Home /News /lifestyle /

WhatsApp પર હોય છે આ 5 પ્રકારના લોકો, જૂઓ તમારા કોન્ટેક્ટમાં કોણ-કોણ છે?

WhatsApp પર હોય છે આ 5 પ્રકારના લોકો, જૂઓ તમારા કોન્ટેક્ટમાં કોણ-કોણ છે?

જાણો તમારા વોટ્સ એપમાં કેવા પ્રકારના લોકો છે....

જાણો તમારા વોટ્સ એપમાં કેવા પ્રકારના લોકો છે....

    પોપ્યુલર મેસેજિંગ એપ WhatsApp ને 2019 માં 10 વર્ષ પૂરા થયા છે. પોતાની 10 મી બર્થ ડે ઉજવવા વોટ્સ એપે પોતાના બ્લોગ પોસ્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને જણાવ્યુ કે WhatsApp એ 2009 થી 2019 સુધી યૂઝર્સના ચેટ એક્સપિરિયન્સને કેવી રીતે બદલી નાખ્યું. WhatsApp એ લખ્યું છે કે- "10 વર્ષ પૂરા થઈ ગયા છે, અને દુનિયાભરમાં લોકો આ એપનો ઉપયોગ પોતાના મિત્રો, સગાથી જોડાયેલા રહેવા કરે છે." આવો જાણીયે કે કોણ છે એ WhatsApp માં રહેલા 5 પ્રકારના લોકો જે જરૂર આપણા બધાના Contact માં છે...

    GoodMorning/GoodNight મોકનારા: આપણા બધાના વોટ્સ એપમાં ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ મેસેજ મોકલનારા લોકોની કમી નથી. પછી ભલે લખેલા ક્વોટ હોય કે ફૂલ/ગુલાબના ફોટો. વોટ્સ એપ પર ઘણા લોકો ફક્ત ‘GoodMorning/GoodNight’ મોકલવા માટે જ એક્ટિવ રહે છે.

    Voice Note મોકનારા : ઘણા લોકો એટલા આળસુ હોય છે કે મેસેજ ટાઈપ કરવાનો કષ્ટ પમ નથી ઉઠાવતા. એવું લાગે કે તેમનું મનપસંગ ફીચર WhatsApp Voice Note જ છે. આ લોકો જ્યારે પણ તમને મેસેજ કરશે કે મેસેજનો જવાબ આપશે તો વોઈસ નોટના માધ્યમથી જ કરશે.

    Shayeri  મોકલનારા લોકો: આપણા દરેકના કોન્ટેક્ટમાં એવા સગા-મિત્રો તો હોય જ છે, જે દિવસભર ફક્ત શાયરીઓ કે ફોરવર્ડ જોક મોકલતા રહે છે.

    Stories મોકલનારા: તેમાં એવા પણ લોકો હોય છે, જેમની સાથે આપણી ક્યારેક જ વાત થતી હશે. તેમ છતાં પણ આપણને તેમની બધી જાણકારી હોય છે. આ લોકો પોતાના સ્ટેટસમાં એક સાથે બધી સ્ટોરીઝ લગાવી દે છે કે તમને બધું ખબર પડી જ જાય કે તેમની લાઈફમાં શું ચાલી રહ્યું છે.

    Emoji Lover વાળા લોકો: કોન્ટેક્ટમાં ઘણા લોકો ચેટિંગમાં ઘણાં Emoji મોકલે છે. એવા લોકોની દરેક વાતો ઈમોજીથી થતી હોય છે. તે એટલા ઈમોજી લવર હોય છે કે ઘણી વખત ચેટમાં એવા Emoji મોકલી દે છે, જેનો અર્થ પણ સમજમાં ન આવે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Auto, Whats App, ટેકનોલોજી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन