કોઈપણ સંબંધ બાંધતા પહેલા તમારા પાર્ટનરમાં આ 6 વાતો છે કે કેમ? તેની ખાતરી જરૂરથી કરો
કોઈપણ સંબંધ બાંધતા પહેલા તમારા પાર્ટનરમાં આ 6 વાતો છે કે કેમ? તેની ખાતરી જરૂરથી કરો
પ્રતિકાત્મક તસવીર
relationship care tips: કોઈપણ સંબંધને (relation) લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે સંબંધમાં ભાવનાત્મક અને ફિજિકલી (Emotionally and physically) મજબૂત હોવા જરૂરી છે.
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ મનુષ્ય લાગણીશીલ (emotional) હોય છે અને તે ઘણી વાર ઘણી બાબતે તે આ દર્શાવવાનુ વલણ ધરાવે છે. પાણી, હવા અને ખોરાક આપણા માટે જેમ જરૂરી છે તે રીતે આપણી માટે ઈમોશન અને લાગણીઓ પણ ખૂબ મહત્વની છે. કોઈપણ સંબંધને (relation) લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે સંબંધમાં ભાવનાત્મક અને ફિજિકલી મજબૂત હોવા જરૂરી છે. રોમેન્ટિક સંબંધોને વધુ સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે અફેક્શન, સિક્યોરિટી અને અપ્રિસિયેશન ખૂબ જરૂરી હોય છે. દરેક વ્યક્તિ અલગ હોય છે તેથી સંબંધો માટે તેમની જરૂરિયાતો અને રિલેશનશીપ ગોલ્સ પણ અલગ અલગ હોય છે. રિલેશન શીપ ગોલ (relationship goals) મેચ કરવા માટે તમારે તમારા સંબંધને ભાવનાત્મક રીતે સ્થિર અને મજબૂત બનાવવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે.
ઈમોશનલ રિલેશનશીપ શું છે?
બે લોકો વચ્ચે એક બોન્ડ હોય છે જે એકબીજાના ઈન્ટીમસી લેવલ સાથે મેળ ખાય છે અથવા જેને આપણે સામાન્ય રીતે વાઇબ કહીએ છીએ. રિલેશનમાં બે લોકો વચ્ચે અટેચમેન્ટને પ્રાધાન્ય આપવું ખૂબ જરૂરી છે, જે એકબીજાની સાથે રહેવા માટે ખૂબ જરૂરી છે. જ્યારે તમારી પાસે વિશ્વાસ, સ્નેહ, કન્સીડરેશન અને સલામતીની ભાવના હોય ત્યારે ભાવનાત્મક સંબંધ મજબૂત માનવામાં આવે છે. જ્યારે તમે ભાવનાત્મક રીતે જોડાણમાં હોવ ત્યારે સંબંધમાં અન્ય પરિબળો પણ છે જે તમને લાભ આપી શકે છે. ચાલો આપણે કેટલાક મહત્વપૂર્ણ પરિબળો વિશે ચર્ચા કરીએ જે તમારે રિલેશનશીપમાં રહેતા પહેલા જાણવી જોઈએ.
રિલેશનશીપ ફેક્ટર
1. રિલેશનશીપમાં અફેક્શન
તમારા જીવનસાથી સાથે ઈમોશનલ સંબંધ બાંધતા પહેલા તમારે જે સૌથી મહત્વપૂર્ણ પરિબળ સમજવાની જરૂર છે તે છે સ્નેહ અફેક્શન. પ્રેમાળ બનવું એ કોઈપણ સંબંધમાં પ્રાથમિકતા છે જે મ્યૂચ્યૂઅલ ગ્રોથ જાળવવા માટે આવશ્યક છે. અફેક્શન તમારા સંબંધને મજબૂત બનાવે છે અને નિકટતા વધારે છે. અહીં કેટલીક રીતો છે જેમાં વ્યક્તિ અફેક્શન દર્શાવી શકે છે-
ફિજિકલ ટચ
સેક્સ્યુઅલ ઈન્ટીમસી
પ્રેમાળ વાતો
તમારા હાવભાવ
દરેક વખતે “આઈ લવ યુ” કહેવું અગત્યનું નથી પણ પ્રેમની આ નાની-નાની વાતો સંબંધમાં જરૂરી નિકટતા પૂરી કરે છે.
2. રિલેશનશીપ વેલિડેશન
ઘણા લોકો વેલિડેશનને ખૂબ જ નાનો ભાગ માને છે અથવા સંબંધમાં માત્ર ફ્લેક્સ માને છે, પરંતુ એવું નથી. વેલિડેશન અન્ય ભાવનાત્મક પરિબળોની જેમ જ મહત્વપૂર્ણ છે કારણ કે, તે તમારા જીવનસાથી માટે મહત્વપૂર્ણ છે. 2016માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના સંશોધન મુજબ, સમાન વેવલેન્થ ધરાવતા મોટાભાગના યુગલો અને એકબીજા માટે વેલિડેશન ધરાવે છે તેઓ મજબૂત ઈમોશનલ રિલેશન ધરાવે છે. જો તમારા પાર્ટનરને વેલિડેશન ન મળે અથવા અસહજતા વર્તાય તો તે સમસ્યાનું કારણ બની શકે છે. આથી એ સમજવાનો પ્રયાસ કરો કે તમારો પાર્ટનર સમાન રીતે પ્રતિભાવશીલ છે કે નહીં.
3. રિલેશનશીપમાં ઓટોનોમી
સ્વાયત્તતા એટલે કે ઓટોનોમી એ એવી વસ્તુ છે જેમાં બન્નેનો સમાન રસ હોવો જરૂરી છે. આ એક એવી વસ્તુ છે જ્યા તમારે દરેક નાની નાની વાત માટે તમારા પાર્ટનરની પરવાનગી લેવાની કે તેને જાણ કરવાની જરૂર નથી. તમે તમારા કેટલાક નિર્ણયો તમારી જાતે લઈ શકો છો અને પૂછ્યા વિના કોઈ કાર્ય કરી શકો છો. આ સંબંધોમાં ઉંડાણની નિશાની છે, જો તમારો પાર્ટનર તમારા માટે યોગ્ય છે તો તે એવી વસ્તુઓ કરી શકે છે જેના માટે તમારે પરવાનગીની જરૂર પડી શકે છે. સંબંધમાં ઓટોનોમી મતને એકસાથી લાવે છે અને નીકટતા વધારે છે. જો કોઈપણ વ્યક્તિ એક વ્યક્તિ પર ડોમિનેશન કરે તો તે શ્રેષ્ઠ સંબંધની નિશાની નથી.
4. સુરક્ષાની ભાવના
આ એક મુખ્ય કારણ છે જે સંબંધ બનાવે છે અથવા તોડે છે. સંબંધોમાં સુરક્ષાનો અર્થ એ છે કે તમે એકબીજાની મર્યાદાઓનો આદર કરો છો અને તમે જાણો છો કે અન્ય વ્યક્તિ તમારી સાથે હશે તે કોઈ બાબત નથી. ઝઘડા અને દલીલો સંબંધોનો એક ભાગ હોઈ શકે છે પરંતુ સલામતીની ભાવના જતી ન થવી જોઈએ. અહીં કેટલીક બાબતો છે જે સંબંધમાં સુરક્ષા આપી શકે છે-
તમારી લાગણીઓને મુક્તપણે શેર કરવામાં સક્ષમ બનવું
• તમારે તમારી મર્યાદાઓનું સન્માન કરવું
• તમારે તેમની સાથે શારીરિક રીતે સુરક્ષિત અનુભવવું જોઈએ
5. રિલેશનશીપમાં વિશ્વાસ
મોટાભાગના લોકો તેમના સંબંધોમાં વિશ્વાસનું પરિબળ શોધવાનો પ્રયાસ કરે છે, પણ વિશ્વાસ કેવી રીતે બને છે તે જાણવા માટે તેઓ સક્ષમ નથી. વિશ્વાસ બનાવવો એટલું જટિલ નથી. વિશ્વાસ અને સુરક્ષા એ એક જ સિક્કાના બે ચહેરા છે અને જ્યાં સુધી તમે વફાદાર ત્યાં સુધી સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે. જો તમારે વાતે વાતે ઘણા બધા ખુલાસા કરવા પડે, તો તેનો અર્થ એ છે કે તે તમારા બંને વચ્ચે વિશ્વાસનુ ફેક્ટર કામ કરી રહ્યું નથી. આથી ખાતરી કરો કે તમારા સંબંધને આગળ વધારવા અને તેને મજબૂત બનાવવા માટે તમને એકબીજામાં સારો વિશ્વાસ રહે.
6. સહાનૂભૂતિ
સહાનુભૂતિ રાખવાનો અર્થ એ છે કે તે ચોક્કસ પરિસ્થિતિ વિશે તે કેવી લાગણી અનુભવે છે તે સમજવા માટે અન્ય વ્યક્તિના જેવી જ પરિસ્થિતીનો અનુભવ કરવો. સંબંધોમાં સહાનુભૂતિ લોકોને એકબીજાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે અને તે બોન્ડ મજબૂત બનાવે છે. તમારે આની માટે કંઈ ખાસ કરવાની જરૂર નથી માત્ર ચહેરાના હાવભાવ અને વર્તનથી પણ ત સમજી શકાય છે. આવું કરવાથી તમારા સંબંધો મજબૂત બને છે અને તેમાં મધુરતા જળવાઈ રહે છે. ઉદાહરણ તરીકે જો તમારો પાર્ટનર કામને લઈને તણાવમાં હોય અથવા કોઈ બાબતને લઈને ચિંતિત હોય, તો તમારે તેની સાથે સહાનુભૂતિ દર્શાવવાની જરૂર છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર