Home /News /lifestyle /Filtered vs Boiled water: ઉકાળેલું પાણી કે ફિલ્ટર્ડ પાણી આ બેમાંથી સ્વાસ્થ્ય માટે કયું પાણી વધુ લાભદાયી છે?

Filtered vs Boiled water: ઉકાળેલું પાણી કે ફિલ્ટર્ડ પાણી આ બેમાંથી સ્વાસ્થ્ય માટે કયું પાણી વધુ લાભદાયી છે?

ઉકાળેલું પાણી કે ફિલ્ટર્ડ પાણી, આ બંનેમાં કયું શ્રેષ્ઠ

Which water is best for drinking: હાલના સમયમાં વધતી જનસંખ્યા, પર્યાવરણ પ્રદૂષણ અને પ્રાકૃતિક સંસાધનોની કમીના કારણે લોકોને સ્વચ્છ પાણી મળવું મુશ્કેલ થઈ ગયું છે. અનેક લોકો મજબૂરીમાં ગંદુ પાણી પી રહ્યા છે. ગંદુ પાણી પીવાથી ટાઈફોડ, કમળો, હૈજા સહિત અનેક ગંભીર બિમારીઓ થાય છે. આ કારણોસર ચોખ્ખુ પાણી પીવું જરૂરી છે. અહીંયા તે અંગે કેટલીક વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

વધુ જુઓ ...
    તમે બાળપણથી જ સાંભળતા આવ્યા હશો કે, જળ જ જીવન છે. પાણી વિના જીવન વિશે વિચારવું પણ મુશ્કેલ છે. માણસથી લઈને જીવ જંતુ અને વૃક્ષો માટે પણ પાણી ખૂબ જ જરૂરી હોય છે. આપણા જીવનના તમામ કામ પાણી પર નિર્ભર કરે છે. હાલના સમયમાં વધતી જનસંખ્યા, પર્યાવરણ પ્રદૂષણ અને પ્રાકૃતિક સંસાધનોની કમીના કારણે લોકોને સ્વચ્છ પાણી મળવું મુશ્કેલ થઈ ગયું છે. અનેક લોકો મજબૂરીમાં ગંદુ પાણી પી રહ્યા છે. ગંદુ પાણી પીવાથી ટાઈફોડ, કમળો, હૈજા સહિત અનેક ગંભીર બિમારીઓ થાય છે. આ કારણોસર ચોખ્ખુ પાણી પીવું જરૂરી છે. અહીંયા તે અંગે કેટલીક વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    શું પાણી ઉકાળવાથી સાફ થઈ જાય છે?


    બિમારીઓથી બચવા માટે ડોકટર ફિલ્ટર્ડ પાણી અથવા પાણી ઉકાળીને પીવાની સલાહ આપે છે. સુરક્ષિત પીવાનું પાણી મેળવવા માટેની સૌથી જૂની રીત છે પાણીને ઉકાળવું. પાણીને ઉકાળવાનો મુખ્ય ઉદ્દેશ્ય તેમાં રહેલ કીટાણુઓને નષ્ટ કરવાનો હોય છે.

    આ પણ વાંચો: Fruit Milkshake પીવાના શોખીન  થઇ જાઓ સાવધાન! કારણ જાણીને થઈ જશો હેરાન

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર પાણીને ઉકાળવાથી તેમાં રહેલા સૂક્ષ્મ જીવ, વાયરસ અને બેક્ટેરિયા નાશ પામે છે અને બિમારીઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે. પાણી ઉકાળવાથી તેમાં રહેલા લેડ, ઓર્સેનિક, મેગ્નેશિયમ અને નાઈટ્રેટ જેવી અશુદ્ધિઓ રહે છે, જે જોખમકારક હોય છે. તેમ છતાં નળના પાણીની સરખામણીએ આ પાણી ખૂબ જ સાફ થઈ જાય છે. આ પાણીને સંપૂર્ણ રીતે સુરક્ષિત માનવામાં આવતું નથી.

    શું ફિલ્ટર્ડ પાણી વધુ ફાયદાકારક છે?


    ઉકાળેલા પાણીની સરખામણીએ પ્યોરિફાઈડ અથવા ફિલ્ટર્ડ પાણીને પીવા માટે વધુ સુરક્ષિત માનવામાં આવે છે. વોટર પ્યોરિફાયરથી પાણીમાં રહેલા તમામ બેક્ટેરિયા, વાયરસ અને કેમિકલ્સ બહાર નીકળી જાય છે.

    બજારમાં અનેક એવી ટેકનોલોજી છે, જે પાણીને સંપૂર્ણ રીતે ફિલ્ટર કરીને પીવાલાયક પાણી બનાવે છે. ફિલ્ટર્ડ પાણી ઉકાળેલા પાણી કરતા વધુ કારગર સાબિત થાય છે. ફિલ્ટર્ડ પાણી પીવાથી અનેક બિમારીઓથી બચી શકાય છે. જો તમારી પાસે પાણી ફિલ્ટર કરવા માટે પ્યોરિફાયર નથી તો તમે ઉકાળેલા પાણીનું પણ સેવન કરી શકો છો.

    આ પણ વાંચો:  Tatto: ટેટૂ બનાવતા પહેલા અને બાદમાં રાખો આટલી બાબતોનું ધ્યાન, નહીં આ શોખ બની શકે છે જીવલેણ

    ચોખ્ખુ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે


    ચોખ્ખુ પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેમાં તમામ જરૂરી મિનરલ્સ અને વિટામીન હોય છે. જે મેટાબોલિઝ્મ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય બિમારીઓનું જોખમ વધી જાય છે. આ પરિસ્થિતિમાં ફિલ્ટર્ડ પાણીનું જ સેવન કરવું જોઈએ. જો તમારી પાસે આ સુવિધા ઉપલબ્ધ ના હોય તો બિમારીઓ સામે રક્ષણ મેળવવા તમે ઉકાળેલા પાણીનું સેવન કરી શકો છો.
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन