Home /News /lifestyle /

સાવધાન! આ ડ્રિંકનું વધુ માત્રામાં પીવાથી વધી શકે છે કેન્સરનું જોખમ

સાવધાન! આ ડ્રિંકનું વધુ માત્રામાં પીવાથી વધી શકે છે કેન્સરનું જોખમ

આ ડ્રિંકનું વધુ માત્રામાં પીવાથી વધી શકે છે કેન્સરનું જોખમ

Drinks Cause Cancer: એક એવું પણ ડ્રિંક છે, જેનું સેવન કરવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. ખરાબ ખાન - પાન કેન્સર થવાનું સૌથી મોટું કારણ છે. એક પીણું એવું છે જેનું સેવન તમે રેગ્યુલરી કરો છો. તે drink અનેક પ્રકારના કેન્સર અને અન્ય ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમારે કેન્સરથી બચવું હોય તો આ ડ્રિંકનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઇએ અથવા સિમિત માત્રામાં પીવું જોઇએ.

વધુ જુઓ ...
    Drinks Causes Cancer:  કેન્સર (Cancer) એક એવી બિમારી છે, જેનો કોઈ કાયમી ઈલાજ નથી. આ કારણોસર સમગ્ર વિશ્વમાં દર વર્ષે કેન્સરના કારણે લાખો લોકોના મોત થઈ જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના અનુસાર વિશ્વભરમાં કેન્સર એ મૃત્યુનું એક મુખ્ય કારણ છે (What causes cancer) . વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા પરથી જાણવા મળે છે કે, વર્ષ 2020માં કેન્સરને કારણે આશરે 10 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા.

    જીવલેણ બિમારી કેન્સરના કારણે શરીરની કોશિકાઓ નષ્ટ થવા લાગે છે અને ધીમે ધીમે શરીરના અંગ કામ કરવાનું બંધ કરી દે છે. સમય રહેતા આ બિમારી વિશે ખબર પડી જાય તો કેન્સરનો ઈલાજ કરી શકાય છે. વિશ્વ કેન્સર અનુસંધાન અનુસાર કેટલીક વસ્તુઓ એવી હોય છે, જેના કારણે કેન્સર થવાનું જોખમ વધી જાય છે. આ વસ્તુઓનું સેવન કરવાનું બંધ કરી દેવામાં આવે તો કેન્સર થવાના જોખમને ઓછું કરી શકાય છે.

    આ પણ વાંચો: Self-Care Sunday માટેની આ છે બેસ્ટ 10 ટિપ્સ : રવિવારના દિવસે કરો આટલું આરામદાયક પસાર થશે અઠવાડિયું

    તળેલું ભોજન, વધુ પડતું પકવેલું ભોજન, ખાંડ અને સોફેસ્ટિકેટેડ કાર્બોહાઈડ્રેટ અને પ્રોસેસ્ડ મટન સિવાય એક એવું ડ્રિંક છે (Does drinking alcohol cause cancer), જેનું સેવન કરવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. ખરાબ ખાન - પાન કેન્સર થવાનું સૌથી મોટું કારણ છે. એક પીણું એવું છે જેનું સેવન તમે રેગ્યુલરી કરો છો. તે drink અનેક પ્રકારના કેન્સર અને અન્ય ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

    જો તમારે કેન્સરથી બચવું હોય તો આ ડ્રિંકનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઇએ અથવા સિમિત માત્રામાં પીવું જોઇએ. અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે કેન્સર કોશિકાઓમાં વૃદ્ધિ થાય છે, ઉપરાંત તે એક ડ્રિંકના કારણે કેન્સરનું જોખમ વધી જાય છે. યૂકેમાં પણ આ ડ્રિંકને કારણે કેન્સર વધવાનું કારણ માનવામાં આવે છે. એવું કયું ડ્રિંક છે, જેના કરણે કેન્સરનું જોખમ વધે છે? તે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    કેન્સરનું જોખમ વધારતું ડ્રિંક (This is a drink that increases the risk of cancer)


    Express.co.uk અનુસાર કેન્સર કોશિકા વધારતું ડ્રિંક છે, દારૂ. જાણકારી અનુસાર કેન્સર રિસર્ચ યૂકે જણાવે છે કે, વધુ પડતો દારૂ પીવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. યૂ.કે.માં પણ આ ડ્રિંકને કારણે કેન્સરનું જોખમ વધી ગયું છે. આ કારણોસર યૂ.કે.માં લોકોને દારૂનું સેવન ઓછું કરવા માટેની સલાહ આપવામાં આવી છે. દારૂના વધુ પડતા સેવનથી ગરદન, લીવર, બ્રેસ્ટ અને કોલોનમાં કેન્સર થઈ શકે છે.

    આ પણ વાંચો: લગ્ન જીવનનો ભરપૂર આનંદ માણવા, પુરુષો સૂતા પહેલા જરૂર કરે આ કામ

    ભારતમાં દારૂના વપરાશ અંગે વાત કરવામાં આવે તો સ્ટેટિસ્ટા રિસર્ચ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્ચ 2022માં પબ્લિશ રિસર્ચ અનુસાર વર્ષ 2020માં ભારતમાં લગભગ 5 બિલિયન લીટર દારૂનો વપરાશ કરવામાં આવ્યો હતો.

    વર્ષ 2024માં આ આંકડો લગભગ 6.21 બિલિયન લીટર સુધી પહોંચી ગયો છે. ભારતમાં દારૂના બજારમાં મુખ્ય બે પ્રકારના દારૂ શામેલ હતા. ભારતમાં બનેલ ભારતીય દારૂ (IMIL) અને ભારતમાં બનેલ વિદેશી દારૂ (IMFL) જેવા બિયર, વાઈન તથા અન્ય દારૂ શામેલ છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે. ભારતમાં દેશી દારૂનું માર્કેટ સૌથી વધુ હતું.

    યૂનાઈટેડ સ્ટેટ જેવા અન્ય દેશોની સરખામણીએ ભારતમાં પ્રતિ વયસ્ક દારૂનું સેવન ખૂબ જ ઓછું હતું, પરંતુ ભારતમાં દારૂ પીનાર યુવાની સંખ્યા ખૂબ જ વધુ હતી. રિસર્ચ અનુસાર 25 વર્ષથી ઓછી ઉંમરના 88 ટકાથી વધુ ભારતીય અંડર એજ હોવા છતાં દારૂ ખરીદે છે અને દારૂ પીવે છે. આ આંકડો સમગ્ર દેશમાં કેટલાક રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં સામે આવ્યો છે.

    દારૂ કેન્સરનું કારણ છે: રિસર્ચ


    રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC) અનુસાર રેડ વાઈન, વ્હાઈટ વાઈન, બિયર અને દારૂ સહિત આલ્કોહોલિક ડ્રિંકના કારણે કેન્સર થવાના જોખમમાં વધારો થાય છે. જે લોકો વધુ માત્રામાં આલ્કોહોલિક ડ્રિંક પીવે છે, તેમને કેન્સર થવાનું જોખમ એટલું જ વધી જાય છે. Express.co.uk અનુસાર રિસર્ચર્સ ઘણા વર્ષોથી આ સવાલનો જવાબ શોધતા હતા, તાજેતરમાં જ તેઓ આ રિસર્ચ પરથી આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે.

    ઓક્સફોર્ડ પોપ્યુલેશન હેલ્થ, પેકિંગ યુનિવર્સિટી અને ચાઈનીઝ એકેડમી ઓફ મેડિકલ સાયન્સ બેઈજિંગના રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલ રિસર્ચ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત થઈ છે. આ રિસર્ચના પરિણામ પરથી જાણવા મળ્યું છે કે, દારૂ સીધી રીતે કેન્સર થવાનું કારણ બને છે.
    First published:

    Tags: Cancer, Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन