Vaginal infection: જાણો શા માટે થાય છે વજાઈનલ ઇન્ફેક્શન અને શું હોય છે તેના લક્ષણો

પ્રતીકાત્મક તસવીર

પ્રાઇવેટ પાર્ટ સાથે જોડાયેલ કોઈ સમસ્યા (Problems Related to Private Parts)નો સામનો કરી રહી છે તો તેઓ શરમના કારણે તેના વિશે વાત કરી શકતી નથી

  • Share this:
Vaginal infection: મહિલાઓની શારીરિક રીતે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત તેઓ અમુક સમસ્યાઓને નજરઅંદાજ કરી દે છે, જેમ કે કોઈ પ્રાઇવેટ પાર્ટ સાથે જોડાયેલ કોઈ સમસ્યા (Problems Related to Private Parts)નો સામનો કરી રહી છે તો તેઓ શરમના કારણે તેના વિશે વાત કરી શકતી નથી અને સમયસર સારવાર મેળવી શકતી નથી, જેના કારણે આગળ જઇને તે સમસ્યા મુશ્કેલીઓ વધારી દે છે. આજે અમે વાત કરશું વજાઇનલ ઇન્ફેક્શન(Vaginal Infection)ની, જેને વજાઇનલ કેંડિડિઆસિસ (Vaginal Candidiasis) અથવા યીસ્ટ સંક્રમણ (Yeast Infection) પણ કહેવામાં આવે છે. તે માત્ર બળતરા, ડિસ્ચાર્જ અને ખંજવાળ જ નહીં, પરંતુ તમને અસ્વસ્થતા પણ મહેસૂસ કરાવી શકે છે. આવો જાણીએ, તે ક્યા કારણોસર થાય છે અને તેના લક્ષણો શું હોય છે.

સંક્રમણના સામાન્ય લક્ષણ

આપને જણાવી દઇએ કે યીસ્ટ સંક્રમણ (Yeast Infection)ના કારણે બળતરા, ખંજવાળ (itching) અને ડિસ્ચાર્જની સમસ્યા થવા લાગે છે. આ ઇન્ફેક્શનના કારણે બળતરા, શારીરિક સંબંધ (Sex) બનાવતી સમયે કે પેશાબ કરતી સમયે પણ બળતરા થાય છે. ઘટ્ટ, સફેદ, ગંધ રહીત ડિસ્ચાર્જ (Odourful Discharge) થાય છે.

આ પણ વાંચો - રોજ સવારે પીઓ સૂકા ધાણાનું પાણી, સ્વાસ્થ્યને થશે 5 ફાયદા

ગંભીર યોનિમાર્ગ સંક્રમણના લક્ષણો

  • યોનિમાં સોજો અને રેડનેસ (Swelling and redness) થવી.

  • વજાઇનામાં ખંજવાળ આવવી અને તેના કારણે ઘાવ પડી જવો.

  • જો તમને એક વર્ષમાં 4 કે તેથી વધુ વખત યીસ્ટ સંક્રમણ થાય છે, તો આ સમસ્યા ખૂબ ગંભીર છે.

  • યોનિમાં દુખાવો કે પ્રાઇવેટ પાર્ટ પર લાલ ફોલ્લીઓ થવી.


ક્યા કારણોસર થઇ શકે છે યીસ્ટ ઇન્ફેક્શન?

  • ગર્ભાવસ્થા (Pregnancy)

  • અનિયંત્રિત ડાયાબિટીસ (Diabetes)

  • અમુક દવાઓ અથવા એચઆઇવી (HIV) સંક્રમણના કારણે ઇમ્યૂનિટી નબળી (Weak immunity) થઇ જવી.

  • ભીના કે પરસેવા વાળા અંડરવેર પહેરવાથી.

  • તણાવ (Stress)

  • ગંદા પબ્લિક ટોયલેટ કે વોશરૂમનો ઉપયોગ

  • પીરિયડ્સ દરમિયાન યોનિની સાફ સફાઇનું ધ્યાન ન રાખવું.


આવી જ અન્ય પોસ્ટ વાંચવા અહીં કરો ક્લિક

આપને જણાવી દઇએ કે, તમામ જાણકારીઓ માયો ક્લિનિકમાંથી લેવામાં આવી છે. જાણકારી અનુસાર યીસ્ટ સંક્રમણથી બચવા માટે સાફ સફાઇનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. સાથે જ તણાવ મુક્ત રહેવું, ખૂબ પાણી પીવું, ખોરાકની કાળજી રાખવી અને સાફ કપડા પહેરવાની પણ સલાહ આપવામાં આવે છે. જાણકારો અનુસાર 4માંથી 3 મહિલાઓ પોતાના જીવનમાં આ સમસ્યાઓનો અનુભવ કરે છે. આપને જણાવી દઇએ કે, આ સંક્રમણને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (Sexually transmitted infection) માનવામાં આવતું નથી.

ડોક્ટરો અનુસાર યીસ્ટ સંક્રમણને દવાઓની મદદથી ઠીક કરી શકાય છે, પરંતુ એક વર્ષની અંદર 4 કે તેનાથી વધુ વખત આ ઇન્ફેક્શન થાય તો તમારે લાંબા સમય સુધી તેની સારવાર કરાવવી પડી શકે છે.
Published by:Kaushal Pancholi
First published: