Best foods for Constipation Problem: લોકો માટે સવાર સવારમાં કબજિયાતની સમસ્યા એ મોટો માથાનો દુખાવો હોય છે. આ સમસ્યાના કારણે લોકોના સમગ્ર રૂટિન પર અસર પડે છે. જો તમે પણ કબજિયાતની સમસ્યાથી પીડાતા હોવ તો આજે અહી અમે તમને કબજિયાતની સમસ્યામાં રાહત આપતા ઉજપાયો વિશે જણાવીશું
Food for constipation problem: લોકોની ભાગ-દૌડ ભરી જિંદગીમાં પોતાનું સ્વાસ્થય સાચવવું ઘણું અઘરું થઈ ગયું છે. જેને લઈને શરીરમાં ઘણી બધી સમસ્યાઓ થાય છે. ખાવા પીવાની ખરાબ આદતો અને ફાસ્ટ લાઇફસ્ટાઇલને કારણે લોકોનું પેટ ખરાબ થવું અને કબજિયાત જેવી સમસ્યાઓ થવી આજકાલ સામાન્ય થઈ ગયું છે. આપણે જણાવી દઈએ કે ઘણીવાર કબજિયાતએ ગંભીર બીમારીઓનું પણ કારણ બની જાય છે. જેથી કરીને કબજિયાતની સમસ્યાને ગંભીરતાથી લઈને દૂર કરવામાં જ ભલાઈ છે. આજે આપણે અહી એવી વસ્તુઓ વિશે વાત કરીશું કે જેને આહારમાં સામેલ કરવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળી શકે છે.
ફળફળાદી અને શાકભાજી
મેડિકલ ન્યૂઝ ટુડેના અહેવાલ મુજબ, હાઇ ફાઇબર ફળો પાચન માટે ઉત્તમ છે. તેઓ પેટના દુખાવા, એસિડ રિફ્લક્સમાં પણ રાહત આપે છે. તમે કિવી, સફરજન, નાસપતી, દ્રાક્ષ અને બેરીનું સેવન કરી શકો છો. તેનાથી તમને પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળશે. કેટલીક શાકભાજીમાં ફાઈબર પણ ભરપૂર હોય છે. તેમાંથી, બ્રોકોલીમાં સૌથી વધુ ફાઇબર અને સલ્ફોરાફેન હોય છે, જે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે.
જો તમે તમારા ભોજનમાં ઓલિવ (જેતૂન) અને ફ્લેક્સસીડ (અળસિ) તેલનો ઉપયોગ કરો છો, તો તે કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. ઓલિવ અને ફ્લેક્સસીડ તેલમાં એવા સંયોજનો હોય છે જે પાચનમાં સુધારો કરે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. તે શરીરના કાર્યને સરળ બનાવીને પેટને સાફ કરવામાં મદદ કરે છે. ડૉક્ટરો પણ ક્યારેક કબજિયાતથી રાહત મેળવવા માટે આ તેલના સેવનની ભલામણ કરે છે.
દહીં અને કેફિર
કબજિયાતથી પીડિત લોકોએ તેમના આહારમાં દહીં અને કીફિરનો સમાવેશ કરવો જોઈએ. કેફિર એ દૂધમાંથી બનેલું પીણું છે, જે શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. દહીં અને કીફિરમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપે છે. આ ઉપરાંત, સાર્વક્રાઉટમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા પણ હોય છે જે આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને કબજિયાત ઘટાડવામાં મદદ કરી શકે છે.
2017ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 100 ગ્રામ રાંધેલી કઠોળ દરરોજ માટે જરૂરી 26% ફાઇબર આપે કરે છે. મોટાભાગની કઠોળ અને વટાણામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. મસૂરમાં પોટેશિયમ, ફોલેટ, ઝિંક અને વિટામિન્સ જેવા અન્ય પોષક તત્વો હોય છે. આ બધા કબજિયાત ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય ઘઉંની રોટલી અને પાસ્તામાં પણ ફાઈબર હોય છે, જે કબજિયાતમાં રાહત આપે છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર