કોરોના(cororna)ના કારણે અનેક પરિવારે સદસ્યો ગુમાવ્યા છે. વેપાર ધંધાને મોટાપાયે ફટકો પડ્યો છે. કોરોનાની અસર ( effect of corona) થઈ ન હોય તેવું કોઈ ક્ષેત્ર બચ્યું નથી.
When Will Covid End: કોરોના(cororna)ના કારણે અનેક પરિવારે સદસ્યો ગુમાવ્યા છે. વેપાર ધંધાને મોટાપાયે ફટકો પડ્યો છે. કોરોનાની અસર ( effect of corona) થઈ ન હોય તેવું કોઈ ક્ષેત્ર બચ્યું નથી. કોરોના રોકવામાં આખી દુનિયા ઊંધામાથે થઈ છે. ત્યારે કોરોનાથી છુટકારો (When Will Covid End)ક્યારે મળશે તે સવાલ દરેક વ્યક્તિના મનમાં છે. જોકે, આ સવાલનો જવાબ ભયાનક હોય શકે છે. NDTVના અહેવાલ મુજબ કોરોના બધા લોકોને પોતાનો શિકાર બનાવશે અથવા જ્યાં સુધી બધાને રસી મુકાઈ નહીં જાય ત્યાં સુધી છૂટકારો મળશે નહીં તેવું વિજ્ઞાનિકોનું કહેવું છે.
આવી રીતે થઈ શકે કોરોનાનો ખાત્મો
ઘણા લોકો કોરોના હવે નહીં આવે તેવું માને છે. પરંતુ વિજ્ઞાનિકો આ વાત સાથે જરાક પણ સહમત નથી. તેઓ તો વધુ ખોફનાક આશંકા સેવી રહ્યા છે. ઘણા વિજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના ખત્મ થશે તે પહેલાં બધા જ લોકો રસી લઈ ચુક્યા હશે અથવા બધા જ લોકો સંક્રમિત થઈ ગયા હશે. આનો અર્થ એ થયો કે, જ્યાં સુધી પૃથ્વી પરના તમામ લોકોને કોરોના થઈ નહીં જાય અથવા તમામ લોકોને રસી આપવામાં નહીં આવે ત્યાં સુધી કોરોનાથી છુટકારો મળવાનો નથી.
વૈજ્ઞાનિકોનું એમ પણ કહેવું છે કે, કેટલાક લોકોને બે વખત કોરોનાનું સંક્રમણ લાગી શકે છે. કેટલાક વૈજ્ઞાનિકોને એમ પણ માને છે કે, જ્યાં સુધી કોરોના આપણને બધાને સ્પર્શન ન કરે ત્યાં સુધી કોરોના વાયરસ અને મનુષ્ય વચ્ચેનું યુદ્ધ સમાપ્ત નહીં થાય.
જો બાઈડન (Joe Biden)ના સલાહકાર અને અમેરિકન સેન્ટર ફોર ઇન્ફેક્શન ડીસીઝ રિસર્ચ એન્ડ પોલિસીના ડિરેકટર માઈકલ ઓસ્ટરહોમ (Michael Osterholm) કહે છે કે, હું જોઉં છું, ત્યાં સુધી તો દુનિયામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, પછી તે ઘટશે. પછી હું એ પણ જોઈ રહ્યો છું કે, વર્ષના અંત સુધીમાં અથવા શિયાળા દરમિયાન કોરોનાનો કેસ ફરીથી વધશે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણે ખીણમાંથી ઊંચા શિખર પર ચઢવાની લડાઈ લડી રહ્યા છીએ. આગામી ઘણા વર્ષો સુધી આપણે આવું જ કરવાના છીએ. જે દરમિયાન આપણને ઘણી રસીઓ મળશે. જે મદદ કરશે, પણ પડકારો ઓછા નહીં થાય. આપણે ક્યારે જીત મેળવીશું તે ખબર નથી. અંતમાં તેમણે બધા લોકોને કોરોનાનું સંક્રમણ લાગી શકે તેવી પણ દહેશત વ્યક્ત કરી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર