Home /News /lifestyle /મહેંદીમાં મિક્સ કરો આ પાણી અને ધોળા વાળને નેચરલી રીતે કાળા કરો, નહીં થાય કોઇ સાઇડ ઇફેક્ટ્સ

મહેંદીમાં મિક્સ કરો આ પાણી અને ધોળા વાળને નેચરલી રીતે કાળા કરો, નહીં થાય કોઇ સાઇડ ઇફેક્ટ્સ

ચા વાળને કાળા કરે છે.

Hair care tips: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થઇ જતા હોય છે. સફેદ વાળને કાળા કરવા માટે અનેક લોકો કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમે આ નેચરલી રીતે પણ બ્લેક હેર કરી શકો છો.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં અનેક લોકોના વાળ વ્હાઇટ હોય છે. વ્હાઇટ વાળને કાળા કરવા માટે અનેક લોકો જાતજાતના કલરનો ઉપયોગ કરતા હોય છે. વાળને કાળા કરવા માટે અનેક પ્રકારની ટ્રિટમેન્ટ લઇને પાર્લરમાં ખોટો ખર્ચો કરી નાખતા હોય છે. આમ તમને જણાવી દઇએ કે તમે વાળમાં નેચરલી રીતે પણ ઘરે કલર કરી શકો છો. તમે આ રીતે વાળમાં નેચરલ કલર કરો છો તો તમારા ધોળા વાળ કાળા થાય છે અને સાથે સિલ્કી પણ થાય છે. રસોડામાં પડેલી આ વસ્તુઓથી તમે તમારા વાળને સરળતાથી કાળા કરી શકો છો. તો જાણો આ ઘરેલું ઉપાયો વિશે તમે પણ.

આ પણ વાંચો:આંખો આસપાસની કરચલીઓ આ રીતે કરો દૂર

કોફી


વાળને નેચરલી રીતે બ્લેક કરવા માટે તમે કોફીનો ઉપયોગ કરી શકો છો. કોફી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે મહેંદી લો અને એમાં કોફી પાવડર નાંખો. ત્યારબાદ આ મહેંદી તમારા વાળમાં નાખો અને અડધો કલાક માટે રહેવા દો. આમ કરવાથી તમારા વાળ નેચરલી રીતે બ્લેક થાય છે અને સાથે કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ થતી નથી.

આ પણ વાંચો:માત્ર 15 દિવસમાં નખ પરની પીળાશ દૂર કરો

બીટ


બીટ સ્વાસ્થ્ય, સ્કિન અને વાળ..એમ ત્રણેય માટે ફાયદાકારક છે. બીટ તમારા વાળમાં નેચરલ કલર લાવવાનું કામ કરે છે. જો તમે વાળને કાળા કરવા માટે બીટનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. બીટથી તમારા વાળ સિલ્કી પણ થાય છે. આ માટે તમે બીટ લો અને એનો મિક્સરમાં ઘટ્ટ જ્યૂસ કાઢી લો. પછી આ રસને તમારા વાળમાં લગાવો. આ રસ તમે મહેંદીમાં નાંખીને પણ લગાવી શકો છો. બીટના આ રસથી તમારા વાળ નેચરલી રીતે કાળા થાય છે. બીટ તમારા વ્હાઇટ હેરને કાળા કરે છે અને સાથે ગ્રોથ પણ વધારે છે.


ચા


વાળને નેચરલી રીતે કાળા કરવા માટે તમે ચા પત્તીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક તપેલીમાં પાણી લો અને એમાં ત્રણથી ચાર ચમચી ચા નાંખો. પછી આ ચા ને બરાબર ઉકાળો. હવે આ ઉકાળેલી ચાનું પાણી મહેંદીમાં નાંખો. આ મહેંદી વાળમાં નાંખો અને એક કલાક માટે રહેવા દો. આમ કરવાથી વાળ નેચરલી રીતે બ્લેક થાય છે.
First published:

Tags: Black hair, Hair Care tips, Life style, White hair