સ્ટ્રેસ ઓછો થતા ફરી કાળા થવા લાગે છે સફેદ વાળ, શોધમાં કરાયો દાવો

તણાવના કારણે વાળ સફેદ થઈ જાય છે. Image-shutterstock.com

તણાવ કે સ્ટ્રેસના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. તણાવની અસર માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ તે વાળ અને ત્વચાને પણ ડલ બનાવી દે છે.

  • Share this:
નવી દિલ્હી : તણાવ કે સ્ટ્રેસના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. તણાવની અસર માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ તે વાળ અને ત્વચાને પણ ડલ બનાવી દે છે. અત્યાર સુધી આપણે જાણતા હતા કે તણાવના લીધે વાળ હંમેશા માટે સફેદ થઇ જાય છે, પરંતુ હવે શોધમાં ખુલાસો થયો છે કે જો આપણે તણાવ મુક્ત થઇ જઇએ તો સફેદ વાળ ફરી કાળા થઇ શકે છે. ન્યૂયોર્ક સ્થિત કોલંબિયા યૂનિવર્સિટીમાં કરાયેલ આ અભ્યાસમાં પહેલી વાર મનોવૈજ્ઞાનિક તણાવથી સફેદ થતા વાળની સંખ્યા આધારિત પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, તણાવ ખતમ થવા પર વોલન્ટિયર્સના વાળ ફરી કાળા થવા લાગ્યા. આ જોઇને સંશોધકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ પરીણામ તાજેતરમાં ઉંદરો પર થયેલ અભ્યાસની એકદમ વિપરીત છે, જેમાં સામે આવ્યું હતું કે તણાવથી સફેદ થયેલા વાળ સ્થાયી હોય છે.

પિકાર્ડે જણાવ્યું કે, અમારા આંકડાઓથી તે વાત પર તારણ મળે છે કે માનવીય વધારો સ્થાયી જૈવિક ક્રિયા નથી, પરંતુ તેને રોકી કે અસ્થાયી રીતે બદલી શકાય છે. વાળમાં જૈવિક ઇતિહાસ છુપાયેલ છે. જ્યારે તે ત્વચામાં રોમના રૂપમાં હોય છે, ત્યારે તેમના પર તણાવથી શરીરમાં થનાર બદલાવની અસર થાય છે. ત્વચાની બહાર આવીને મજબૂત બની જાય છે. સ્કેનરથી જોઇએ તો તેમના રંગમાં ખૂબ નજીવું પરીવર્તન જોવા મળે છે. શોધમાં તે જ પરીવર્તનને પકડવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, તણાવ હોવાથી માણસની કોશિકાઓના પાવરહાઉસ કહેવાતા માઇટોકોન્ડ્રિયામાં બદલાવ આવે છે. જેનાથી વાળમાં મળતા અસંખ્ય પ્રોટીન બદલી જાય છે અને કાળા વાળનો રંગ સફેદ થઇ જાય છે.

આ પણ વાંચો - કમ્પ્યુટર પર કામ કરતા કરતા થાકી ગઈ છે આંખો, તો કરો આ કામ, તરત જ મળશે આરામ

પિકાર્ડના જણાવ્યા અનુસાર, 14 વોલન્ટિયર્સના તણાવના આધારે પરીણામોની સરખામણી કરવામાં આવી અને જાણવા મળ્યું કે, રજા પર રહેવા દરમિયાન એક વોલન્ટીયરના પાંચ વાળ ફરી કાળા થઇ ગયા હતા. અર્થાત્ રંગ બદલ્યો તો વાળના 300 પ્રોટીનમાં પરીવર્તન આવ્યું. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે, એક ખાસ પ્રોટીન જેને CDK કહેવામાં આવે છે, સેલને ડેમેજ કરવા લાગે છે. આ પ્રોટીન તણાવની સ્થિતિમાં ઝડપથી બને છે. એવામાં તણાવ હોવા પણ કાળા વાળ સફેદ થવા લાગે છે.

આ પણ વાંચોBlack Foods: કાળી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, ડાયાબીટીસથી લઈ વજન ઘટાડવા કરે છે મદદ

તણાવ અને ચિંતા થવા પર કોર્ટિસોલ નામના હોર્મોન વધુ માત્રામાં નીકળવા લાગે છે. આ તે સેલ્સને ખરાબ રીતે પ્રભાવિત કરે છે જે વાળ અને શરીરના રંગને સામાન્ય જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. જો કે પિકાર્ડનું કહેવું છે કે વાળ એક હદ સુધી જ સફેદ થશે. તેમ ન વિચારવું જોઇએ કે સફેદ વાળ ધરાવતા 70 વર્ષીયના વાળ તણાવ મુક્ત થવા પર કાળા થઇ જશે કે 10 વર્ષીય બાળકમાં તણાવથી વાળ સફેદ થઇ જશે.
First published: