Home /News /lifestyle /

Women Health: પુરુષો કરતાં મહિલાઓમાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ વધારે: અભ્યાસમાં થયો આ ખુલાસો

Women Health: પુરુષો કરતાં મહિલાઓમાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ વધારે: અભ્યાસમાં થયો આ ખુલાસો

પુરુષો કરતાં મહિલાઓમાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ વધારે

એક અભ્યાસના પરિણામો પ્રકાશિત થયા હતા. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ પ્રિન્સટન યુનિવર્સિટી, માઉન્ટ સિનાઇ હોસ્પિટલ અને ક્વિબેકની લાવલ યુનિવર્સિટીના વિદ્વાનોએ સાથે મળીને આ બાબતે સંશોધન હાથ ધર્યું હતું. જેમાં ડિપ્રેશન દરમિયાન મગજના ચોક્કસ વિસ્તાર ન્યુક્લિયસ એમ્બમ્બન્સ પર કેવી અસર થાય છે? તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
  આજના સમયમાં ઘણા લોકો ડિપ્રેશન (Depression)થી પીડાય છે. આ સમસ્યા પાછળ જીવનશૈલી (Lifestyle) કારણભૂત છે. આવી સ્થિતિમાં પુરુષો કરતાં સ્ત્રીઓમાં ડિપ્રેશન (Women Have Higher Rates of Depression Than Men)નો અનુભવ થવાની શક્યતા વધુ હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે.

  આ મહિને બાયોલોજિકલ સાઇકિયાટ્રી જર્નલ (journal Biological Psychiatry)માં એક અભ્યાસના પરિણામો પ્રકાશિત થયા હતા. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ પ્રિન્સટન યુનિવર્સિટી, માઉન્ટ સિનાઇ હોસ્પિટલ અને ક્વિબેકની લાવલ યુનિવર્સિટીના વિદ્વાનોએ સાથે મળીને આ બાબતે સંશોધન હાથ ધર્યું હતું. જેમાં ડિપ્રેશન દરમિયાન મગજના ચોક્કસ વિસ્તાર ન્યુક્લિયસ એમ્બમ્બન્સ પર કેવી અસર થાય છે? તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો: ડેન્ગ્યૂ તાવમાં ભાત ખાવા જોઇએ કે નહીં? અહી જાણો શું ખાવું શું નહીં

  અહી ઉલ્લેખનીય છે કે, ડિપ્રેશનની ન્યુક્લિયસ એમ્બમ્બન્સ પર અસર પડતી હોય છે, જે મોટિવેશન, આનંદદાયક અનુભવોની પ્રતિક્રિયા અને સામાજિક જોડાણો માટે નિર્ણાયક છે.

  ન્યુક્લિયસ એમ્બમ્બન્સમાં અગાઉના અભ્યાસો દર્શાવે છે કે ડિપ્રેશનથી પીડાતા પુરુષોમાં આમાંના કોઈ જનીન હોતા નથી, પરંતુ સ્ત્રીઓમાં હોય છે. જેના કારણે ડિપ્રેસિવ લક્ષણો સામે આવી શકે છે અથવા તેનાથી વિપરીત ડિપ્રેશનના કારણે મગજમાં ફેરફાર થઈ શકે છે.

  અનુકૂળ ન હોય તેવા સામાજિક ઇન્ટરેક્શન પુરુષો કરતાં સ્ત્રીઓમાં ડિપ્રેશન સંબંધિત વર્તણૂકનું કારણ બનવાની શક્યતા વધારે છે. ત્યારે આવી જ સ્થિતિમાં રહેલા ઊંદરોની તપાસ સંશોધકોએ કરી હતી.

  યુસી ડેવિસના સ્નાતક અને પીએચડી સંશોધક એલેક્સિયા વિલિયમ્સે આ બાબતે કહ્યું હતું કે, હાઈ-થ્રુપુટ એનાલિસિસના કારણે મગજ પરના તાણના લાંબાગાળાના પરિણામોને સમજવું ખૂબ જ સરળ બન્યું છે.

  નકારાત્મક સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓએ અમારા માઉસ મોડેલમાં માદા ઉંદરની જનીન અભિવ્યક્તિની પેટર્નને બદલી નાખી હતી અને આ પેટર્ન ડિપ્રેસ મહિલાઓમાં જોવા મળતી પેટર્ન જેવી હતી. આ શોધને કારણે હું સ્ત્રીઓના આરોગ્ય માટેના આ આંકડાઓની સુસંગતતા પર મારું ધ્યાન કેન્દ્રિત કરી શકી છું.

  અભ્યાસ અનુસાર, RGS2એ તુલનાત્મક ટ્રાન્સક્રિપ્શનલ અભ્યાસો બાદ ન્યુક્લિયસ એમ્બમ્બેન્સમાં ડિપ્રેસિવ-સંબંધિત વર્તણૂકનું નોંધપાત્ર મોડ્યુલેટર છે. સંશોધકોએ ઉંદર અને મનુષ્યના મગજમાં સમાન રાસાયણિક ફેરફારો શોધી કાઢ્યા બાદ RGS2 તરીકે ઓળખાતા એક જનીનની પસંદગી કરી હતી.

  આ જનીન પ્રોટીનના ઉત્પાદનને અસર કરે છે, જે પ્રોઝેક અને ઝોલોફ્ટ અને અન્ય એન્ટિડિપ્રેસન્ટ્સ ટાર્ગેટ રાખતા ન્યુરોટ્રાન્સમીટર રીસેપ્ટર્સને કંટ્રોલ કરે છે.

  આ અંગે યુસી ડેવિસના મનોવિજ્ઞાનના પ્રોફેસર અને અભ્યાસના સિનિયર લેખક બ્રાયન ટ્રેનરના જણાવ્યા અનુસાર, RGS2 પ્રોટીનના ઓછા સ્થિર વર્ઝન મનુષ્યમાં હતાશાના વધતા જોખમ સાથે સંકળાયેલા છે, તેથી અમે ન્યુક્લિયસ એમ્બમ્બન્સમાં RGS2માં વધારો ડિપ્રેસન સંબંધિત વર્તણૂકોને ઘટાડી શકે કે કેમ તેમ જોવા ઉત્સુક હતા.

  સંશોધકોએ પ્રાયોગિક ધોરણે ઉંદરના ન્યુક્લિયસ એમ્બમ્બન્સમાં RGS2 પ્રોટીનમાં વધારો કર્યો એટલે આ માદા ઉંદરો પરના તાણની અસરો ઉલટાવી દેવામાં આવી હતી. તેઓએ નોંધ્યું હતું કે, સામાજિક અભિગમ અને પસંદગીના ખોરાક માટે આગ્રહમાં વધારો થયો છે. આવી કોઈ તાણનો અનુભવ કર્યો ન હોય તેવી સ્ત્રીઓમાં જોવા મળે છે.

  આ અંગે વિલિયમ્સે જણાવ્યું આ તારણો હતાશ દર્દીઓમાં સામાન્ય પ્રેરક ખામી માટે જવાબદાર જૈવિક તંત્ર તરફ ધ્યાન દોરે છે. RGS2ના ઘટેલા કાર્યને માનસિક રોગ ધરાવતા લોકોની સારવારમાં પડકારજનક હોય તેવા લક્ષણો સાથે જોડવામાં આવ્યું છે.

  સંશોધનકારોના મત મુજબ આવા અધ્યયનના પરિણામો ડિપ્રેસનવાળા લોકોની યોગ્ય સારવાર માટે ફાર્માકોથેરાપીઝની રચનાને માર્ગદર્શન આપી શકે છે.

  આ પણ વાંચો: Fitness: ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે અત્યંત લાભકારી છે મોર્નિંગ વોક, જાણો તેના અદ્ભુત ફાયદા

  વિલિયમ્સે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના સંશોધન હાથ ધરીને અમે જટિલ માનસિક રોગો બાબતે વિજ્ઞાનને જરૂરિયાતમંદ લોકોની નવીન સારવાર ઊભી કરવાની નજીક લઈ જવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, Mental health, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन