Home /News /lifestyle /હવાઈ મુસાફરી વખતે ફ્લાઇટ એટેન્ડન્ટ તમારા વિશે શું નોટિસ કરે છે? જાણીને ચોંકી જશો

હવાઈ મુસાફરી વખતે ફ્લાઇટ એટેન્ડન્ટ તમારા વિશે શું નોટિસ કરે છે? જાણીને ચોંકી જશો

તમે પ્લેનમાં પ્રવેશ કરો ત્યારે અભિવાદન કરવા સાથે ફ્લાઈટ એટેન્ડન્ટ તમારા વિશે આ વાત ખાસ નોંધે છે.

તમે પ્લેનમાં પ્રવેશ કરો કે તરત જ ફ્લાઈટ એટેન્ડન્ટ કે જેને આપણે સામાન્ય રીતે એર હોસ્ટેસ કહીએ છીએ તે તમને ગુડ મોર્નિંગ કરીને અભિવાદન કરે છે. જોકે આ દરમિયાન તે સૌથી પહેલા તમારા વિશે એક વસ્તુ નોટિસ કરે છે. આ કઈ બાબત છે જે તેઓ સૌથી પહેલા નોટિસ કરે છે તે જાણીને ખરેખર ચોંકી જશો. તો આવો જાણીએ તમે પ્લેનમાં પ્રવેશ કરો છો ત્યારે તમારી કઈ કઈ બાબતોને એર હોસ્ટેસ નોટિસ કરે છે.

વધુ જુઓ ...
ફ્લાઇટમાં પ્રવાસ કરતાં યાત્રિકોને ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે સંપર્કમાં આવવાનું થાય છે. આમ તો યાત્રિક અને ફ્લાઇટ એટેન્ડન્ટ એકબીજાથી અજાણ્યા હોય છે પણ ફ્લાઇટ એટેન્ડન્ટ તમારા વિષે અમુક વાતો નોટિસ કરી લે છે. તમે પ્લેનમાં પગ મુકો કે તરત જ તે તમારું અવલોકન કરે છે અને તમારા વિષે તાગ મેળવે છે. ત્યારે ચાલો ફ્લાઇટ એટેન્ડન્ટ્સ તમારા વિશે શું અવલોકન કરે છે તે જાણીએ.

તમે કેવા જૂતા પહેર્યા છે?

ફ્લાઇટ એટેન્ડન્ટ્સ હંમેશા તમે પગમાં શું પહેર્યું છે તે જુએ છે. મુસાફર તેના જૂતામાં ઝડપથી અને સરળતાથી દોડી શકશે કે નહીં, તેનું અનુમાન પણ લગાવે છે. અમેરિકન એરલાઇન્સના ફ્લાઇટ એટેન્ડન્ટ એવલોન ઇરિઝારી જણાવે છે કે ફ્લાઇટ એટેન્ડન્ટ ફ્લિપ-ફ્લોપ પર વિશેષ ધ્યાન આપે છે. કેબિનની આસપાસ ફરતા અથવા પગરખાં વિના શૌચાલયમાં જતા મુસાફરો પર પણ ધ્યાન આપે છે.

મોટાભાગના પુરુષ પોતાની મહિલા પાર્ટનર સામે બોલે છે આ 8 જૂઠ્ઠાણાં, ફટાફટ જોઇ લો યાદી

તમે કેવા કપડાં પહેર્યા છે.

તેઓ તમારા કપડાં અને જ્વેલરીનું અવલોકન પણ કરે છે. ફ્લાઇટમાં અમુક પ્રકારના કપડાં પહેરીને બેસવું મુશ્કેલ હોય છે. જેથી તે મુસાફરનો પહેરવેશ જુએ છે.

તમે કેટલા મૈત્રીપૂર્ણ છો

ફ્લાઇટ એટેન્ડન્ટ્સ તમે કેવી રીતે વર્તો છો તેના પર પણ ધ્યાન આપે છે. ઇરિઝારી કહે છે કે દરવાજા પર અભિવાદન કરવામાં આવે ત્યારે સ્મિત સાથે જવાબ મળે છે કે નહિ તે જુએ છે. જો સારું વર્તન કરો તો તમારી સારી છાપ ઉભી થાય છે.

ફ્લાઇટ એટેન્ડન્ટ તમારા સામાનનું ધ્યાન રાખે છે.

તેઓ તમારી પાસે કેટલી બેગ છે અને તે કેટલી મોટી છે તેના પર પૂરતું ધ્યાન આપતા હોય છે. જેના પાછળનું કારણ તમે પ્લેનના નિયમોનું પાલન કર્યું છે કે નહિ તેની ખાતરી કરવાનું હોય છે.

Friendship Day 2022: આ સાઇન દર્શાવે છે કે હવે તમારી મિત્રતા બદલાઇ ગઇ છે પ્રેમમાં!

તમે કેટલા ફિટ છો

ફ્લાઇટ એટેન્ડન્ટ્સ તમે તમારી જાતને અને અન્યોને સુરક્ષિત રાખવાની કેટલી ક્ષમતા ધરાવો છો તે પણ માપે છે. તેઓ સારી સ્થિતિમાં રહેલા અને જરૂર પડ્યે ભારે વસ્તુઓ ઉપાડી શકે તેવા મુસાફરોની યાદી તૈયાર કરે છે.

તમે નશામાં નથી તેની ખાતરી કરે છે

નશામાં રહેલી વ્યક્તિ મુશ્કેલી ઊભી કરી શકે છે. ફલાઇટમાં અંગત રીતે દારૂ લઈ જઈ શકાય નહી. મુસાફરો પાસેથી દારૂ લઈ લેવાનો નિયમ છે. જેનું પાલન તમામ ફ્લાઇટ એટેન્ડન્ટે કરવાનું રહે છે. જેથી તે આ વાતનું ધ્યાન રાખે છે.

મદદ માટે ધ્યાન રાખે છે

ફ્લાઈટ એટેન્ડન્ટસ શિશુઓ, વૃદ્ધો અથવા કોઈ ઈજાગ્રસ્ત વ્યક્તિને મદદની જરૂર પડી શકે છે કે તેનું પણ ધ્યાન રાખે છે. જેના કારણે તે પેસેન્જરનું પૂરતું અવલોકન કરે છે.

Health problems: તમને વધુ પડતો પરસેવો થાય છે? આ બીમારીનો હોય શકે સંકેત

શું તમે બીમાર દેખાવ છો?

કોવિડ-19 આજે પણ જોખમી છે. તેથી જો તમારી તબિયત સારી ન હોય, તો ફ્લાઇટ એટેન્ડન્ટને જાણવાની જરૂર હોય છે. ઘણી વખત અમુક મુસાફરો પહેલા પોતે ઠીક હોવાનું કહે છે અને પછી પાંચ મિનિટમાં સીટ પર ઉલ્ટી કરે છે. જેથી પ્લેનમાંથી પેસેન્જરને ઉતારવા પડે છે.
First published:

Tags: Air travel, એર હોસ્ટેસ