Home /News /lifestyle /જો તમે પણ જમ્યા પછી આ ભૂલ કરતા હોય તો ચેતી જાજો, સ્વાસ્થ્યને થશે મોટું નુકસાન!
જો તમે પણ જમ્યા પછી આ ભૂલ કરતા હોય તો ચેતી જાજો, સ્વાસ્થ્યને થશે મોટું નુકસાન!
ભોજન બાદ આ કામ ક્યારેય ના કરવું
બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર પછી આપણે ઘણી વાર એવી ભૂલો કરીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે. જે આપણે તુરંત જ બંધ કરી દેવી જોઈએ. આજે અમે તમને એવી આદતો વિશે જણાવીશું જે જમ્યા બાદ બંધ ના કરવાથી તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
આપણા જીવન માટે ભોજન ખૂબ જ મહત્વપૂર્ણ છે, આપણામાંથી મોટાભાગના લોકો દિવસમાં ઓછામાં ઓછું 3 વાર ભોજન લે છે. આપણને સલાહ આપવામાં આવે છે કે ભોજન સમયસર ખાવું જોઈએ, તેમજ નાસ્તો, લંચ અથવા ડિનર છોડવાનું ટાળવું જોઈએ. આપણે એ વાત પર ભાર મુકીએ છીએ કે આપણે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. પરંતુ, ઘણીવાર આપણે એવી ભૂલો કરીએ છીએ જે આપણા સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
ભોજન લીધાં બાદ આ ભૂલ ક્યારેય ના કરવી
નહાવાની આદત
તમે ઘણીવાર જોયું હશે કે કેટલાક લોકોને ભારે ભોજન કર્યા પછી નહાવાની આદત હોય છે, પરંતુ આ પદ્ધતિ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી કબજિયાત અથવા પેટ ફૂલવાની ફરિયાદ થઈ શકે છે. તેથી સ્નાન કર્યા પછી જ ભોજન લેવું જોઈએ.
સિગારેટ, બીડી, હુક્કા અને ગાંજાની આદત પણ એટલી જ ખરાબ છે, પરંતુ જો તમે ખોરાક ખાધા પછી ધૂમ્રપાન કરો છો, તો તમે તમારી જાતને ઘણું નુકસાન કરી રહ્યા છો. આના કારણે, તમારી સ્થૂળતા ઝડપથી વધશે, સાથે જ બોડી ફંક્શનમાં પણ તકલીફ પડશે.
ઘણીવાર આપણે લંચ કે ડિનર પછી બેડ કે સોફા પર સૂઈ જઈએ છીએ, આ આદત ખૂબ જ ખરાબ છે, તેનાથી પેટ અને કમરની ચરબી ઝડપથી વધે છે, સાથે જ બ્લડ સુગર લેવલ પણ વધી શકે છે. તેનાથી બચવા માટે સારું છે કે તમારે જમ્યા પછી 10 થી 15 મિનિટ ચાલવું જ જોઈએ, તે સ્વાસ્થ્ય માટે સારું રહેશે.
ફળ ખાવાની ટેવ
જો તમને જમ્યા પછી ફળ ખાવાની આદત હોય તો તેને તરત જ બદલી નાખો કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જેના કારણે તમે એસિડિટીનો શિકાર બની શકો છો. ભોજનના લગભગ 3 કલાક પછી જ ફળ ખાવા જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર