક પ્રાકૃતિક હેર ડાઈ છે, જેના કારણે તમારા વાળને કોઈ નુકસાન થતું નથી.
    મહેંદી અને ઈન્ડિગો મિશ્ર કરવાથી વાળ ભૂરા રંગના થઈ જાય છે.
    મહેંદી વાળ પર લગાવવાથી વાળ ઘાટા કાળા રંગના થઈ જાય છે.
    નિયમિતરૂપે ઈન્ડિગો લગાવવાથી વાળ અકાળે કાળા થતા અટકે છે.
    ઈન્ડિગો વાળનો રંગ અને ચમક વધારે છે તથા ઠંડક પ્રદાન કરે છે.

    વાળને કાળા કરવા મહેંદી અને ઈન્ડિગોનો ઉપયોગ કેવી રીતે કરવો

    • મહેંદી પાઉડર (નાના વાળ માટે 100 ગ્રામ, ખભા સુધીના વાળ માટે 200 ગ્રામ, અને લાંબા વાળ માટે 300 ગ્રામ)

    • ઈન્ડિગો પાઉડર (નાના વાળ માટે 100 ગ્રામ, ખભા સુધીના વાળ માટે 200 ગ્રામ, અને લાંબા વાળ માટે 300 ગ્રામ)

    • 1 લીંબુનો રસ

    • મીઠું (1 નાની ચમચી)

    • કોર્નસ્ટાર્ચ (2 ચમચી)

    • પાણી

    • મિશ્ર કરવા માટે એક ગ્લાસ અથવા પ્લાસ્ટિકની વાટકી


    આ પણ વાંચોઃ શું ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટ એટેકના જોખમમાં થશે ઘટાડો? જાણો શું કહે છે અભ્યાસ

    રીત

    એક બાઉલમાં મહેંદી પાઉડર અને લીંબુનો રસ મિક્સ કરો. હવે તેમાં ધીરે ધીરે પાણી નાંખો અને પેસ્ટ ન બને ત્યાં સુધી મિક્સ કરો. વાટકીને પ્લાસ્ટિકના રેપરથી ઢાંકી દો અને આખી રાત રાખી મુકો, જેથી મહેંદીનો રંગ નીકળી જાય છે. બીજા દિવસે વાળમાં મહેંદી લગાવી લો અને 2 કલાક સુધી રાખીને સાદા પાણીથી ધોઈ લો.

    તે જ દિવસે અથવા બીજા દિવસે ઈન્ડિગો લગાવો



    ઈન્ડિગો લગાવવાની રીત

    એક વાટકીમાં ઈન્ડિગો પાઉડર, મીઠુ અને કોર્નસ્ટાર્ચ મિક્સ કરી દો. તેમાં ધીરે ધીરે પાણી નાંખીને પેસ્ટ ન બને ત્યાં સુધી હલાવો. તમારા વાળને બાજુમાં વિભાજિત કરો અને મહેંદી લગાવો તે જ રીતે ઈન્ડિગો પેસ્ટ લગાવો. શાવર કેપ લગાવીને 45 મિનિટ સુધી રાખો. પાણીથી ઈન્ડિગો પેસ્ટ ધોઈ લો. તમારા વાળ કાળા થઈ ગયા હશે. આગામી 2-3 દિવસ સુધી શેમ્પૂ અથવા કંડીશનરનો ઉપયોગ ન કરશો. વાળમાં તેલ લગાવી લો, જેથી વાળ શુષ્ક ન રહે.

    નોંધ- આ લેખ દ્વારા માત્ર જાણકારી પ્રદાન કરવામાં આવી છે. નિષ્ણાંત અથવા ડોકટરની સલાહ લઈને આ જાણકારીનો ઉપયોગ કરવો.
    First published:

    Tags: Black hair, Lifestyle